Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
    • Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
    • Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
    • Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
    • દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
    • ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
    • Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»India and Sri Lanka વચ્ચે કાલથી પ્રથમ ટેસ્ટ: ‘ટીમ ઇન્ડિયા’ ડાબા હાથનો ખેલ બતાવશે
    ખેલ જગત

    India and Sri Lanka વચ્ચે કાલથી પ્રથમ ટેસ્ટ: ‘ટીમ ઇન્ડિયા’ ડાબા હાથનો ખેલ બતાવશે

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2026Updated:September 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Sri Lanka તા. 14
    ભારતીય ક્રિકેટ ટીમનાં બોલિંગ કોચ મોર્ને મોર્કેલે ગુરૂવારે સંકેત આપ્યો હતો કે શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચમાં ભારત પોતાનાં ત્રણેય ડાબોડી (લેફ્ટ આર્મ) સ્પિનરોને મેદાનમાં ઉતારી શકે છે. તેમણે કહ્યું કે કુલદીપ યાદવ, માનવ સુથાર અને રવિન્દ્ર જાડેજા ત્રણેય અલગ-અલગ રીતે બોલિંગ કરીને વિકેટો લઈ શકે છે.

    કુલદીપ કાંડાના ઉપયોગથી સ્પિન કરાવીને બેટ્સમેનને થાપ આપી શકે છે, જાડેજાની એકદમ સચોટ બોલિંગ મોટામાં મોટા બેટ્સમેનને પણ પરેશાન કરી શકે છે, જ્યારે સુથાર એકદમ સાદી અને પરંપરાગત સ્ટાઈલના ડાબોડી સ્પિનર છે.

    આવડત અલગ-અલગ 
    મોર્કેલે કહ્યું, ‘કુલદીપ આપણી સાથે છે અને તે આક્રમક રીતે બોલિંગ કરે છે. તેનો અનુભવ અને સ્તર આપણા માટે ખૂબ જ મહત્વના છે. મારા મતે આ ત્રણેય બોલરો એકબીજાથી અલગ છે. સુથાર બોલને થોડો વધુ સ્પિન (ટર્ન) કરાવે છે, જાડેજા એકદમ ચોક્કસ જગ્યાએ બોલ ફેંકે છે. એટલે ત્રણ ડાબોડી સ્પિનરો રમાડવામાં આપણને કોઈ વાંધો કે ચિંતા નથી.’ મોર્કેલે આગળ કહ્યું, ‘મેચ દરમિયાન કેપ્ટન શુભમન ગિલ આ બોલરોનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરે છે, તેના પર બધો આધાર રહેશે.’

    બોલ નરમ થાય ત્યારે શું કરવું?
    મોર્કેલે કહ્યું, “કૂકાબુરા બોલ થોડો જૂનો અને નરમ થઈ જાય પછી આપણે સતત ઝડપથી ઓવરો ફેંકીને સામેની ટીમ પર દબાણ બનાવવું પડશે. છેલ્લા એક અઠવાડિયાથી ખેલાડીઓ જે રીતે મહેનત કરી રહ્યા છે તે જોઈને મને બહુ ખુશી થઈ છે.” તેમણે આગળ ઉમેર્યું, “બધો ખેલ મગજ અને વિચારોનો છે.

    જો તમે ફાસ્ટ બોલર છો, તો 20થી 35 ઓવર પછી બોલ નરમ પડી જાય છે, પણ તે પછી આપણે શું કરવું એ મહત્વનું છે.’ મોર્કેલે કહ્યું, ‘આપણે સમજદારી બતાવીને ક્રીઝનો ઉપયોગ કરવો પડશે અને શોર્ટ બોલથી વિરોધીઓને પરેશાન કરવા પડશે. આવી સ્થિતિમાં આપણે ઝડપી નિર્ણયો લઈને પૂરી તાકાતથી બોલિંગ કરવી પડશે.’

    પીચ સારી દેખાઈ રહી છે
    મોર્કેલે જણાવ્યું કે ભારતનો સ્પિન એટેક ખૂબ જ આક્રમક વિકલ્પ આપે છે, ખાસ કરીને ગોલની પીચને જોતાં જ્યાં મેચ આગળ વધશે તેમ સ્પિનરોને વધુ મદદ મળવાની આશા છે. તેમણે કહ્યું, ‘જો તમે આ મેદાનનો જૂનો ઈતિહાસ જુઓ, તો ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરવું જ સૌથી સાચો રસ્તો લાગે છે. આપણી સ્પિન બોલિંગ ખૂબ આક્રમક છે અને આ પીચ પણ સારી દેખાઈ રહી છે.’

    વરૂણ કે કૃષ્ણામાંથી એકને તક
    મોર્કેલે કહ્યું કે ટીમે દરેક પરિસ્થિતિ માટે તૈયારી કરી લીધી છે. આ માટે મગજ મજબૂત રાખવું, લાંબો સમય બેટિંગ કરવી અને યોગ્ય જગ્યાએ બોલિંગ કરવી જરૂરી છે. અનુભવી મોહમ્મદ સિરાજ સિવાય ફાસ્ટ બોલિંગમાં ગુરનૂર બરાડ અથવા પ્રસિદ્ધ કૃષ્ણામાંથી કોઈ એકને તક મળશે, જેમની પાસે ટેસ્ટ મેચ રમવાનો ઓછો અનુભવ છે. મોર્કેલે આગળ કહ્યું, “આ બહુ રોમાંચક રહેશે. આ ખેલાડીઓ ઘરેલું ક્રિકેટમાં ઘણું રમેલા છે જ્યાં પરિસ્થિતિ અઘરી હોય છે. અહીં આવ્યા પછી આપણો સૌથી મોટો પડકાર ગરમી અને બફારા સામે ટકી રહેવાનો હશે.”

    શ્રીલંકા પાસે પણ પ્રભાત-રમેશની જોડી
    ગોલનું મેદાન શ્રીલંકાના બે મુખ્ય સ્પિનર પ્રભાત જયસૂર્યા અને રમેશ મેન્ડિસનો ગઢ ગણાય છે. આ મેદાન પર આ બંને સ્પિનરો સતત વિરોધી બેટ્સમેનો પર હાવિ રહ્યાં છે અને બંનેએ મળીને અહીં 145 વિકેટો ઝડપી છે.

    ડાબોડી સ્પિનર પ્રભાત જયસૂર્યાએ માત્ર 11 ટેસ્ટમાં 81 વિકેટો લીધી છે. ઓફ સ્પિનર રમેશ મેન્ડિસે 12 ટેસ્ટમાં 64 વિકેટો પોતાના નામે કરી છે. ડાબોડી સ્પિનર પ્રભાતે આ જ મેદાન પર માત્ર 7 ટેસ્ટ મેચોમાં 50 વિકેટ પૂરી કરીને એક જ મેદાન પર સૌથી ઝડપી 50 ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

    First Test India and Sri Lanka
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGoldની ખરીદી થશે વધુ સુરક્ષિત, હોલમાર્ક નંબર પર લાગશે ‘Sold’ Tag
    Next Article Chamoli: નિર્માણાધિન ટનલમાં ભૂસ્ખલન, પાણી ઘુસ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    રાજ્યસભાના સાંસદ Kapil Sibal જંતર-મંતરને વિરોધ સ્થળ તરીકેની માન્યતા રદ કરવા બદલ મોદી સરકારની ટીકા કરી

    October 17, 2026
    ખેલ જગત

    ડેબ્યુટન્ટ સ્ટાર નિક્કીએ Deepti Sharma સાથે ઇતિહાસ રચ્યો, ૧૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

    October 17, 2026
    ખેલ જગત

    સતત ક્રિકેટને કારણે થતા માનસિક થાકને અવગણવો જોઈએ નહીં, કારણ કે તેઓ પણ માણસ છે, Morne Morkel

    October 17, 2026
    ખેલ જગત

    ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તેની રમતમાં સુધારો કરવાનો છે, Shafali Verma

    October 16, 2026
    ખેલ જગત

    Yashasvi Jaiswal માત્ર એક મેચ રમ્યા બાદ ટીમમાંથી બહાર; મુંબઈએ રણજી ટ્રોફી મેચ માટે ટીમની જાહેરાત કરી

    October 16, 2026
    ખેલ જગત

    સિક્સર કિંગની એન્ટ્રીથી Delhi Capitalsની બદલાશે કિસ્મત

    October 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹200,850
    લાઈવ રેટ્સ • અપડેટ: 17-10-2026 23:25
    Categories
    Latest News

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026

    Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ

    October 17, 2026

    Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ

    October 17, 2026

    દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?

    October 17, 2026
    Search
    Main News

    Donald Trump રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા

    October 17, 2026

    કોટામાં Delhi-Mumbai Expressway પર એક મિનિબસ ૨૦ ફૂટ ઊંડી નાળામાં પડી ગઈ,જેમાં આઠ શ્રદ્ધાળુઓના મોત

    October 17, 2026

    ઇન્ટરનેટ એ મૂળભૂત અધિકાર છે, Supreme Court બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી

    October 17, 2026

    Air Indiaનો નિર્ણયઃ સાઉદી અરેબિયાની ફ્લાઇટ્‌સ પરનો પ્રતિબંધ ૨૪ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યો

    October 17, 2026

    Abhijit Deepakને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા, દીપકને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા

    October 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.