New Delhi,તા.31
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેની ઉતરાખંડના હલ્દાની રેલી બાદ ભાજપે કરેલા શુદ્ધીકરણ મુદે ફરિયાદ નોંધવા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલી માંગમાં વિવાદ કોંગ્રેસને બુમરેંગ થઈ રહ્યો છે.
રાહુલ ગાંધીએ આ શુદ્ધીકરણને દલીત વિરોધી દર્શાવી તે મુદો ચગાવ્યો છે તથા શુદ્ધીકરણ કરનારા સામે ફરિયાદ નોંધવા માંગ કરી છે પણ હવે હલ્દાનીમાં રાહુલ ગાંધી પર એસટી-એસસી એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
એસસી સમુદાય સાથે સંકળાયેલા અમીતકુમારે આરોપ મુકયો કે મેદાનની સામાન્ય સાફસુફીને વિપક્ષના નેતાએ દલિત વિરોધી તથા અસ્પૃશ્યતાનો મુદો બનાવી દીધો છે. ફરિયાદી શ્રી રામ ધર્માર્ધ સેવા સમીતીના સભ્ય છે.
તેઓએજ હલ્દાનીના રામલીલા મેદાનમાં ખડગેની રેલી બાદ શુદ્ધીકરણ કર્યુ હતું. નૈનીતાલના એસપી ટી.સી.મંજુનાથે જણાવ્યું કે આરોપો સાબીત કરવા મુદે તમામ આવશ્યક પુરાવા સુપ્રત થયા બાદ એફઆરઆઈ નોંધાઈ છે.
રાહુલ ગાંધી આ શુદ્ધીકરણ અનેક મંચ પર ઉઠાવી રહ્યા છે અને તે મુદે ફરિયાદ નોંધાતી નથી તેવો આક્ષેપ કરી ભાજપની માનસીકતા દલિત વિરોધી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. આ અંગે તા.29ના દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં પણ આ મુદો ઉઠાવ્યો હતો તથા આ શુદ્ધીકરણને અસ્પૃશ્યતા-છુઆછૂત સાથે જોડી દીધો છે.
ફરિયાદીનો દાવો છે કે આ સફાઈ જેને રાહુલ ગાંધી શુદ્ધીકરણ ગણાવે છે. તેઓએ ભાગ લીધો હતો. તેઓ દાવો કરતા ઉમેર્યુ કે આ કોઈ અસ્પૃશ્યતા નથી પણ વિપક્ષના તેમાં વાસ્તવમાં દલિત સમુદાયને અપમાનીત કરી રહ્યા છે તથા સમગ્ર તથ્યને ખોટી રીતે રજુ કરી રહ્યા છે તથા તેનાથી સમાજના વર્ગો વચ્ચે દુશ્મની, નફરતને વેગ આપી રહ્યા છે તથા શાંતિ-સુરક્ષા પણ જોખમાશે.
ફરિયાદીનો દાવો છે કે કોંગ્રેસની રેલી બાદ મેદાનમાં ગંદકી તથા શરાબની બોટલો મળી હતી તેથી આ સફાઈ તાત્કાલીક કરવી જરૂરી હતી તથા અન્ય કાર્યક્રમોનું આયોજન હતું તેથી અહી પાણીનો છંટકાવ થયો હતો.

