એક તરસ્યો મુસાફર ગામની બહાર આવેલા કૂવા પાસે જાય છે કે જ્યાં એક યુવાન સ્ત્રી પાણી ભરી રહી હતી.મુસાફરે યુવાન સ્ત્રીને પાણી પીવડાવવા વિનંતી કરી તો સ્ત્રીએ તેને ધરાઇને પાણી પીવડાવ્યું. પાણી પીધા પછી મુસાફર કહે છે કે આપ મને સર્વગુણ સંપન્ન નારી લાગો છો તો મને સ્ત્રીના ચારીત્ર્ય વિશે સમજાવવા કૃપા કરશો? આટલું સાંભળતાં જ પેલી સ્ત્રી જોર જોરથી બૂમો પાડવા લાગી કે બચાવો.. બચાવો..! સ્ત્રીનો અવાજ સાંભળીને ગામના લોકો ગામની બહાર આવેલા કૂવા તરફ દોડવા લાગ્યા તે જ સમયે મુસાફર પેલી સ્ત્રીને કહે છે કે તમે આમ કેમ કરો છો? ત્યારે પેલી સ્ત્રી કહે છે કે હવે ગામ લોકો આવશે અને તમોને ભરપેટ માર મારશે અને તમારી બુદ્ધિ ઠેકાણે આવી જશે.આવું સાંભળીને મુસાફર પેલી સ્ત્રીના પગમાં પડીને માફી માંગે છે અને કહે છે કે હું તો આપને સર્વગુણ સંપન્ન આદર્શ અને આબરૂદાર નારી સમજતો હતો.
પથિકે હાથ જોડીને માફી માંગી ત્યારે તે સ્ત્રીએ નજીકમાં પાણી ભરેલું માટલું લઇને તેમાં ભરેલું પાણી પોતાની ઉપર રેડીને આખું શરીર પલાડી નાખ્યું અને મુસાફર ઉપર પાણીનો ભરેલો ઘડો નાખી પલાડી નાખ્યો, એટલામાં ગામના લોકો કૂવા પાસે આવીને પુછે છે કે શું થયું છે બહેન? ત્યારે સ્ત્રી કહે છે કે કૂવામાંથી પાણી કાઢતા મારો પગ લપસી જતાં હું કૂવામાં પડી ગઇ હતી.આ સજ્જન પુરૂષ સમયસર ના આવી પહોચ્યા હોત તો આજે મારૂં મૃત્યું નક્કી હતું.ગામલોકોએ મુસાફરના ઘણા જ વખાણ કર્યા,યુવાનોએ તેને પોતાના ખભા ઉપર બેસાડીને તેમનો ઘણો જ આદર સત્કાર કર્યો અને તેને ઇનામ પણ આપ્યું.
જ્યારે ગામલોકો જતા રહ્યા ત્યાર પછી સ્ત્રીએ મુસાફરને કહ્યું કે હવે તમોને સમજાયુંને કે સ્ત્રીનું ચારીત્ર્ય શું હોય છે? જો આપણે સ્ત્રીને દુઃખ આપીશું, તેને પરેશાન કરીશું તો તે આપણું સુખ-ચૈન છીનવી લેશે અને જો અમે તેને ખુશ રાખીશું તો તે આપણને મોતના મુખમાંથી પણ ઉગારી લેશે તેમાં શંકા નથી.
ચારીત્ર્યહીન સ્ત્રી-પુરૂષને સંસારમાં ક્યાંય આદર સત્કાર મળતો નથી અને તેનાથી ઉલ્ટું ચારીત્ર્યવાન વ્યક્તિ ભલે નિર્ધન હોય તેમછતાં તેને દરેક જગ્યાએ સન્માનની દ્રષ્ટિથી જોવામાં આવે છે.સ્ત્રીઓએ પોતાના ચારીત્ર્યની રક્ષા માટે નીચે બતાવેલ વાતો અપનાવવાની જરૂર છેઃ૫તિની ગેરહાજરીમાં અન્ય પુરૂષને બોલાવવો,બેસાડવો,ગપ્પાં મારવાં તે યોગ્ય નથી.પોતે કારણ વિના અથવા અલ્પ કારણે બીજાના ઘરમાં રખડ્યા કરવું તે ઠીક નથી.જેમનાં શીલ અને ચારીત્ર્ય શંકાસ્પદ હોય તેમની સાથે વધારે સબંધ ના રાખવો.ઘરની વસ્તુઓ ૫તિથી છુપાવીને આપવી નહી.કોઇ અન્ય પુરૂષનાં વધારે ૫ડતાં વખાણ પોતાના ૫તિ આગળ ના કરવાં.૫તિનો સાથ હંમેશાં રહે તેવી વૃત્તિ રાખવી.૫તિના શત્રુઓની સાથે ક્યારેય ૫ણ સારા સબંધો ના રાખવા.૫તિના મિત્રો સાથે ૫ણ સાવધાની રાખવી,વધુ ૫ડતા સબંધો ૫ણ ખતરનાક બનતા હોય છે.
જેમ નાની ચિનગારી કપાસનો ઢગલો બાળી દે છે તેમ એક નાનો કુસંગ ૫ણ સ્ત્રીના ૫તિવ્રતા ધર્મનો નાશ કરી દે છે.જે સ્ત્રી ૫રપુરૂષનું સેવન કરે છે તેને ધિક્કાર છે તેમજ સંસાર તેની નિંદા કરે છે,તેનો આલોક અને ૫રલોક બંન્ને બગડી જાય છે અને તે જન્મોજન્મ વિધવા થાય છે,જગદાધાર ઇશ્વર એક છે તેમ સ્ત્રીનો ૫તિ ૫ણ એક જ છે.જે સ્ત્રી પોતાના મનમાં પારકા પુરૂષ વિશે વ્યભિચારનો વિચાર સરખો કરે છે તે કરોડો કલ્પો સુધી નરકમાં વાસ કરી કૂતરીનો જન્મ પામે છે..પારકા પુરૂષ સાથે પ્રીતિ કરવાવાળી સ્ત્રી ધર્મ ધન ઘર સંતાન ચારિત્ર્ય અને કૂળનો નાશ કરે છે.સ્ત્રી ઘી થી ભરેલો ઘડો છે,પુરૂષ સળગતો અંગારો છે માટે ઘી અને અગ્નિનો સંગ કરવો યોગ્ય નથી.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

