Veraval, તા.2
ગીર સોમનાથ જિલ્લાના ઉમરેઠીના રામજી મંદિર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછારની અધ્યક્ષતામાં ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
ગ્રામોત્થાન યોજના અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછાર ની અધ્યક્ષતામાં ઉમરેઠી ખાતે ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરાયું હતું.
આ યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સૂત્રાપાડા, ગીરગઢડા સહિતના તાલુકાઓના 19 ગ્રામ પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રી આવાસોના ખાતમુહૂર્ત પણ કરાયાં હતાં.
જ્યારે રામજી મંદિર ખાતેથી વેરાવળ તાલુકાના હસ્નાવદર, લૂંભા, સોનારિયા, દેદા, સૂત્રાપાડા તાલુકાના આણંદપરા, કણજોતર, વાવડીસુત્રા, ખાંભા, નવાગામ, ભૂવાટીંબી, થોરડી, તાલાલા તાલુકાના રાયડી, જાવંત્રી, ઉમરેઠી, સેમરવાવ, કોડીનાર તાલુકાના જિથલા, ગીરગઢડા તાલુકાના ભિયા, મહોબતપરા, પાણખાણ ગ્રામ પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રી આવાસોના ખાતમુહૂર્ત કરાયાં હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ ખાતેથી રાજ્યના વિવિધ જિલ્લાઓના 2,666 ગ્રામ પંચાયતો નું ઈ-ખાતમુહૂર્ત અને 114 ગામોમાં ગ્રામોત્થાન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉમરેઠી ખાતે ઉપસ્થિત તમામ ગ્રામજનોએ આ કાર્યક્રમનું જિવંત પ્રસારણ નિહાળ્યું હતું.
ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી આવકાર્યાં હતાં.

