Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા
    • Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ
    • Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
    • Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    • Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    • Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા
    • Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
    • ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે
    અમરેલી

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2026Updated:September 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ) Amreli, તા.14
    રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી આ વર્ષે અમરેલી ખાતે થવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનારી રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત અમરેલી જિલ્લામાં વિવિધ સાંસ્કૃતિક, દેશભક્તિપૂર્ણ અને લોકભાગીદારીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

    આજે 14 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી બપોરે અમરેલી ખાતે આવી પહોંચશે. અને બાદમાં અમરેલીના વરસડા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.અમરેલી શહેર ખાતે મુખ્યમંત્રી નાગનાથ મહાદેવ મંદિરે પૂજન અર્ચન કરશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમરેલીના શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે સમારોહ યોજાશે. સમર્થ વ્યાયામ મંદિર ખાતે અનુકંપા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમારોહમાં પણ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેશે.

    14 ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં શાંતા બેન હરિભાઈ ગજેરા મેડિકલ કોલેજ ઓડિટોરીયમ ખાતે કાર્યક્રમ યજાશે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા અને પ્રભારીમંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહેશે.

    તા. 14 ઓગસ્ટના રોજ રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને તથા મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં નવી નૂતન સ્કૂલના મેદાન ખાતે સાંજે 4.30 કલાકે  `એટ હોમ’ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાંજે 6.30 કલાકથી ફોરવર્ડ હાઈસ્કુલના મેદાનમાં  ભવ્ય મેગા કલ્ચરલ કાર્યક્રમ પણ યોજાશે, જેમાં ગુજરાતની સમૃદ્ધ કલા, સંસ્કૃતિ અને પરંપરાનું મનોહર નિદર્શન કરવામાં આવશે.

    રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના સમારોહ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ પહેલા અમરેલી જિલ્લામાં આશરે રૂ. 403 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વિકાસકાર્યો થકી જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે.

    આવતીકાલે તા.15 ઓગસ્ટના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડસ ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવશે. આ પ્રસંગે પોલીસ જવાનો દ્વારા ભવ્ય અને દિલધડક પરેડનું આયોજન કરવામાં આવશે, જે અમરેલીવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

    રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર અમરેલી જિલ્લો રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ રહ્યો છે ત્યારે જિલ્લાના નાગરિકોને આ વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર જોડાઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.

    અમરેલી
    ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી આ વર્ષે અમરેલી જિલ્લાના આંગણે યોજાવા જઈ રહી છે, જેને લઈને સમગ્ર જિલ્લામાં ચોતરફ દેશભક્તિ, ગૌરવ અને રાષ્ટ્રીય ભાવનાનો અભૂતપૂર્વ અને અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પર્વની ઉજવણીને અત્યંત ભવ્ય, ગરિમાપૂર્ણ અને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સ્તરે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

    આ જ શૃંખલામાં, જિલ્લા પ્રભારી સચિવ સંદીપકુમારના અધ્યક્ષ સ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય કાર્યક્રમનું અંતિમ અને સફળ ફૂલ-ડ્રેસ રિહર્સલ સંપન્ન કરવામાં આવ્યું હતું. પ્રભારી સચિવે રૂબરૂ પરેડ ગ્રાઉન્ડની મુલાકાત લઈને નાગરિકો માટેની બેઠક વ્યવસ્થા, પ્રોટોકોલ, કાયદો અને સુરક્ષા વ્યવસ્થા તેમજ કાર્યક્રમના સુચારૂ સંચાલન માટેની તમામ વહીવટી તૈયારીઓની ખૂબ જ ઝીણવટપૂર્વક અને સઘન સમીક્ષા કરી હતી તથા ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
    આ વર્ષે આઝાદીના આ પર્વે સમગ્ર ગુજરાત દેશભક્તિના અનન્ય રંગે રંગાવા જઈ રહ્યું છે.

    સમગ્ર વહીવટી તંત્રના અથાક પ્રયાસો અને રાત-દિવસની મહેનત બાદ હવે અમરેલી જિલ્લો આ ગૌરવશાળી 80મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના યજમાન તરીકે દેશભક્તિના આ અદભુત, ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ મહોત્સવને આવકારવા માટે સજ્જ છે.

    સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના પ્રત્યેક કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની ઉણપ ન રહી જાય તે માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એકદમ ચોક્કસ રીયલ ટાઇમ શેડ્યુલ મુજબ આ આખરી રિહર્સલ યોજવામાં આવ્યું હતું.

    આ મહત્વપૂર્ણ અંતિમ રિહર્સલ દરમિયાન અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અને નોડલ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmericaથી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ
    Next Article કાલે રાષ્ટ્રભક્તિના રંગે રંગાશે સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ: ઠેર ઠેર ધ્વજવંદન
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા

    September 15, 2026
    રાષ્ટ્રીય

    Masood Azharર ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026
    રાજકોટ

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026
    અમરેલી

    Amreli-રાજુલા પાણી-પાણી, બજારોમાં નદી વહી !

    September 14, 2026
    રાજકોટ

    Rajkot: પ્રેમ પ્રકરણનો ખાર રાખી ત્રિપુટીનો હુમલો, મહિલા સહિત ચાર ઘાયલ

    September 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,890
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,690
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-09-2026 05:26
    Categories
    Latest News

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026

    Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે

    September 15, 2026

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા

    September 15, 2026
    Search
    Main News

    Masood Azharર ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.