Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah
    • જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે
    • Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો
    • કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો
    • Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી
    • ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા
    • હવામાં ૩૦૦ ફુટ નીચે ઉતરી જનારી ફ્લાઇટના મુખ્ય પાયલટે ગાંજો પીધો હતો : રિપોર્ટ
    • Noida International Airport માં થોડાક જ વરસાદમાં પાણી ભરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar તાલુકાના ધુતારપર ગામના ખેડૂત સાથે રૂ.૨૩ લાખની છેતરપિંડીની ફરિયાદ
    જામનગર

    Jamnagar તાલુકાના ધુતારપર ગામના ખેડૂત સાથે રૂ.૨૩ લાખની છેતરપિંડીની ફરિયાદ

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026Updated:August 12, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બેંકમાંથી ખેતી ધિરાણના રૂ.૨૦ લાખ તથા પત્નીના ખાતામાંથી રૂ.૩ લાખ ઉપાડી લીધાનો બેન્ક ઓફ બરોડાના કર્મચારી સામે આક્ષેપ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૧

    ધુતારપર ગામના એક ખેડૂતે પોતાની ખેતીની જમીન ઉપર બેંકમાંથી મંજૂર થયેલા રૂ.૨૦ લાખના ધિરાણની રકમ તથા પત્નીના બેંક ખાતામાંથી આશરે રૂ.૩ લાખ મળી કુલ રૂ.૨૩ લાખની રકમ તેની જાણ બહાર ઉપાડી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.

    ધુતારપર ગામના પરસોતમભાઈ ચનાભાઈ લીંબાસીયા (ઉં.વ.૫૧)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની ધુતારપર ગામે કુલ આશરે ૮૦ વીઘા ખેતીની જમીન આવેલી છે. જેમાં નવા સર્વે નં.૧૧૧૭ની ૨૦ વીઘા જમીન તેમના નામે તથા સર્વે નં.૭૦૫ની ૪૦ વીઘા જમીન તેમના તથા તેમના માતા ઉજીબેન ચનાભાઈના નામે છે. વર્ષ ૨૦૨૪માં ખેતીની જમીન ઉપર ધિરાણ લેવા માટે તેઓ ધુતારપર ગામની બેંક ઓફ બરોડા શાખામાં ગયા હતા.

    ફરિયાદ મુજબ, તા.૧૩ નવેમ્બર ૨૦૨૪ના રોજ બેંક મેનેજરને મળીને બંને સર્વે નંબરની જમીન ઉપર રૂ.૧૦-૧૦ લાખ મળી કુલ રૂ.૨૦ લાખનું ધિરાણ લેવાની વાત કરી હતી. બેંક સ્ટાફ દ્વારા જરૂરી કાગળોની ફાઇલ તૈયાર કરવામાં આવી હતી અને અલગ-અલગ કાગળો ઉપર સહીઓ લેવામાં આવી હતી. ત્યારબાદ રૂ.૨૦ લાખનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું હતું.

    ફરિયાદીનો આક્ષેપ છે કે, બેંકનો સમય પૂરો થઈ જતાં બેન્ક ના (કેશિયર) કર્મચારી દિપેનભાઈ કુછડીયાએ બીજા દિવસે બેંકમાંથી રૂ.૨૦ લાખ લઈ જવા જણાવ્યું હતું. બીજા દિવસે બેંકમાં જતાં દિપેનભાઈએ તેમના બચત ખાતામાં રૂપિયા જમા થઈ ગયા હોવાનું, પરંતુ બેંકમાં કનેક્ટિવિટી ન હોવાથી રકમ ઉપડી શકતી ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કનેક્ટિવિટી શરૂ થાય ત્યારે ફોન કરવાની વાત કરી હતી. પરિવારજનોના મરણ પ્રસંગમાં રોકાયેલા હોવાથી ફરિયાદી થોડા દિવસ બેંક જઈ શક્યા ન હતા. દરમિયાન દિપેનભાઈને ફોન કરતાં તેઓ અલગ-અલગ બહાના બતાવતા રહ્યા હતા.

    શંકા જતાં ફરિયાદીએ બેંકમાં તપાસ કરતાં તેમના તથા તેમના માતાના ખાતામાંથી રૂ.૧૦-૧૦ લાખ મળી કુલ રૂ.૨૦ લાખ ઉપડી ગયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે બેંક મેનેજર પાસેથી યોગ્ય જવાબ ન મળ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

    આ ઉપરાંત ફરિયાદીએ જણાવ્યું છે કે, તેમની પત્ની જ્યોત્સનાબેનનું પણ ધુતારપરની બેંક ઓફ બરોડા શાખામાં બચત ખાતું છે. ફરિયાદીને ચેક ભરતા આવડતું ન હોવાથી અગાઉ તેઓ બેન્ક ના સ્ટાફ દિપેનભાઈ કુછડીયાને પત્નીની ચેકબુક આપતા અને પોતે જણાવે તેટલી રકમનો ચેક ભરી બેંકમાંથી રકમ ઉપાડી આપતા હતા. બાદમાં પત્નીના ખાતાની તપાસ કરતાં તેમની જાણ બહાર આશરે રૂ.૩ લાખ ઉપડી ગયેલા હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદીના આક્ષેપ મુજબ, દિપેનભાઈએ પત્નીની સહીવાળો ચેક પોતાની પાસે રાખી લઈ તેમાં રકમ ભરી રૂપિયા ઉપાડી લીધા હતા.

    આમ, પોતાની તથા માતાની ખેતીની જમીન ઉપર મંજૂર થયેલા રૂ.૨૦ લાખના ધિરાણમાંથી રકમ અને પત્નીના ખાતામાંથી આશરે રૂ.૩ લાખ મળી કુલ રૂ.૨૩ લાખની રકમ પોતાની જાણ બહાર ઉપાડી લઈ દિપેનભાઈ કુછડીયા, રહે. લક્ષ્મીપાર્ક, જામનગર દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરાઈ હોવાનો આક્ષેપ કરી પરસોતમભાઈ લીંબાસીયાએ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar જિલ્લામાં જુગારના ત્રણ દરોડાઃ ૧૨ શખ્સો ઝડપાયા, ચાર મહિલાઓનો સમાવેશ; રૂ. ૧૭,૬૧૦નો મુદ્દામાલ કબજે
    Next Article Sri Lankaમાં વિપક્ષી નેતા સાગર કરિયાવાસમની ધરપકડ, પોલીસ વડાને ધમકી આપવાનો આરોપ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    રાજ્યમાં બીજા નંબર સાથે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કના સર્વેમાં જામનગરની મેડિકલ કોલેજને ૪૭મુ સ્થાન મળ્યુ

    August 12, 2026
    જામનગર

    Jamnagar: યુવતી સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    August 12, 2026
    જામનગર

    Jamnagar: મોટી ખાવડીમાં રોઝલીના સ્પામાં દારૂની બોટલ મળી આવતાં મેનેજરની અટકાયત

    August 12, 2026
    જામનગર

    Jamnagar: વિકાસને વેગ આપવા રાજ્ય સરકારની રૂ. ૧૦૫ કરોડની ફાળવણી

    August 12, 2026
    જામનગર

    Jamnagar: ઉછીના રૂપિયા માંગતા યુવક પર ઝાડની ડાળથી હુમલો

    August 12, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખૂંટિયાએ ઢીક મારતાં ઓડિશાના શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ

    August 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,650
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,680
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,040
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-08-2026 03:26
    Categories
    Latest News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Search
    Main News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.