Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sidharth Malhotra-Tamannah Bhatia ની ‘ધ વિવાન’હવે ૨૫ સપ્ટેમ્બરે રિલીઝ થશે

    July 11, 2026

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sidharth Malhotra-Tamannah Bhatia ની ‘ધ વિવાન’હવે ૨૫ સપ્ટેમ્બરે રિલીઝ થશે
    • Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય
    • Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!
    • Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ
    • 11 જુલાઈનું પંચાંગ
    • 11 જુલાઈનું રાશિફળ
    • ત્રીજા પ્રશ્ન ઉપનિષદનો પ્રશ્ન પંચ પ્રાણના સ્વરૂપ ને કંઈ રીતે સમજાવે છે?
    • શું આ વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટો અંતિમ સંસ્કાર હોઈ શકે છે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Farmer તરીકેના લાભો લેવા ભાજપના ધારાસભ્યની કરતૂત, પ્રમાણપત્રમાં ભાઈના ખોટાં નામ દર્શાવ્યા
    ગુજરાત

    Farmer તરીકેના લાભો લેવા ભાજપના ધારાસભ્યની કરતૂત, પ્રમાણપત્રમાં ભાઈના ખોટાં નામ દર્શાવ્યા

    Vikram RavalBy Vikram RavalDecember 2, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨

    ખેડૂતોને મળતા લાભ મેળવવા  ઇડરના ભાજપના ધારાસભ્ય રમણ વોરાના કરતૂત બહાર આવ્યાં છે. રમણ વોરાએ ખેડૂતનુ પ્રમાણપત્ર મેળવવા ‘ભાઇ’ ના નામ પણ નકલી દર્શાવી દીધા છે. આરટીઆઇ હેઠળ મળેલી માહિતીમાં આ વાતનો ચોંકાવનારો ખુલાસો થયો છે. નવાઇ ની વાત એછેકે, ધારાસભ્યના કરતૂતને ખુલ્લા પાડવા માટે ઇડર મત વિસ્તારના ભાજપના નેતાઓ જ મેદાને પડ્યાં છે.

    ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ ગાંધીનગર જિલ્લામાં પાલેજ ગામમાં સર્વે.નંબર.૨૬૧માં ચાર એકર ત્રેવીસ ગુંઠા ખેતીની જમીન ખરીદી હતી. વિધાનસભાની ચૂંટણી વખતે રમણ વોરાએ એફિડેવિટમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતોકે, આ મિલ્કત વારસામાં મળી નથી તો આ ખેતીની જમીન આવી ક્યાંથી એ પ્રશ્ન ઉઠ્‌યો છે.

    વડાલી તાલુકાના જેતપુર ગામના રહેવાસી રાજુભાઇ પટેલે આરટીઆઇ કરતાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી છેકે, પાલેજમાં જે ખેતીની જમીન ખરીદી છે. જેમાં રમણ વોરાએ પુરાવા રજૂ કર્યાં છે જેમાં ઓગણજ ગામમાં સર્વે.૭૧૯-૩ અને ખાતા નંબર ૩૪૭માં રમણભાઇ ઇશ્વરભાઇના નામે ૦-૭૯-૮૧ ક્ષેત્રફળ સાથે ખેતીની જમીન દર્શાવી છે. આંખે ઉડીને વળગે તેવી વાત તો એછેકે, રમણ વોરાના ખેડૂતના પ્રમાણપત્રમાં ધારાસભ્યના ભાઇ તરીકે નરસિંહભાઇ ઇશ્વરભાઇ, નટવરભાઇ ઇશ્વરભાઇ, નરોત્તમભાઇ ઇશ્વરભાઇ દર્શાવાયા છે. હકીકતમાં ધારાસભ્યના ભાઇના નામ કઇંક જુદા છે.

    રમણ વોરાના ભાઇના નામ ડાહ્યાભાઇ ઇશ્વરભાઇ, હીરાભાઇ ઇશ્વરભાઇ, મોતીભાઇ ઇશ્વરભાઇ, સોમાભાઇ ઇશ્વરભાઇ છે. આ ઉપરાંત આખાય ખેડૂતના પ્રમાણપત્રમાં ‘વોરા’ જ અટક જ ગાયબ છે. બોગસ ખેડૂત બનવા માટે ભાજપના ધારાસભ્યએ કેટલી હદ વટાવી દીધી છે તેનો આ જીવંત પુરાવો છે. યાદ રહે, પાલજમાં ગામમાં જે ખેતીની જમીન ખરીદવામાં આવી છે તે ધારાસભ્ય રમણ વોરા ઉપરાંત પૂનમભાઇ કાળાભાઇ અને હિતેશ કાંતિભાઇના નામે પણ છે. આ ખેતીની જમીન આધારે રમણ વોરાએ ખેડૂત બની ઇડર મત વિસ્તારમાં પણ ખેતીની જમીનો ખરીદી છે.

    દસક્રોઇ મામલતદારે જે ખેડૂતનું પ્રમાણપત્ર આપ્યુ છે જેમાં રમણ વોરા ઓગણજ ગામમાં સંયુક્ત જમીન ધરાવે છે તેવુ દર્શાવવામાં આવ્યુ છે. આ પ્રમાણપત્રમાં ધારાસભ્ય અમદાવાદ જિલ્લાના જોધપુરના વતની હોવાનું દર્શાવાયુ છે. ધારાસભ્યની પાલેજની જમીનની બધીય નોંધો જે ઓનલાઇન હોવી જોઇએ તે બધી નોંધો ડીલીટ કરી દેવાઇ છે.

    ઇડરના ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ  દિલ્હીના આંટાફેરા મારવાનું શરૂ કર્યુ છે. એવી ચર્ચા છેકે, બોગસ ખેડૂત બનાવવા કૌભાંડ બહાર આવે તે પહેલાં રાજકીય શરણ મેળવવા રમણ વોરાએ અત્યારથી ધમપછાડા શરૂ કર્યાં છે.ઇડરના ભાજપના ધારાસભ્ય રમણ વોરાને નિયમોને નેવે મૂકીને ખેડૂત બનવાના અભરખાં જાગ્યા છે ત્યારે ભાજપના નેતાઓ આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવા તૈયારી કરી રહ્યાં છે. આ મામલે મુખ્યમંત્રીથી માંડીને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સુધી ફરિયાદ-રજૂઆત કરવામાં આવી છે.

    Gandhinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026
    ગુજરાત

    Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ

    July 10, 2026
    સુરત

    Surat માં ૨૧ વર્ષની યુવતીએ જીવન ટૂંકાવ્યું, પિતાની બીમારીને લઈ ચિંતામાં રહેતી હોવાનું પ્રાથમિક તારણ

    July 10, 2026
    વડોદરા

    Vadodaraના અકોટા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ અને ખંડણીનો ગંભીર મામલો, લવ જેહાદના આરોપ

    July 10, 2026
    ગુજરાત

    Amirgarh Border પરથી પાર્સલની આડમાં દારૂની હેરાફેરીનું નેટવર્ક પકડાયુંઃ ૮૬૪ બોટલો ઝડપી પાડી

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sidharth Malhotra-Tamannah Bhatia ની ‘ધ વિવાન’હવે ૨૫ સપ્ટેમ્બરે રિલીઝ થશે

    July 11, 2026

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026

    Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ

    July 10, 2026

    11 જુલાઈનું પંચાંગ

    July 10, 2026

    11 જુલાઈનું રાશિફળ

    July 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sidharth Malhotra-Tamannah Bhatia ની ‘ધ વિવાન’હવે ૨૫ સપ્ટેમ્બરે રિલીઝ થશે

    July 11, 2026

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.