Mumbai,તા.22
અમેરિકા-ઇરાન વચ્ચેના યુધ્ધમાં ડોનાલ્ડ ટ્રમ્પે યુધ્ધ વિરામ લંબાવવાની જાહેરાત કરી રહી હોવા છતાં શેરબજારમાં 800 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. સેન્સેકસ 554 પોઇન્ટ ઘટીને 78718 સાંપડયો હતો જે ઉંચામાં 79031 તથા નીચામાં 78442 થયો હતો.
નિફટી 148 પોઇન્ટ તુટીને 24427 હતો. ઇરાને યુધ્ધ વિરામ ફગાવ્યુ હોવાથી આવતા દિવસોમાં હજુ અનિશ્ચિતતા રહેવાની ભીતિના કારણે માર્કેટમાં સાવચેતી હતી. બીજી તરફ કરન્સી માર્કેટમાં ડોલર સામે વધુ 25 પૈસા ઘટીને 93.74 હતો.
બ્રેન્ટ ક્રુડ તેલ 97.25 ડોલર તથા ડબલ્યુટીઆઇ ક્રુડ 88.43 ડોલર હતું. સોના-ચાંદીમાં તેજી હતી. વિશ્વ બજારમાં સોનુ 44 ડોલર વધીને 4765 ડોલર હતું. ભારતમાં કોમોડીટી વાયદામાં 1625 રૂપિયા વધીને 1,53,295 હતું.

