Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    July 22, 2026

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
    • Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
    • Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
    • Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
    • Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
    • Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
    • Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
    • Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Congress નેતા સોનિયા-રાહુલ ગાંધીએ ગુનામાંથી ૧૪૨ કરોડ રૂપિયા કમાયા, ઈડીનો કોર્ટમાં દાવો
    રાષ્ટ્રીય

    Congress નેતા સોનિયા-રાહુલ ગાંધીએ ગુનામાંથી ૧૪૨ કરોડ રૂપિયા કમાયા, ઈડીનો કોર્ટમાં દાવો

    Vikram RavalBy Vikram RavalMay 22, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.22

    નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ૧૪૨ કરોડ રૂપિયાની ગુનાહિત આવકનો કથિત રીતે લાભ મેળવ્યો છે, એમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ બુધવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં જણાવ્યું હતું. કોર્ટે આ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા અને અન્ય લોકોને નોટિસ ફટકારી છે. ઈડીના ખાસ વકીલ ઝોહેબ હુસૈને દલીલ કરી હતી કે ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મેળવેલી કોઈપણ મિલકત ગુનાની આવક તરીકે લાયક ઠરે છે. આમાં ફક્ત સુનિશ્ચિત ગુનાઓમાંથી મળેલી મિલકતોનો જ સમાવેશ થતો નથી, પરંતુ તે મિલકતો સાથે જોડાયેલી આવકનો પણ સમાવેશ થાય છે.

    ઈડીના ખાસ ફરિયાદી ઝોહેબ હુસૈને દાવો કર્યો હતો કે આરોપીઓને મળેલી ૧૪૨ કરોડ રૂપિયાની ભાડાની આવકને ગુનાની આવક તરીકે ગણવી જોઈએ. તેમણે કહ્યું કે સોનિયા અને રાહુલ ગાંધી, જેમની પાસે યંગ ઈન્ડિયનમાં સામૂહિક રીતે ૭૬% હિસ્સો છે, તેઓ વિશ્વાસઘાતમાં સામેલ હતા. ઈડી અનુસાર, યંગ ઈન્ડિયનએ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ પાસેથી માત્ર ૫૦ લાખ રૂપિયામાં ૯૦.૨૫ કરોડ રૂપિયાની સંપત્તિ ખરીદી હતી.

    ગયા મહિને દાખલ કરાયેલી ચાર્જશીટમાં, ઈડીએ સોનિયા, રાહુલ અને અન્ય ઘણા લોકો પર ૯૮૮ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો હતો. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની અનેક કલમો હેઠળ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટમાં, કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને આરોપી નંબર ૧ બનાવવામાં આવ્યા છે, જ્યારે તેમના પુત્ર રાહુલ ગાંધી, જે લોકસભામાં વિરોધ પક્ષના નેતા પણ છે, તેમને આરોપી નંબર ૨ બનાવવામાં આવ્યા છે.

    તેની ચાર્જશીટમાં, કેન્દ્રીય એજન્સીએ તેના આરોપોને સાબિત કરવા માટે આવકવેરા વિભાગના ૨૦૧૭ ના આકારણી આદેશ પર આધાર રાખ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના અગ્રણી સભ્યોએ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ અને યંગ ઈન્ડિયનના મુખ્ય અધિકારીઓ સાથે મળીને એજેએલની મિલકતો પર નિયંત્રણ મેળવવા માટે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું, જેની કિંમત આશરે રૂ. ૨,૦૦૦ કરોડ હોવાનું માનવામાં આવે છે. નોંધનીય છે કે એજેએલ એક અનલિસ્ટેડ પબ્લિક કંપની છે, જે ઐતિહાસિક રીતે નેશનલ હેરાલ્ડ અખબારના પ્રકાશન સાથે સંકળાયેલી છે.

    નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના ૧૯૩૮માં ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી. આ અખબાર સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન કોંગ્રેસ પાર્ટીનું મુખપત્ર બન્યું. તે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું, જેની સ્થાપના ૧૯૩૭માં થઈ હતી.એજેએલ પાસે દિલ્હી, મુંબઈ, લખનૌ અને અન્ય શહેરોમાં ઘણી અત્યંત મોંઘી મિલકતો હતી, જે તેને સરકારી છૂટછાટો પર મળી હતી. સમય જતાં, નાણાકીય મુશ્કેલીઓ અને નુકસાનને કારણે ૨૦૦૮ માં અખબારનું પ્રકાશન બંધ થઈ ગયું. તે સમયે,એજેએલ પર કોંગ્રેસ પાર્ટીનું ૯૦ કરોડ રૂપિયાથી વધુનું દેવું હતું. ભાજપના વરિષ્ઠ નેતા અને વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ દિલ્હીની એક કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે ગાંધી પરિવારે યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા એજેએલની મિલકતો કપટથી હસ્તગત કરી હતી. તેમના મતે, આ સમગ્ર પ્રક્રિયા ગેરકાયદેસર હતી અને તેનો હેતુ ૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિનો કબજો લેવાનો હતો.

    એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ જણાવ્યું હતું કે ફરિયાદ એક અધિકૃત અધિકારી દ્વારા દાખલ કરવામાં આવી હતી. દલીલ કરતી વખતે રાજુએ કહ્યું કે સોનિયા ગાંધી આ કેસમાં પ્રથમ આરોપી છે જ્યારે રાહુલ ગાંધીને બીજા આરોપી બનાવવામાં આવ્યા છે. આ સાથે કુલ ૭ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સુમન દુબે, સેમ પિત્રોડા, યંગ ઇન્ડિયન, ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડ અને સુનિલ ભંડારીને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

    આ બધા આરોપીઓ પર એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની ૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની મિલકતો ગેરકાયદેસર રીતે હસ્તગત કરીને મની લોન્ડરિંગમાં સામેલ હોવાનો આરોપ છે. સોનિયા અને રાહુલ યંગ ઇન્ડિયનના શેરધારકો છે. બંને પાસે ૩૮-૩૮ ટકા શેર છે.

    અગાઉ ૮ મેના રોજ, કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસની સુનાવણી મુલતવી રાખી હતી અને તેની નવી તારીખ ૨૧ અને ૨૨ મે નક્કી કરી હતી. અગાઉ ૨ મેના રોજ, કોર્ટે આ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ ફટકારી હતી. ત્યારબાદ ન્યાયાધીશ ગોગણેએ ઈડ્ઢની દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે અગાઉના આદેશ મુજબ, તમામ આરોપીઓને નોટિસ જારી કરવામાં આવી છે.ત્યારબાદ ન્યાયાધીશે ઉમેર્યું, “કહેવાય છે કે આજે જ પ્રસ્તાવિત આરોપી ૪ (સેમ પિત્રોડા) ને તેમના વૈકલ્પિક ઇમેઇલ આઈડી પર નોટિસ મોકલવામાં આવી છે; તેથી, આગામી સુનાવણીની તારીખે તેના પર દલીલો સાંભળવી યોગ્ય રહેશે.”

    કોર્ટે કહ્યું, “સુબ્રમણ્યમ સ્વામી, જેઓ આ કેસ સંબંધિત કાર્યવાહીમાં મુખ્ય ફરિયાદી છે, તેમણે તેમની હાજરીનો ઉલ્લેખ કર્યો છે અને જણાવ્યું છે કે હાલની ફરિયાદ અને દસ્તાવેજોની નકલ પૂરી પાડવા માટે તેમના દ્વારા અરજી દાખલ કરવામાં આવશે.”

    કોર્ટે મહિનાની શરૂઆતમાં જ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ ફટકારી દીધી હતી. આ સાથે, કોંગ્રેસના નેતાઓ સેમ પિત્રોડા અને સુમન દુબે, યંગ ઈન્ડિયન, ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડ અને સુનીલ ભંડારીને પણ નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારે ન્યાયાધીશે કહ્યું હતું કે ચાર્જશીટની નોંધ લેતી વખતે, સોનિયા અને રાહુલને પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર છે. આ કેસમાં ચાર્જશીટ મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટની કલમ ૩ (મની લોન્ડરિંગ) અને ૪ (મની લોન્ડરિંગ માટે સજા) હેઠળ દાખલ કરવામાં આવી હતી. ૨૬ જૂન, ૨૦૧૪ ના રોજ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી ખાનગી ફરિયાદની નોંધ મેજિસ્ટ્રેટ કોર્ટે લીધા પછી, તાજેતરમાં ચાર્જશીટ દાખલ કરનાર તપાસ એજન્સી ઈડીએ ૨૦૨૧ માં તેની તપાસ શરૂ કરી.

    Congress leaders ED claims Rs 142 crore from crime Sonia-Rahul Gandhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleપાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે વિશ્વના દેશોએ એક થવું જોઈએ,Raghav Chadha
    Next Article વકીલો રજાઓ પર કામ કરવા માંગતા નથી, પરંતુ કેસોના બેકલોગ માટે ન્યાયતંત્ર જવાબદાર છે: CJI Gavai
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026
    રાષ્ટ્રીય

    IPL અને FEMA કેસમાં રાહત મળ્યા બાદ Lalit Modi ૧૬ વર્ષ પછી ભારત પરત ફરશે

    July 22, 2026
    રાષ્ટ્રીય

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026
    રાષ્ટ્રીય

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan

    July 22, 2026
    રાષ્ટ્રીય

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026
    રાષ્ટ્રીય

    ચીની સંરક્ષણ એટેચીએ ૧૨ ચીની ખલાસીઓને બચાવવા બદલ Indian Army પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

    July 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,110
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,349
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹185,756
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-07-2026 00:43
    Categories
    Latest News

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    July 22, 2026

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026

    Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું

    July 22, 2026

    Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે

    July 22, 2026

    Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી

    July 22, 2026
    Search
    Main News

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan

    July 22, 2026

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026

    માસ્ટરમાઇન્ડ Somendr Kankarane ની હરિદ્વારમાં સાત સાથીઓ સાથે ધરપકડ, ત્રણ વર્ષથી ફરાર

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    July 22, 2026

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.