Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah
    • જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે
    • Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો
    • કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો
    • Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી
    • ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા
    • હવામાં ૩૦૦ ફુટ નીચે ઉતરી જનારી ફ્લાઇટના મુખ્ય પાયલટે ગાંજો પીધો હતો : રિપોર્ટ
    • Noida International Airport માં થોડાક જ વરસાદમાં પાણી ભરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Cockroach Janata Party: 15 ઓગસ્ટથી સરકારી શાળાઓ માટે શરૂ થશે રાષ્ટ્રવ્યાપી ‘સરપંચ ચેલેન્જ’
    રાષ્ટ્રીય

    Cockroach Janata Party: 15 ઓગસ્ટથી સરકારી શાળાઓ માટે શરૂ થશે રાષ્ટ્રવ્યાપી ‘સરપંચ ચેલેન્જ’

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026Updated:August 11, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.11

    કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ દેશના ગ્રામીણ વિસ્તારોની સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા માટે એક મોટા રાષ્ટ્રવ્યાપી અભિયાનની જાહેરાત કરી છે. તેમણે ગ્રામજનો અને વાલીઓને પોતાના બાળકોની શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનું ‘સોશિયલ ઓડિટ’ કરવાની અપીલ કરી છે, સાથે જ ગામના સરપંચોને શાળાઓના વિકાસ માટે આગળ આવવા આહ્વાન કર્યું છે. CJPનું આ ખાસ અભિયાન સ્વતંત્રતા દિવસના અવસરે 15 ઓગસ્ટથી શરૂ થશે. આ પક્ષે નાગરિકો, વાલીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓને એકજૂથ થઈને ગ્રામીણ શિક્ષણ વ્યવસ્થાની ખામીઓને દૂર કરવા માટે અપીલ કરી છે.

    અભિજીત દીપકેએ એક વીડિયો જાહેર કરીને જણાવ્યું કે તેઓ પોતે મહારાષ્ટ્ર સ્થિત પોતાના ગામ હિંગોળીથી આ પહેલની શરૂઆત કરશે અને ગામના સરપંચને મળીને સરકારી શાળાને વધુ સારી બનાવવાની વિનંતી કરશે. તેમણે ભારપૂર્વક કહ્યું, “આવનારી 15 ઓગસ્ટ આપણો 80મો સ્વતંત્રતા દિવસ છે, પરંતુ છેલ્લા 80 વર્ષોમાં જો કોઈ બાબતની સૌથી વધુ ઉપેક્ષા થઈ હોય તો તે આપણા ગામડાઓની સરકારી શાળાઓ છે. આપણે સંસદનું નવું ભવન બનાવ્યું, નવું પીએમ આવાસ બનાવ્યું, પણ ગામડાઓમાં નવી શાળાઓ કેમ ન બનાવી શક્યા? શું આપણે ખેડૂતો અને મજૂરોના બાળકોને દેશનું ભવિષ્ય નથી માનતા? આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં બાળકોને લાંબી મજલ કાપીને શાળાએ જવું પડે છે, જ્યાં પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ હોતી નથી, જેનાથી સૌથી વધુ હાલાકી વિદ્યાર્થીનીઓને ભોગવવી પડે છે.’

    આ અભિયાન અંતર્ગત CJPએ દેશભરના સરપંચોને પોતાના ગામની શાળાઓની સ્થિતિ સુધારવા માટે ખાસ અપીલ કરી છે, જેને ‘સરપંચ ચેલેન્જ’ નામ આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ જે પણ સરપંચ પોતાના ગામની શાળાની સ્થિતિમાં સુધારો કરશે, તેના કામની ‘પહેલા અને પછી’ (Before & After)ની તસવીરો CJP પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને તે સરપંચને જાહેરમાં ક્રેડિટ આપશે. દીપકેએ આશા વ્યક્ત કરી હતી કે આનાથી પ્રેરિત થઈને અન્ય સરપંચો પણ પોતાના ગામોમાં આવાં સકારાત્મક પગલાં ભરશે.

    CJPએ વાલીઓને પણ પોતાના બાળકોની શાળાની રૂબરૂ મુલાકાત લઈને વીજળી, સ્વચ્છ પાણી, ચાલુ હાલતમાં શૌચાલય અને મિડ-ડે મીલ જેવી સુવિધાઓની તપાસ કરવા કહ્યું છે. જો શાળામાં સુવિધાઓનો અભાવ હોય, તો તેનો વીડિયો બનાવવાની અપીલ કરવામાં આવી છે. આ માટે CJP ટૂંક સમયમાં એક ફોર્મ જાહેર કરશે, જેને ડાઉનલોડ અને પ્રિન્ટ કરીને વાલીઓ શાળાઓની ખામીઓની વિગતો નોંધાવી શકશે. આ ફોર્મ અને વીડિયો પુરાવા ઈમેલ (contact@cockroachjantaparty.org) દ્વારા મોકલી શકાશે.

    ઉલ્લેખનીય છે કે, CJPએ હાલમાં જ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ સામે દિલ્હીના જંતર-મંતર પર 36 દિવસ સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તત્કાલીન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ 25 જુલાઈના રોજ આ આંદોલન સમેટી લેવાયું હતું. તાજેતરમાં છત્રપતિ સંભાજીનગરમાં યોજાયેલી બે દિવસીય બેઠકમાં CJPએ સીધી ચૂંટણી રાજનીતિમાં ઊતરવાને બદલે એક ‘યુવા આંદોલન’ તરીકે જનહિતના મુદ્દાઓ પર કામ કરવાનો નિર્ણય લીધો હતો.

    Cockroach Janata Party
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleકોલસા Scam: સ્વ. મનમોહન સિંહને ક્લિનચીટ
    Next Article Himachal Pradeshમાં મેઘતાંડવ: અત્યાર સુધીમાં 157ના મોત, 257 ગુમ! 259 રસ્તા બંધ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026
    રાષ્ટ્રીય

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    રાષ્ટ્રીય

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026
    રાષ્ટ્રીય

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026
    રાષ્ટ્રીય

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,420
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,470
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,240
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-08-2026 23:15
    Categories
    Latest News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Search
    Main News

    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.