બાંગ્લાદેશની આંતરિક દશા સતત કમજોર થઈ રહી છે. આર્થિક રૂપે પણ તે નબળું થઈ રહ્યું છે. મોહંમદ યુનૂસને ત્યાંની સેના સાથે સંબંધો ઠીક નથી. છાત્ર સંગઠનને કટ્ટરપંથી બનાવાઇ રહ્યા છે અને તેને સત્તા સુધી લઈ જવાની ચર્ચા છે. ભારત માટે આ બધો ચિંતાનો વિષય એટલા માટે છે, કારણ કે બાંગ્લાદેશ-મ્યાંમાર સીમા પર ભારત વિરોધી અભિયાનની ઝલક દેખાઈ રહી છે. અસલમાં આ બધું એક સુનિયોજિત રણનીતિનો હિસ્સો છે, જો લશ્કરી સમીકરણના વિભિન્ન પાસાંને એક સાથે જોડીને જોવામાં આવે તો. બાંગ્લાદેશ અને મ્યાંમારની સીમા માત્ર ૨૭૧ કિમીની છે, પરંતુ તે બહુ મહત્ત્વપૂર્ણ છે, વિશેષ કરીને ભારત માટે. ભારતના ઉત્તર-પૂર્વી રાજ્યોની સીમાો બંને દેશો સાથે જોડાય છે. મિઝોરમની સીમા બંને દેશોને મળે છે. મ્યાંમારના ત્રણ જિલ્લા જે અશાંત છે, આ જ સીમા પર આવેલા છે. બાંગ્લાદેશનું કોકસ બજાર બીજી તરફ છે. ભારતના ઊત્તર-પૂર્વી રાજ્યો સાથે પાંચ દેશોની સીમાઓ જોડાય છે, ચીન, ભુટાન, નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાંમાર. બધું જ ચીનના ઇશારે કરવાની તૈયારી છે.
પહેલગામ આતંકી હુમલા અને બાદના સમીકરણોને જોતાં ચીન માટે બહુ આસાન હતું કે વિમર્શને પશ્ચિમી સીમાથી હટાવીને પૂર્વી સીમા સુધી ખેંચવામાં આવે. ચીનની દાનત ભારતને યુદ્ઘ જેવી સ્થિતિમાં ઘેરવાની રહી છે. ભારતે પોતાની શક્તિ અને કુશળ કૂટનીતિ દ્વારા પહેલગામ આતંકી હુમલાનો બદલો પણ લીધો અને ફરીથી પોતાની આર્થિક વિકાસની ગતિ તેજ કરવાની શરૂઆત પણ કરી દીધી. યુદ્ઘની સતર્કતા અને આર્થિક માપદંડ એક સાથે આગળ વધતા દેખાવા લાગ્યા. બાહ્ય તાકાતોને એ બધું ખટકવા લાગ્યું, ખાસ કરીને ચીનને. તેથી ચીન પાકિસ્તાનની મદદથી ભારતના ઉત્ત-પૂર્વ સીમા પર ભારત વિરોધી ટીમ બનાવવા લાગ્યું છે, જેમાં બાંગ્લાદેશની કઠપૂતળી સરકાર મોહરું બની રહી છ અને સ્ટુડન્ટ્સ વિંગને ભારત વિરુદ્ઘ તૈયાર કરી રહી છે. સંસાધન ચીન દ્વારા મોકલાઈ રહ્યા છે, ટ્રેનિગ પાકિસ્તાન દ્વારા અપાઈ રહી છે અને જમીન બાંગ્લાદેશ અને મ્યાંમારની પ્રયોગ કરાય છે. આજે દુનિયાની નજરો ભારતની પશ્ચિમી સીમા પર છે, ચર્ચા કાશ્મીરની થઈ રહી છે, પરંતુ મંચ પૂર્વ સીમા પર તૈયાર કરાઈ રહ્યો છે. તેથી તે ભારત માટે ચિંતાનો વિષય છે. રાજકીય અસ્થિરતા અને સામાજિક અસંતોષના વધતા પ્રભાવે કેટલાય છાત્ર સંગઠનોને હિંસક ગતિવિધિઓ માટે પ્રેરિત કર્યા.
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ બાંગ્લાદેશમાં ગતિવિધિઓ વધારી દીધી છે, જેનાથી ભારતની પૂર્વોત્તર સીમા પર ખતરો વધી ગયો છે. આઇએસઆઇ બ ાંગ્લાદેશને આતંકી ગતિવિધિઓ માટે લોન્ચપેડ રૂપે ઉપયોગ કરવાની કોશિશ કરી રહી છે. બાંગ્લાદેશની પાકિસ્તાન અને ચીન સાથે વધતી નજદિકીઓએ ભારત માટે રણનીતિક પડકારો પેદા કર્યા છે. આ ત્રિકોણીય ગઠબંધન ભારતની ક્ષેત્રીય સ્થિતિને કમજોર કરી શકે છે. મ્યાંમારમાં ચાલી રહેલા ગૃહયુદ્ઘ દરમ્યાન ભારતના પૂર્વોત્તર રાજ્યોના કેટલાય વિદ્રોહી સમૂહોએ મ્યાંમારમાં શરણ લીધું છે અને ત્યાંની સૈન્ય જુંટા સાથે સમજૂતી કરી છે. આ સમૂહોને મ્યાંમારના ઉત્તરી પર્વતીય ક્ષેત્રોમાં ઠેકાણાં બનાવવાની અનુમતિ આપવામાં આવી છે, જેનાથી તે ભારત વિરુદ્ઘ ગતિવિધિઓ સંચાલિત કરી શકે છે.
મ્યાંમારમાં ચાલી રહેલા ગૃહયુદ્ઘ વચ્ચે ચીનની ભૂમિકા જટિલ અને બહુઆયામી રહી છે. બેજિંગે એક તરફ મ્યાંમારની સૈન્ય સરકાર (જુંટા)ને સમર્થન આપ્યું છે, ત્યાં જ બીજી તરફ કેટલાક જાતીય વિદ્રોહી સમૂહોની સાથે પણ સંપર્ક રાખ્યો છે. આ બેવડી રણનીતિનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં પોતાના આર્થિક અને રણનીતિક હિતોની રક્ષા કરવાનો છે. વિશ્લેષકોનું માનવું છે કે ચીન મ્યાંમારમાં ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અપનાવી રહ્યું છે. તે એક તરફ સૈન્ય સરકારને સમર્થન આપે છે તો બીજી તરફ વિદ્રોહી સમૂહો સાથે પણ સંપર્ક રાખે છે. આ રણનીતિનો ઉદ્દેશ્ય મ્યાંમારમાં સ્થિરતા સ્થાપવાનો અને પોતાના આર્થિક હિતો જેમ કે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ પરિયોજનાની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.