(રવિ મોટવાણી દ્વારા)
Wankaner તા.૨૪ઃ
પ્રોહીબીશન ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ પિતા અને પુત્રને એલસીબી ટીમે પાસા તળે ડીટેઈન કરી ભાવનગર અને જુનાગઢ જેલ હવાલે કર્યા છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન અસામાજિક પ્રવૃત્તિ આચરતા પ્રોહી બુટલેગરો સામે પાસા દરખાસ્તો તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા પ્રોહી ગુનાઓમાં સંડોવાયેલા ઇસમ અશ્વિન નાથાભાઈ વાજા રહે ગુંદાખડા તા. વાંકાનેર અને નાથા હરજી વાજા રહે ગુંદાખડા તા. વાંકાનેર વાળાનું પાસા વોરંટ ઈશ્યુ થયું હતું એલસીબી ટીમે પાસા વોરંટની બજવણી કરતા આરોપી અશ્વિન વાજાને ભાવનગર જીલ્લા જેલ અને આરોપી નાથાને જુનાગઢ જીલ્લા જેલ હવાલે કર્યા છે

