Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

    April 24, 2026

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026

    Anthropic ના AI ટુલ માયથોસ સામે ભારતમાં એલર્ટ : નાણામંત્રીએ બેઠક બોલાવી

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી
    • `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?
    • Anthropic ના AI ટુલ માયથોસ સામે ભારતમાં એલર્ટ : નાણામંત્રીએ બેઠક બોલાવી
    • Mojtaba Khamenei ગંભીર રીતે દાઝયા છે : ચહેરાની પ્લાસ્ટીક સર્જરી જરૂરી
    • Israel-Lebanon વચ્ચે 3 અઠવાડિયા યુધ્ધ વિરામ લંબાયો
    • ભારતની સોલાર નિકાસ પર અમેરિકાએ 123 ટકા ટેરિફ લાદયા
    • Delhi સહિત અનેક રાજ્યોમાં હીટવેવ : સિઝનનો સૌથી ગરમ દિવસ; હજુ બે દિવસનું એલર્ટ
    • રોયલ ચેલેન્જર્સ બેંગલુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) આજે IPL માં ટકરાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…વેબસાઈટની નકલ
    લેખ

    તંત્રી લેખ…વેબસાઈટની નકલ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 26, 2025Updated:June 26, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સાઇબર ક્રાઈમને લઈને દેશની સર્વોચ્ચ અદાલતની ચિંતા સુખદ છે. સર્વોચ્ચ અદાલતની રજિસ્ટ્રીએ એક એડવાઇઝરી બહાર પાડી છે અને લોકોને એ કૌભાંડ વિશે ચેતવ્યા છે, જેમાં સાઇબર અપરાધી લોકોની અંગત માહિતી અને ગોપનીય ડેટા ચોરવા માટે સર્વોચ્ચ ન્યાયાલયના નામનો ઉપયોગ કરી રહ્યા હતા. આ કેટલી સંગીન વાત છે કે સાઇબર અપરાધીઓ સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટની પણ નકલ બનાવી ચૂક્યા છે અને તેના દ્વારા લોકોને ભરમાવવામાં આવે છે. સાઇબર અપરાધી લોકોને આ વેબસાઇટ દ્વારા વિવિધ પ્રકારના વ્યક્તિગત વિવરણ માંગે છે અને દેખીતું છે કે તેનો ઉપયોગ છેતરપિંડી માટે જ થાય છે. દેશમાં સર્વોચ્ચ ન્યાયલય પ્રત્યે લોકોમાં બહુ સન્માન અને વિશ્વાસની ભાવના છે. જો કોઈ ન્યાયાલયનું નામ ખરાબ કરવા માંગે છે તો તે અક્ષમ્ય અપરાધ છે. ન્યાયાલયની રજિસ્ટ્રીએ સલાહ આપી છે કે લોકો બહુ પરખ્યા બાદ જ કોઈ વેબસાઇટ સાથે જોડાય. સર્વોચ્ચ ન્યાયાલય ક્યારેય પણ કોઈ વ્યક્તિની કોઈ ગોપનીય માહિતી નથી માંગતી. સલાહ આપવામાં આવી છે કે લોકો કોઈપણ પ્રાપ્ત લિંકની પ્રામાણિકતાની ખરાઈ કર્યા વિના ના તો ક્લિક કરે કે ના તેને કોઈની સાથે શેર કરે.

    ન્યાયાલયના આ દિશાનિર્દેશનું અક્ષરશઃ પાલન થવું જોઇએ. દેશમાં લોકોને ફસાવવાની કોશિશ થતી જ રહે છે, જેને સાઇબર ભાષામાં ‘ફિશિંગ’ કહે છે, આ ફિશિંગ વિરુદ્‌ઘ પૂરતી કડકાઈ રાખવાની જરૂર છે. ખાસ કરીને જે પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય સંસ્થા છે, તેના નામ કે યુઆરએલ સાથે ભળતા કોઈપણ નામનું રજીસ્ટ્રેશન ન થવું જોઇએ. ડોમેન વેચનારી કોઈપણ કંપનીને સતર્ક કરવી જોઇએ કે ભળતા નામે કોઈપણ અપરાધી કોઈ વેબસાઇટ ન ખોલી શકે. આજે જો સર્વોચ્ચ ન્યાયાલયે દિશા-નિર્દેશ જારી કરવા પડ્યા છે, તો સ્થિતિની ગંભીરતા બદી જવાબદારી સરકારી સંસ્થાઓએ સમજવી જોઇએ. એક તો વેબસાઇટના ભળતા નામને મંજૂરી જ ન મળે અને જો કોઈ ચોરીથી એવી વેબસાઇટ બનાવી પણ લે તો તેને આકરો દંડ કરવો જોઇએ. કેટલીય સરકારી કે બિનસરકારી સંસ્થાઓનાં નામ અને વેબસાઇટની સચ્ચાઈ સુનિશ્ચિત કરતાં સાઇબર સેવાઓનો વિસ્તાર કરવો જોઇએ. જમતાડા અને મેવાત જેવા ક્ષેત્રોમાં બેસીને દેશ અને ઇન્ટરનેટ સેવાની વિશ્વસનીયતા સાથે રમત કરી રહેલા અપરાધીઓ પર સકંજો કસવો અનિવાર્ય છે. જો આવી છેતરપિંડી રોકવા માટે જવાબદાર સંસ્થાઓ યોગ્ય રીતે કામ કરતી હોત તો ન્યાયાલયે આજે દિશા-નિર્દેશ જારી કરવાની જરૂર ન પડતી. સાઇબર દુનિયામાં થી રહેલી લાખો રૂપિયાની ઠગાઈ અસલમાં દેશની કાયદો-વ્યવસ્થાને પડકાર છે. હાલમાં જ પુણેમાં સાઇબર ક્રાઇમ મામલે એક વ્યક્તિએ ૧૮ લાખ રૂપિયાથી વધુ ગુમાવી દીધા છે. સાઇબર મંચ પર કોઈપણ પ્રકારના ફંદામાં આવવાથી બચવા માટે લોકોને પ્રશિક્ષિત કરવા જોઇએ. જ્યારે બહુ ભણેલા-ગણેલા લોકો ઠગાઈ રહ્યા હોય તો બાકી લોકો માટે તો શું કહેવું? દાખલા તરીકે ઇસરો દ્વારા ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગથી ઇતિહાસ રચ્યાના એક દિવસ બાદ જ સરકારે ચેતવણી જારી કરવી પડી છે. ઇન્સ્ટાગ્રામ પર પ્રસિદ્‌ઘ ઇસરોની નકલ કરનારાં હેન્ડલ ઉપલબ્ધ છે. એવા કોણ લોકો છે જે પ્રતિષ્ઠિત સંસ્થાઓના નામે ફેક એકાઉન્ટ બનાવી રહ્યા છે? એવા લોકો વિરુદ્‌ઘ પ્રભાવી કાર્યવાહીની જરૂર છે.

    Editorial article
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    ધર્મનાં ચાર ચરણ છેઃ સત્ય, પવિત્રતા(શૌચ), દયા અને દાન

    April 23, 2026
    લેખ

    23 એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસ

    April 23, 2026
    લેખ

    ભારતની તાકાત અને દરેક વૈશ્વિક ભાગીદારીનું ભવિષ્ય – લોકશાહી, વસ્તી વિષયકતા અને કુશળ કાર્યબળનો સંગમ.

    April 23, 2026
    લેખ

    તંત્રી લેખ… હોર્મુઝ સ્ટ્રેટ કટોકટીમાં ભારત માટે તકો

    April 23, 2026
    લેખ

    ૫રસેવાની કમાણી ૫ર-સેવા માટે વ૫રાય તેનાથી ઉત્તમ કોઇ કાર્ય નથી

    April 22, 2026
    લેખ

    22 એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

    April 24, 2026

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026

    Anthropic ના AI ટુલ માયથોસ સામે ભારતમાં એલર્ટ : નાણામંત્રીએ બેઠક બોલાવી

    April 24, 2026

    Mojtaba Khamenei ગંભીર રીતે દાઝયા છે : ચહેરાની પ્લાસ્ટીક સર્જરી જરૂરી

    April 24, 2026

    Israel-Lebanon વચ્ચે 3 અઠવાડિયા યુધ્ધ વિરામ લંબાયો

    April 24, 2026

    ભારતની સોલાર નિકાસ પર અમેરિકાએ 123 ટકા ટેરિફ લાદયા

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

    April 24, 2026

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026

    Anthropic ના AI ટુલ માયથોસ સામે ભારતમાં એલર્ટ : નાણામંત્રીએ બેઠક બોલાવી

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.