Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Iran ના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી

    May 22, 2026

    બ્રિટન જતા ભારતીયોમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ!

    May 22, 2026

    વિવાદીત નિવેદન બાદ બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધની ચેતવણી

    May 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Iran ના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી
    • બ્રિટન જતા ભારતીયોમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ!
    • વિવાદીત નિવેદન બાદ બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધની ચેતવણી
    • RBI એ પોતાનો ખજાનો ખોલી દીધો, સરકારને ૨.૮૭ લાખ કરોડનો રેકોર્ડ ડિવિડન્ડ મળશે
    • હું ઈરાનમાંથી યુરેનિયમ બહાર કાઢવાની મંજૂરી નહીં આપુંઃMojahedin Khamenei
    • વિશ્વના ૨૦ સૌથી ગરમ શહેરોની યાદીમાં રહેલા બધા શહેરો ભારતના
    • Everest શિખર પરથી ઉતરતી વખતે બે ભારતીયોના મોત
    • CM Dhami એ પણ રસ્તાઓ પર નમાઝ પઢવા અંગે નિવેદન બહાર પાડ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યા કેસમાં બેદરકારી બદલ ચાર પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ
    રાજકોટ

    Rajkot: દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યા કેસમાં બેદરકારી બદલ ચાર પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 22, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૨૨
    તાજેતરમાં પડધરીના ખાખડાબેલા ગામે ચકચારી દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યાનો મામલે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ મામલે વિવિધ મીડિયામાં રિપોર્ટ્‌સ પ્રકાશિત થતા પોલીસ તંત્રની બેદરકારી સ્પષ્ટપણે ઉજાગર થઈ હતી. જેને ગંભીરતાથી લઈને રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે હાલ કડક કાર્યવાહી હાથ ધરી છે અને દુષ્કર્મ અને પોક્સોના કેસમાં બેદરકારી દાખવનારા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે કુલ ૪ પોલીસ કર્મીઓને ફરજમાંથી બરતરફ કરી પોલીસે પોતાના જ વિભાગના કર્મીઓ સામે એક દાખલો બેસાડ્યો છે.
    વિગતે વાત કરીએ તો, રાજકોટ પડધરીના ખાખડાબેલા ગામે વાહન સીઝિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ૪૦ વર્ષીય આધેડની બે શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી. આ કેસમાં હત્યારાઓ અન્ય કોઈ નહીં પણ મૃતકની દીકરી પર દુષ્કર્મ આચરનાર જ બે નરાધમો હતા. હાલમાં જેની હત્યા થઈ તે યુવકે બે વર્ષ અગાઉ વર્ષ ૨૦૨૪માં પડધરી પોલીસ સ્ટેશન ખાતે પોતાની સગીર દીકરી સાથે દુષ્કર્મ થયું હોવાથી ફરિયાદ નોંધાવી હતી. જેમાં મહેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા અને અજયસિંહ જાડેજા આરોપીઓ તરીકે દર્શાવાયા હતા. ફરિયાદ બાદ પોલીસે અજયસિંહની ધરપકડ કરી હતી. જ્યારે મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ લાંબા સમયથી ફરાર હતા. તેમને જ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો.
    પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યાકાંડના આરોપીઓ બે વર્ષથી પોક્સો એક્ટના ગુનામાં વોન્ટેડ જાહેર હતા અને તેમને પીડિતાના પિતાને સમાધાન કરવા સતત દબાણ કર્યા બાદ તેમનું ધાર્યું ન થતા છરીથી રહેંસી નાખી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા હતા. જે મામલે રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કડક વલણ અપનાવ્યું છે અને દુષ્કર્મ અને પોક્સોના કેસમાં બેદરકારી દાખવનારા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી બંધ બેસતો દાખલો આપ્યો છે.
    મળતી માહિતી મુજબ, આ કેસમાં બેદરકારી બદલ પડધરીના તત્કાલીન પીઆઇ એચ.એન.રાઠોડ, પીઆઇ એસ.એન.પરમાર, પીએસઆઇ જે.જે.વાળા અને એએસઆઈ ભગીરથસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. જેમાંથી પીઆઇ એસ.એન.પરમાર ૧૫ દિવસમાં બીજી વખત સસ્પેન્ડ થયા હોવાની વિગતો મળી રહી છે. અગાઉ લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવતા એસ.એન.પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ હાલ ફરી એકવાર એસ.એન.પરમાર વિરુદ્ધ સસ્પેન્શન લેટર નીકળ્યો છે.
    નોંધનીય છે કે, આ મામલે વર્ષ ૨૦૨૪ના સગીરા સાથે દુષ્કર્મ કેસના બે વર્ષથી ફરાર આરોપીઓ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ હાલ અચાનક પ્રકટ થઈ હત્યાની ઘટનાને અંજામ આપી ફરી એકવાર ફરાર થઈ ગયા છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે ન્યૂઝ૧૮ ગુજરાતી સહિતના મીડિયા ચેનલ્સના અહેવાલની અસર બાદ પોલીસ વિભાગે બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી એક દાખલો બેસાડ્યો છે. જોકે આ કેસમાં ફરાર આરોપીઓ હવે ક્યારે પકડાશે તથા સસ્પેન્ડેડ પોલીસ અધિકારીઓની આરોપીઓ સાથે મિલીભગત છે કે શું તે અંગે આગામી સમયમાં સત્ય બહાર આવવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    પડધરીમાં ઘરમાં ગોડાઉનમાંથી રૂ.4.62 લાખનો Alcohol ઝડપાયો

    May 21, 2026
    રાજકોટ

    કેમિસ્ટોની દેશવ્યાપી Strike માં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં મેડીકલ સ્ટોર બંધ

    May 20, 2026
    રાજકોટ

    Rajkot: રેલનગરમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીએ એસિડ પીધું

    May 19, 2026
    રાજકોટ

    ચાંદી પ્રકરણમાં Rajkotનાં 9 વેપારી સામે તપાસનો ગાળીયો

    May 19, 2026
    રાજકોટ

    Rajkot: Jungleshwarની 14 વર્ષની તરૂણી પર છરીની અણીએ ગેંગ રેપ

    May 19, 2026
    રાજકોટ

    Rajkot: કટારીયા શો-રૂમમાં કાર હટાવવા મુદ્દે કેમીકલ કંપનીના મેનેજર અને તેના મિત્ર પર હુમલો

    May 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Iran ના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી

    May 22, 2026

    બ્રિટન જતા ભારતીયોમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ!

    May 22, 2026

    વિવાદીત નિવેદન બાદ બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધની ચેતવણી

    May 22, 2026

    RBI એ પોતાનો ખજાનો ખોલી દીધો, સરકારને ૨.૮૭ લાખ કરોડનો રેકોર્ડ ડિવિડન્ડ મળશે

    May 22, 2026

    હું ઈરાનમાંથી યુરેનિયમ બહાર કાઢવાની મંજૂરી નહીં આપુંઃMojahedin Khamenei

    May 22, 2026

    વિશ્વના ૨૦ સૌથી ગરમ શહેરોની યાદીમાં રહેલા બધા શહેરો ભારતના

    May 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Iran ના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી

    May 22, 2026

    બ્રિટન જતા ભારતીયોમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ!

    May 22, 2026

    વિવાદીત નિવેદન બાદ બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધની ચેતવણી

    May 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.