પાડોશી પ્રેમીને મિલનમાં જ્ઞાતિ અને કિશોરીની ઘટતી ઉંમર ની બાધા આવતા સજોડે કર્યા ઝેરના પારખા
Rajkot,તા.31
રાજકોટના ઢેબર કોલોની પાસે ના બગીચામાં ગત સાંજે સાતના સુમારે યુવક અને કિશોરીએ મકોડા મારવાની દવા પી લેતા અર્ધભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સમયસરની સારવારથી બંનેનો જીવ બચી ગયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ પારેવડી ચોક ગીતા એન્ટરપ્રાઇઝ નજીક રહેતા અને રિક્ષામાં સાબુ પાવડર ની ફેરી કરતા આદિવાસી યુવાન ઉત્સવ લાલજીભાઈ વસાવા ૨૫ અને તેના ઘર પાસે જ રહેતી સગીર કિશોરી ને મનમેળ થઈ જતા લગ્નની તૈયારી કરી દીધી હતી પરંતુ પરિવારને આ સંબંધ મંજૂર ન હોય વળી કિશોરીની ઉંમર લગ્ન લાયક ન હોવાથી સમાજ એક થવા નહીં દે તેના ભયથી ગઈકાલે સાંજે બંનેએ બગીચામાં જઇ દવા ગટગટાવી લેતા સિવિલ હોસ્પિટલ ખાતે એમેંડિસન વોર્ડ માં દાખલ કરેલ છે, આ અંગે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરીછે