ઓછો અને અનિયમિત વરસાદનું જોખમઃ જિલ્લા કક્ષાએ તૈયારી થશે
Rajkot તા.10
અલનીનોના કારણે કૃષી મંત્રાલયે જે 197 જિલ્લાઓને અલગ યાદીમાં મુકયા છે તેની પુરી યોજના હજુ જાહેર કરી નથી પરંતુ ભૂતકાળમાં અલનીનોની અસર અને વર્તમાન સ્થિતિ જોતા ગુજરાતમાં કચ્છ જિલ્લા ઉપરાંત રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી અને જુનાગઢમાં અલનીનોની અસર હેઠળ ઓછા વરસાદ પડી શકે છે તેવો અંદાજ છે.
આ ઉપરાંત ઉતર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓનો પણ સમાવેશ થયો હોવાના સંકેત છે. જેમાં ચોમાસુ મોડુ આવવુ અને અનિયમિત તથા ઓછો વરસાદનું જોખમ રહેલુ છે.

