Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે

    August 8, 2026

    તંત્રી લેખ…પોલીસને પણ બદલો લેવાનો અધિકાર છે

    August 8, 2026

    “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી સાથે નાચવા લાગ્યા

    August 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે
    • તંત્રી લેખ…પોલીસને પણ બદલો લેવાનો અધિકાર છે
    • “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી સાથે નાચવા લાગ્યા
    • Lock Up 2માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી
    • ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરા જીતનો એક ભાગ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે
    • 08 ઓગસ્ટનું પંચાંગ
    • 08 ઓગસ્ટનું રાશિફળ
    • Virpur: પીઠડીયામાં સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli – Bhavnagar જિલ્લામાં સિંહોનો નિર્ભય વિહાર: રાજુલામાં 7 સાવજ દેખાયા
    સૌરાષ્ટ્ર

    Amreli – Bhavnagar જિલ્લામાં સિંહોનો નિર્ભય વિહાર: રાજુલામાં 7 સાવજ દેખાયા

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 4, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli – Bhavnagar ,તા.4
    હાલ ચોમાસુ ઋતુમાં સિંહ દર્શન માટે સાસણગીર સહિતનાં અભ્યારણ્ય પ્રવાસીઓ અને મુલાકાતીઓનો પ્રવેશ બંધ છે.ત્યારે અમરેલી ભાવનગર જિલ્લાના રેવન્યુ વિસ્તારોમાં અવાર નવાર સિંહ-દીપડા સહિતના હિંસક વન્યપ્રાણીઓ નિહાળવા મળી રહ્યા છે. અને છાસવારે મારણનાં કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે.

    અમરેલી જિલ્લાના રાજુલા અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની સતત અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. રાજુલાના ખારી ગામમાં એક સાથે સાત સિંહો ગામની શેરીઓમાં નિર્ભય રીતે આંટાફેરા કરતા જોવા મળ્યા હતા, જ્યારે સાવર કુંડલાના મેવાસા ગામમાં સિંહે રહેણાંક વિસ્તાર નજીક પશુનો શિકાર કરતાં સમગ્ર ઘટના ઈઈઝટ કેમેરામાં કેદ થઈ હતી.

    બંને ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન વિભાગ સામે નાઇટ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખારી ગામમાં એકસાથે સાત સિંહો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. મોડી રાત્રે સિંહો ગામની શેરીઓમાં નિર્ભય રીતે આંટાફેરા કરતા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાના લાઈવ CCTV દૃશ્યો સામે આવ્યા છે, જેમાં સિંહો ગામની મધ્યમાં ફરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

    સિંહોની હાજરીને પગલે ગ્રામજનોએ સુરક્ષાના ભાગરૂપે ઘરના બારી-બારણાં બંધ કરી દીધાં હતા અને વન વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. સ્થાનિક લોકોએ વન વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવા તેમજ સિંહોની સતત અવરજવર અટકાવવા અસરકારક પગલાં ભરવાની ઉગ્ર માંગ કરી છે.

    બીજી તરફ સાવરકુંડલા તાલુકાના મેવાસા ગામમાં પણ સિંહે રહેણાંક વિસ્તાર નજીક ધસી આવી પશુ પર હુમલો કરી શિકાર કર્યો હતો. ઝરમર વરસતા વરસાદ વચ્ચે બનેલી આ ઘટનામાં શેરીમાં ઉભેલા પશુઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આખી ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.

    ધારી તાલુકાના છતડીયા ગામ નજીક આવેલ રેલવે ફાટક નજીક રેલવે ટ્રેક પર એક સાથે પાંચ સિંહો પહોંચી જતાં અને આ સમયે જ ચલાલા જૂનાગઢ પેસેન્જર ટ્રેન પસાર થતી હતી. ત્યારે આ ટ્રેનના લોકો પાયલોટે દૂરથી જ સિંહોને રેલવે ટ્રેક ઉપર જોઈ લેતા અને સમયસર ટ્રેન થંભાવી દીધી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવતા સરસિયા રેન્જની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

    વનવિભાગના કર્મચારીઓએ જરૂરી તકેદારી સાથે પાંચેય સિંહોને રેલવે ટ્રેક પરથી સુરક્ષિત રીતે દૂર ખસેડ્યા હતા. જેના કારણે કોઈ જાનહાનિ કે અકસ્માત સર્જાયો નહોતો અને બાદમાં ટ્રેન વ્યવહાર પણ પૂર્વવત્‌‍ શરૂ કરવામાં આવ્યો હતો.

    અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ દામનગર-લીલીયા વચ્ચે રેલવે ટ્રેક પર એક સિંહ આવી ચડતાં ગુડ્સ ટ્રેનના લોકો પાયલોટે સમયસર ટ્રેન રોકી સિંહનો જીવ બચાવ્યો હતો. આમ સતત બીજા દિવસે આવી ઘટના સામે આવતા ગીર અને આસપાસના વિસ્તારમાં રેલવે ટ્રેક પર વન્ય પ્રાણીઓની અવરજવર વધતી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

    એક સમયે ગીરનું ઘરેણું ગણાતા સિંહ હવે નિયમિત તળાજા પંથકના અલગ અલગ વિસ્તારમાં વિચરણ કરીરહ્યા છે. મેથળા મધુવન વિસ્તારમાં વર્ષોથી અલગ અલગ સિંહ ઘર બનાવી રહ્યાછે ત્યારે હવે અહીંની શેત્રુંજી નદીના તટે હાઇવે પરના શેત્રુંજી પુલ નજીક જ બે સાવજોએ લટાર મારવાની સાથે મારણ કર્યુંહતું. ગોરખી ગામની મનાતી આ જમીન પર સિંહ પ્રથમ વખત આવ્યા હોવાનું વાડી માલિક નું કહેવું છે.

    ગીરના જંગલમાથી નીકળતી શેત્રુંજી નદી તળાજા ના સરતાનપર બંદર ના દરિયામા ભળેછે.આ નદીના તટે તટે સિંહ પરિવાર ગીરથી નીકળી હવે છેક તળાજા ની ભાગોળ સુધી પહોંચ્યો છે.પ્રથમ વખત એવું બન્યુંછેકે તળાજા નજીક નેશનલ હાઇવે પર બનેલ શેત્રુંજી નદીના પુલ ની સામે આવેલ વાડીમા બે સાવજ વિચરણ કરવાની સાથે અહીં મારણ પણ કરતાગયા હતા.

    અહીંથી નેશનલ હાઇવે સામેજ દેખાયછે.આગામી સમયમા નેશનલ હાઇવે અથવાતો શેત્રુંજી પુલ ઉપર લટાર મારતા વનરાજ ના અચાનક દર્શન થઈશકેછે.

    amreli-bhavnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article`લાઈકસ’ના બજારમાં ન્યાયની હરાજી થઈ રહી છે: સોશિયલ મીડીયા પર ભડકયા Supreme Courtના જજ
    Next Article Tanzaniaના પ્રથમ ICC માન્ય ક્રિકેટ એરિનાનું જય શાહના હસ્તે લોકાર્પણ
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Virpur: પીઠડીયામાં સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું

    August 7, 2026
    સૌરાષ્ટ્ર

    Jetpur: પીજીવીસીએલમાં ૮૦ લાખનું કૌભાંડ, ભીનું સંકેલવાના પ્રયાસો નિષ્ફળ, આખરે ૫ અધિકારીઓ સસ્પેન્ડ

    August 7, 2026
    સૌરાષ્ટ્ર

    Jetpur: ’કરે કોઈ અને ભરે કોઈ’ જેવો ઘાટ, ગેસ એજન્સીની લાલિયાવાડીનો ભોગ બની જનતા!

    August 7, 2026
    અમરેલી

    Amreli: નાસતા ફરતા હીસ્ટ્રીશીટરને બોટાદથી ઝડપી પાડતી અમરેલી SOG

    August 7, 2026
    અમરેલી

    Amreli: નેત્રદાન જાગૃતિ માટે સંવેદન ગૃપનાં પ્રમુખની સરાહનીય કામગીરી

    August 7, 2026
    અમરેલી

    Amreli: ભેળસેળીયા માફિયાની કમર તોડી નાખીશું, આરોગ્ય મંત્રી પાનસુરીયા

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 18:28
    Categories
    Latest News

    હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે

    August 8, 2026

    તંત્રી લેખ…પોલીસને પણ બદલો લેવાનો અધિકાર છે

    August 8, 2026

    “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી સાથે નાચવા લાગ્યા

    August 7, 2026

    Lock Up 2માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી

    August 7, 2026

    ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરા જીતનો એક ભાગ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે

    August 7, 2026

    08 ઓગસ્ટનું પંચાંગ

    August 7, 2026
    Search
    Main News

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે

    August 8, 2026

    તંત્રી લેખ…પોલીસને પણ બદલો લેવાનો અધિકાર છે

    August 8, 2026

    “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી સાથે નાચવા લાગ્યા

    August 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.