Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026

    Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત

    November 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ
    • Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત
    • Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા
    • Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર
    • ૧૬-૧૧-૨૦૨૬ સોમવાર ,સંત શ્રી Jalaram Bapaના જીવનના દિવ્ય પરચા અને ચમત્કારો
    • Surendranagar: સાયલામાં સમાધાન માટે યોજાયેલ પાર્ટીમાં મારામારી બાદ હત્યા
    • Morbiમાં પેટ્રોલ પંપ પર ગાડી આગળ લેવાનું કહેતા જાતી પ્રત્યે અપમાનિત કરી યુવક પર હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar જિલ્લામાં ટ્રાન્સમિશન લાઈનના વળતર મુદ્દે ખેડૂતોની કલેક્ટરને રજૂઆત
    જામનગર

    Jamnagar જિલ્લામાં ટ્રાન્સમિશન લાઈનના વળતર મુદ્દે ખેડૂતોની કલેક્ટરને રજૂઆત

    Vikram RavalBy Vikram RavalSeptember 30, 2026Updated:October 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૩૦ઃ

    Jamnagar જિલ્લામાં ટ્રાન્સમિશન લાઈન તથા ટ્રાન્સમિશન ટાવર ઉભા કરવાની કામગીરીમાં અસરગ્રસ્ત ખેડૂતોને જમીનના વળતર મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરને ખેડૂતો દ્વારા તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં ટ્રાન્સમિશન લાઈનની કામગીરી શરૂ કરતા પહેલાં અસરગ્રસ્ત જમીનોના રેકોર્ડમાં થયેલા ફેરફારો અને ખેડૂતોના નામોમાં રહેલી ભૂલો સુધારવાની માંગ કરવામાં આવી છે.

    ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ટ્રાન્સમિશન લાઈન સ્થાપિત કરનાર કંપની દ્વારા બજારભાવ નક્કી કરવા અંગે અગાઉ કોઈ પૂર્વનોટીસ કે લેખિત જાણ કરવામાં આવી નથી. ઉપરાંત, કલેક્ટર કચેરી તરફથી આપવામાં આવેલી નોટીસમાં પણ કાયદાકીય રીતે જરૂરી ૧૪ દિવસનો સમય આપવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

    રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, ટ્રાન્સમિશન કંપનીને વીજળી અધિનિયમ હેઠળ મંજૂરી મેળવી કલમ ૧૬૪ મુજબ ટેલિગ્રાફ અધિનિયમ, ૧૮૮૫ની સત્તાઓ પ્રાપ્ત થયેલી છે. ટેલિગ્રાફ અધિનિયમની કલમ ૧૦(ડી) મુજબ લાઈન સ્થાપનાથી હિતધારક ખેડૂતોને થતા નુકસાનનું સંપૂર્ણ વળતર ચૂકવવાની જોગવાઈ હોવાનો ખેડૂતોનો દાવો છે.ખેડૂતોએ ઉર્જા વિભાગના તા. ૦૪-૦૭-૨૦૨૬ના ઠરાવ તથા તા. ૩૧-૦૭-૨૦૨૬ની માર્ગદર્શિકાનો પણ વિરોધ નોંધાવ્યો છે. રજૂઆત મુજબ, આ માર્ગદર્શિકા ખેડૂતોને સંપૂર્ણ વળતર આપતી ન હોવાથી તેને અગાઉ વિવિધ ગામોની ગ્રામ પંચાયતોના ઠરાવો મારફતે પણ પડકારવામાં આવી છે.

    કેન્દ્રીય કાયદા એવા વીજળી અધિનિયમ અને ટેલિગ્રાફ અધિનિયમની જોગવાઈઓનું અક્ષરશઃ પાલન થવું જોઈએ અને રાજ્ય સરકારની કોઈ માર્ગદર્શિકા કે ઠરાવથી કેન્દ્રીય કાયદા હેઠળ મળતા હક્કો મર્યાદિત કરી શકાય નહીં, તેવી રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.

    આ ઉપરાંત, ટ્રાન્સમિશન લાઈનની કામગીરીના સંદર્ભમાં જમીન ધરાવતા ખેડૂતો સામે કંપની દ્વારા ફરિયાદો કરવામાં આવતી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. ખેડૂતો સામે અયોગ્ય ફરિયાદો દાખલ કરી તેમને આરોપીની સ્થિતિમાં મૂકવાની કાર્યવાહી અટકાવવા પણ કલેક્ટરને રજૂઆત કરાઈ છે.

    ખેડૂતોએ અંતમાં કલેક્ટર કચેરી દ્વારા બજારભાવના વળતર અંગે આપવામાં આવેલી નોટીસ તાત્કાલિક રદ કરી, જમીનના રેકોર્ડમાં જરૂરી સુધારા કર્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarના મોડપરની સીમમાં જુગારધામ પર એલસીબીનો દરોડો
    Next Article Jamnagarની ફેક્ટરીમાંથી રૂ.૭.૫૨ લાખની ચોરી કરનાર બે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા

    November 14, 2026
    જામનગર

    Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર

    November 14, 2026
    જામનગર

    Jamnagar શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીના ત્રણ દિવસમાં આગના ૧૧૬ બનાવો , ફાયર બ્રિગેડની સતત દોડધામ

    November 13, 2026
    જામનગર

    Jamnagarના દીપક ટોકીઝથી ચાંદી બજાર માર્ગને સીસી રોડ બનાવવાની કામગીરી સામે વેપારીઓનો વિરોધ

    November 13, 2026
    જામનગર

    Jamnagarમાં સુમુખ હોટલમાંથી રૂ. ૧.૯૨ લાખના હેરોઈન સાથે પંજાબના બે ભાઈઓ ઝડપાયા

    November 13, 2026
    જામનગર

    Jamnagarમાં દિવાળીથી ભાઈબીજ સુધી ૧૦૮ની એમ્બ્યુલન્સની સતત દોડધામઃ અકસ્માતના ૮૯ અને મારામારીના ૨૬ કોલ

    November 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,838
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,939
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹147,757
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-11-2026 04:45
    Categories
    Latest News

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026

    Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત

    November 14, 2026

    Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા

    November 14, 2026

    Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર

    November 14, 2026

    ૧૬-૧૧-૨૦૨૬ સોમવાર ,સંત શ્રી Jalaram Bapaના જીવનના દિવ્ય પરચા અને ચમત્કારો

    November 14, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026

    Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત

    November 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.