Caracas,તા.25
સાઉથ અમેરિકન દેશ વેનેઝુએલામાં સ્થાનિક સમય મુજબ ગઈકાલે સાંજે ફરી 39 સેકન્ડના અંતરમાં ભૂકંપના બે શક્તિશાળી આંચકાથી રાજધાની કારાકાસ સહિતના ક્ષેત્રમાં ભારે તબાહી થઈ છે અને 10000થી વધુ લોકોના મોત થયા છે.
છેલ્લા 126 વર્ષના આ સૌથી વિનાશક ભૂકંપનો પ્રથમ આંચકો સાંજે 6 વાગ્યે 4 મીનીટ અને 33 સેકન્ડે નોંધાયા જે 7.2 ની તિવ્રતાનો હતો અને વિનાશ શરૂ થયો તેના 39 સેકન્ડમાંજ 6 વાગ્યા પાંચ મીનીટ અને 11 સેકન્ડે વધુ શક્તિશાળી 7.5ની તિવ્રતાનો વધુ એક આંચકો નોંધાયો હતો.
જેના કારણે અભૂતપૂર્વ વિનાશની સ્થિતિ બની હતી. રાજયની કારકાસના અલ્તામીરામાં સૌથી વધુ ઈમારતો ઢળી પડી છે અને સૌથી વધુ જાનહાની થઈ છે અને મૃત્યુઆંક 10000થી વધી શકે છે. ભૂકંપ બાદ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ રોડ્રીગેઝે દેશમાં કટોકટી જાહેર કરી છે.
આ ભૂકંપનું ભૂમિબિન્દુ જે 7.2 તથા 7.5ની તિવ્રતાનો હતો તે કેરેબીયન તટ સ્થિત મોરોન શહેરના પશ્ચીમમાં અને રાજધાની કારાકાસથી 168 કીમી દુર જમીનમાં 13 કીમી અંદર નોંધાયુ છે. જેની અસર પેસીફીક સમુદ્રમાં પ્લુટો ટીકા તથા વર્જીન દ્વીપ સમુહમાં સુનામીની ચેતવણી જાહેર થઈ છે.
આ ભૂકંપની અત્યંત તીવ્ર અસર રાજધાની કારાકાસમાં સૌથી વધુ જોવા મળી હતી જયાં સેંકડો બહુમાળી ઈમારતો ધસી પડી છે તથા તેની અંદર હજું સેંકડો લોકો ફસાયા છે અને અમેરિકી ભૂકંપ કેન્દ્રએ મૃત્યુઆંક 1 લાખ સુધી જઈ શકે તેવી આશંકા વ્યક્ત કરી છે.
ઈમારતો તુટી પડતા ઓફિસ, ઘરોના ફર્નીચર, સામાન માર્ગ પર વિખરાયેલા જોવા મળ્યા હતા તથા બસો-ટ્રેનો પણ થંભી ગઈ હતી. લોકો ગભરાઈને ઘરો-ઓફિસની બહાર નીકળી રહ્યા હતા તે સમયે તેઓ ધસી પડતી ઈમારતોમાં ફસાયા છે.
અનેક ઈમારતો હજુ ઝુલી રહી છે જેમાં પણ લોકો ફસાયા છે. વેનેઝુએલાના ગૃહમંત્રી ડિપાસદાદોએ આ ભૂકંપની અસર દેશના અનેક રાજયોમાં જોવા મળી હતી. જોગાનુજોગ નરિનમાંજ આજદિને (ગઈકાલ) સ્પેનથી વેનેઝુએલાને આઝાદી મળી હતી અને જાહેર રજાનો દિવસ હતો તે સમયે સાંજના લોકો બહુમાળી ઈમારતોના રેસ્ટોરા-શોપીંગ મોલમાં હતા તેથી ભૂકંપ બાદ આ ઈમારતોના કાટમાળમાં પણ મોટા પાયે લોકો દબાયા હોવાના અહેવાલ છે.
કારાવાસ સહિતના દેશના એરપોર્ટને પણ ભારે નુકશાન થયું છે. આ વિનાશકારી ભૂકંપ બાદ લોકો સડકો પર દોડતા અને સલામત થતા જોવા મળ્યા હતા અને અહી વિજળી સંદેશાવ્યવહાર સેવાને પણ મોટી અસર થઈ છે. કારાવાસના અલ્તમીરામાં એક 22 માળની ઈમારત સંપૂર્ણ ધ્વંશ થઈ છે. રાહત બચાવ કાર્ય ચાલુ છે.
પ્લુટોરીકા-વર્જીન આઈલેન્ડમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયુ
કારાકાસઃ વેનેઝુએલામાં આવેલા ભૂકંપના કારણે અમેરિકન એજન્સીએ પેસેફીક સમુદ્ર ક્ષેત્રના વર્જીન આઈલેન્ડ તથા પ્લુટોરીકા માટે સુનામી એલર્ટ જાહેર કર્યુ છે. જો કે થોડો સમય બાદ તે એલર્ટ પાછુ ખેચી લેવામાં આવ્યુ હતું.
ફકત 38 સેકન્ડમાં બે શક્તિશાળી આંચકા
અમેરિકી ભૂકંપ કેન્દ્રના જણાવ્યા મુજબ ગઈકાલે બુધવારે સાંજે વેનેઝુએલામાં ભૂકંપના બે આંચકા નોંધાયા છે. પ્રથમ આંચકો જે 7.2ની તિવ્રતાનો હતો તે સાંજે 6ઃ4ઃ33 સ્થાનિક સમયે નોંધાયો હતો. બીજો આંચકો 7.5ની તિવ્રતાના જે 6ઃ05ઃ11 સ્થાનિક સમયે નોંધાયો હતો.

