બેંક યુનિયનો તરફથી પાંચ દિવસ બેંકિંગ વર્કિંગ લાગુ કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને હડતાળનું આહ્વાન કરાયું
New Delhi તા.૨૬
સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં બેંક ગ્રાહકોની મુશ્કેલીઓ વધી શકે છે. બેંક યુનિયનોએ ૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે. આ પહેલા ૨૬ સપ્ટેમ્બરે મહિનાનો ચોથો શનિવાર હોવાને કારણે બેંકો બંધ રહેશે. તો બીજી તરફ ૨૭ સપ્ટેમ્બરે રવિવાર હોવા છતાં બેંકો ખુલ્લી રહેશે. આવી સ્થિતિમાં ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી સતત ત્રણ દિવસ બેંક શાખાઓમાં કામગીરી પ્રભાવિત રહેશે.
બેંક યુનિયનો તરફથી પાંચ દિવસ બેંકિંગ વર્કિંગ લાગુ કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસની હડતાળ દરમિયાન બેંક શાખાઓમાં કેશ જમા-ઉપાડ, ચેક ક્લિયરન્સ અને અન્ય સેવાઓ પ્રભાવિત થવાની આશંકા છે. જે ગ્રાહકોએ શાખામાં જઈને બેંકિંગને લગતા કામ કરાવવાના છે, તેમને પરેશાની થઈ શકે છે.
બેંક તરફથી ગ્રાહકોને સતત મેસેજ મોકલીને ૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરે બેંક બંધ રહેવાની માહિતી આપવામાં આવી રહી છે. ગ્રાહકોને કહેવામાં આવી રહ્યું છે કે જો કોઈ જરૂરી બેંકિંગ કામ હોય તો તેને હડતાળ પહેલા જ પૂરું કરી લે.
ખાસ કરીને રોકડ ઉપાડવા, ચેક જમા કરવા અને શાખા સાથે જોડાયેલા બીજા જરૂરી કામ પહેલા જ પતાવવાની સલાહ આપવામાં આવી રહી છે.
હડતાળ દરમિયાન ડિજિટલ બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ રહેશે. ગ્રાહકો ેૈંઁં, ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને છ્સ્ જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકશે. જોકે હડતાળના કારણે બેંકિંગ વ્યવસ્થા પર પરોક્ષ અસર પડી શકે છે. ચેક ક્લિયરન્સ અને શાખા સ્તરના બીજા કામોમાં વિલંબની સ્થિતિ બની શકે છે.
બેંકિંગ સેવાઓ પર સંભવિત અસરને જોતા સંબંધિત સ્તરે વૈકલ્પિક વ્યવસ્થા બનાવી રાખવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સાથે જ છ્સ્ માં પૂરતી રોકડ ઉપલબ્ધ રાખવાની તૈયારી કરવામાં આવી રહી છે, જેથી હડતાળ દરમિયાન ગ્રાહકોને કેશની મુશ્કેલી ન પડે.
૨૭ સપ્ટેમ્બરના રોજ બેંકો ચાલુ રાખવાનો સરકારનો નિર્ણય ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને લાગુ પડે છે. રવિવારે શાખાઓ ખુલ્લી રાખવાનો આ આદેશ ખાનગી બેંકોને લાગુ પડતો નથી. તેથી, જો તમારે બેંકને લગતું કોઈ કામ કરવાનું હોય, તો કૃપા કરીને તમારી સંબંધિત બેંકની સૂચનાઓ ચોક્કસ તપાસી લેવી.

