Wankaner તા.૧૪ઃ
Wankaner તાલુકાના રાતીદેવરી ગામે દુકાન પાસે મારામારી કરતા હોય અને અન્યને પથ્થર મારવા જતા વુંર્દ્ધ્ને આંખ નીચે અને નાક પર પથ્થરના ઘા વાગતા ઈજા પહોંચી હતી મારામારી બાદ આરોપીઓ નાસી ગયા હતા વાંકાનેર સીટી પોલીસે વૃદ્ધની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેરના રાતીદેવરી ગામે રહેતા અમૃથ્ભાઈ મેઘજીભાઈ વોરા (ઉ.વ.૬૩) વાળાએ આરોપીઓ પ્રકાશ ઉર્ફે પીન્ટુ લાલજીભાઈ વોરા અને ભરત ઉર્ફે ગોપી લાલજીભાઈ વોરા રહે બંને રાતીદેવરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અમૃતભાઈ ગામમાં આવેલ દુકાન પાસે બેઠા હતા અને આરોપીઓ પ્રકાશ અને ભરત બંને લાકડીના ધોકા લઈને બજારમાં આવી બાવજીભાઈ વોરાને બેફામ ગાળો બોલી બજારમાં પડેલ છુટા પથ્થરના ઘા કરતા હતા જેમાં પથ્થરના ઘા અમૃતભાઈને મોઢાના ભાગે ડાબી આંખ નીચે લાગતા સમાન્ય ઈજા અને નાકના ભાગે ફ્રેકચર ઈજા કરી હતી વાંકાનેર સીટી પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

