Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Porbandar ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કિર્તી મંદિરની મુલાકાત લીધી

    April 22, 2026

    Porbandar બિલ્ડીંગ મટીરીયલ્સના વેપારી ઉપર હુમલો કરનાર 4 ઝડપાયા

    April 22, 2026

    Porbandar મનપામાં કુતરાના ખસીકરણનાં ટેન્ડરની મુદ્દતમાં 30 દિવસની વધારો

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Porbandar ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કિર્તી મંદિરની મુલાકાત લીધી
    • Porbandar બિલ્ડીંગ મટીરીયલ્સના વેપારી ઉપર હુમલો કરનાર 4 ઝડપાયા
    • Porbandar મનપામાં કુતરાના ખસીકરણનાં ટેન્ડરની મુદ્દતમાં 30 દિવસની વધારો
    • Savarkundla શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે બીજ મંત્ર જાપ તથા નુતન વર્ગ ખંડોનું ઉદઘાટન કરાયું
    • Amreli: બગસરા-અમરેલી માર્ગમાં વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો
    • 22 એપ્રિલનું પંચાંગ
    • 22 એપ્રિલનું રાશિફળ
    • કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…વ્યક્તિત્વ હસ્તી બની જાય છે, તો તે માત્ર એક વ્યક્તિ નથી રહેતો
    લેખ

    તંત્રી લેખ…વ્યક્તિત્વ હસ્તી બની જાય છે, તો તે માત્ર એક વ્યક્તિ નથી રહેતો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 7, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દેશની મોટી હસ્તીઓએ સમજી-વિચારીને બોલવું જોઇએ. જ્યારે કોઈ વ્યક્તિત્વ હસ્તી બની જાય છે, તો તે માત્ર એક વ્યક્તિ નથી રહેતો, બલ્કે એક વિચાર બની જાય છે, તેનું કદ સમાજને પ્રભાવિત કરવા લાગે છે. તમિલ સુપરસ્ટાર અભિનેતા કમલ હાસન એવી જ હસ્તી છે, જેના કહેલા શબ્દ લોકોને, સમાજને પ્રભાવિત કરે છે. કન્નડ ભાષાને લઈને તેનાં નિવેદન બેજવાબદાર છે અને તથ્યોથી પર છે. કર્ણાટક હાઇકોર્ટે કમલ હાસનને અરીસો દેખાડતાં કહ્યું કે ‘તમે ભલે કમલ હાસન હશો, પરંતુ તમે કોઇની પણ ભાવનાઓને ઠેસ ન પહોંચાડી શકો, તમને કોઈ હક નથી.’ કમલને કોર્ટની ઝાટકણી નિવેદનવીરો માટે બોધપાઠ છે. બેશક તમિલ ભારતની પ્રાચીન ભાષાઓમાંથી એક છે, પરંતુ કન્નડ પણ અતિ પ્રાચીન ભાષા જ છે. મલયાલમ, તેલુગુની જેમ તમિલ અને કન્નડ પણ દ્રવિડ પરિવારની ભાષા છે, પરંતુ ભાષા ઇતિહાસમાં એવા કોઈ પુરાવા નથી કે કન્નડની ઉત્પત્તિ તમિલથી જ થઈ છે. તમિલ ભાષાની ઉત્પત્તિ લગભગ ૩૦૦૦ વર્ષ પહેલાં થઈ હતી, જ્યારે કન્નડ ભાષાની ઉત્પત્તિ લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં. તેમ છતાં બાષા ઇતિહાસ વિજ્ઞાની એ વાતે એકમત નથી કે કન્નડનો વિકાસ તમિલથી થયો છે. કર્ણાટક હાઇકોર્ટે કમલ હાસનને યોગ્ય જ પૂછ્યું કે તમે ઇતિહાસકાર છો કે ભાષાવિદ્દ?

    આપણા દેશમાં અનેક મોટા લોકો, ખાસ કરીને રાજનીતિજ્ઞો સર્વજ્ઞાની હોવાના ભ્રમમાં અનેક વાર બફાટ કરતા હોય છે અને વિવાદ પેદા કરે છે. કેટલીય વાર તેઓ ચર્ચામાં આવવા આવું કરે છે. વિવાદ ફિલ્મ પ્રમોશનની એક રીત રહી છે. કમલ હાસન અભિનેતા પણ છે અને રાજનેતા પણ છે. એવામાં તમિલ અસ્મિતાની રાજનીતિથી તેઓ તમિલનાડુના રાજકારણમાં પગપેસારો કરવા માગે છે. એવામાં તેમનું તમિલ અને કન્નડ ભાષા પરનું નિવેદન રાજનીતિ ચમકાવવા અને પ્રચાર મેળવવાના હેતુથી અપાયું છે, પરંતુ હાઇકોર્ટે જે રીતે ચેતવણી આપી છે, તેનાથી તેણે બોધપાઠ લેવાની જરૂર છે. કમલ હાસને પોતાની ફિલ્મ ઠગલાઇફના પ્રમોશન દરમ્યાન કહ્યું હતું કે કન્નડ તમિલ ભાષાથી જ પેદા થઈ છે. ખોટા નિવેદનને કારણે અનેક રાજકીય વિવાદ અદાલતોમાં છે. ભૂતકાળમાં રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ વગેરે સહિત કેટલાય નેતાઓએ પોતાનાં જૂઠ્ઠાં નિવેદનો બદલ અદાલતોમાં જઈને માફી માગવી પડી છે. કમલ માત્ર તમિલ સ્ટાર જ નહીં, પરંતુ દક્ષિણના તમામ રાજ્યો સહિત દેશનો પણ સુપરસ્ટાર છે. તેણે દક્ષિણની પરિપાટીની જેમ જ રાજનીતિ કરવી હોય તો તેણે સમજવું જોઇએ કે રાજનીતિ વધારે સંવેદનશીલ બાબત છે. ન્યાયમૂર્તિ એમ.નાગપ્રસન્નાએ કમલ હાસનના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે જળ, ભૂમિ અને ભાષા, આ ત્રણેય દરેક નાગરિકની ઓળખ સાથે જોડાયેલી હોય છે. તમિલ અને કન્નડ ભાષાઓ દ્રવિડ ભાષા પરિવારની છે અને તેમાં ઘણી સમાનતાઓ છે, ખાસ કરીને વ્યાકરણ અને શબ્દાવલિ બ ાબતે. જોકે તે અલગ-અલગ ભાષાઓ રૂપે વિકસિત થઈ છે અને તેમનો સાહિત્યિક ઇતિહાસ પણ અલગ છે. કન્નડ ભાષા ત્રીજી શતાબ્દી ઇસા પૂર્વથી જ બોલાતી એક પ્રાચીનતમ ભાષા છે. કન્નડને ૨૦૦૮માં ભારત સરકાર દ્વારા શાસ્ત્રીય ભાષા રૂપે જાહેર કરી હતી. ભાષા પર વિવાદ પેદા કરીને દેશની એક્તા અને અખંડતાને કમજોર ન કરવી જોઇએ. તમિલનાડુમાં હિંદી વિવાદ પહેલેથી જ ચાલી રહ્યો છે

    Editorial article
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    લેખ

    આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

    April 21, 2026
    લેખ

    21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

    April 21, 2026
    લેખ

    લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન

    April 21, 2026
    લેખ

    તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી

    April 21, 2026
    લેખ

    ભગવાનની આત્મિયતાને જાગૃત કરે ત્યારે ભગવાનની શક્તિ તેનામાં ભક્તિરૂપે પ્રગટ થઇ જાય છે

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Porbandar ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કિર્તી મંદિરની મુલાકાત લીધી

    April 22, 2026

    Porbandar બિલ્ડીંગ મટીરીયલ્સના વેપારી ઉપર હુમલો કરનાર 4 ઝડપાયા

    April 22, 2026

    Porbandar મનપામાં કુતરાના ખસીકરણનાં ટેન્ડરની મુદ્દતમાં 30 દિવસની વધારો

    April 22, 2026

    Savarkundla શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે બીજ મંત્ર જાપ તથા નુતન વર્ગ ખંડોનું ઉદઘાટન કરાયું

    April 22, 2026

    Amreli: બગસરા-અમરેલી માર્ગમાં વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો

    April 22, 2026

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Porbandar ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કિર્તી મંદિરની મુલાકાત લીધી

    April 22, 2026

    Porbandar બિલ્ડીંગ મટીરીયલ્સના વેપારી ઉપર હુમલો કરનાર 4 ઝડપાયા

    April 22, 2026

    Porbandar મનપામાં કુતરાના ખસીકરણનાં ટેન્ડરની મુદ્દતમાં 30 દિવસની વધારો

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.