Jasdan તા.16
કમળપુરમા પી.જી.વી. સી. એલ. સબ-ડીવી. મંજૂર કરો ભીખાભાઈ બાંભણીયાની ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી છે. જસદણ વિંછીયાના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ ભીમજીભાઇ બાંભણીયા એ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ તથા પીજીવીસીએલ કચેરી રાજકોટના એમડી ને લેખિત પત્ર પાઠવતા જણાવ્યું છે .
રાજકોટ જિલ્લાના જસદણુ તાલુકાના કમળાપુર ગામની આજુબાજુના અંદાજે 10 થી 12 ગામના ખેડૂતોને ખેતીવાડી વીજ પુરવઠો તેમજ વીજળીને લગતી કોઈપણ પ્રકારની ફરીયાદ કરવા કે રજૂઆત માટે જસદણથી અણળ આટકોટ ગામે સબ ડીવી. ઓફિસે 20 થી 25 કિ.મી -દૂર જવું પડે છે. આટકોટ દૂર થતું હોવાથી આવવા જવામાં ખેડૂતો માટે કમળાપુર ગામે સબ-ડીવી. ઑફિસ ખોલવા મંજુરી આપવામાં આવે તો કમળાપુરની આજુબાજુના 10 થી 12 ગામન્ય લાભ મળે યોગ્ય કરવા એમડી ઉર્જા મંત્રી ભીખાભાઈ બાંભણિયાએ કરી રજૂઆત કરી છે

