Morbi તા.30
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ સિદ્ધિવિનાયક સોસાયટી ગજાનંદ એપાર્ટમેન્ટના રહેણાંક ઘરધણી સહિત કુલ પાંચ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2,62,500 ની રોકડ તથા ચાર મોબાઈલ સહિત 2,87,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મહેન્દ્રનગર ગામે આવેલ સિદ્ધિવિનાયક સોસાયટી ગજાનંદ એપાર્ટમેન્ટના મકાન નંબર 103 માં રહેતા રાજેશ સરડવાના રહેણાંક મકાનમાં રેડ કરી હતી .
ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી રાજેશ જીવરાજભાઈ સરડવા તથા વિવેકભાઈ વિનોદભાઈ ગોસાઈ રહે. મોટા દહીસરા, ભાવેશ બાલુભાઈ સીતાપરા રહે. મહેન્દ્રનગર પ્રભુ કૃપા રેસીડેન્સી મોરબી, જયેશ રાઘવજીભાઈ બોપલિયા રહે. મહેન્દ્રનગર તથા સાગર રમેશભાઈ સરડવા રહે. મહેન્દ્રનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 2,62,500 રોકડા 25,000 ની કિંમત ના ચાર મોબાઈલ ફોન આમ કુલ મળીને 2,87,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

