France, તા.8
ઇરાન યુધ્ધના કારણે અમેરિકાના `નાટો’ સાથેના સંબંધો બગડ્યા છે અને જે રીતે આ દેશો અમેરિકાની મદદે પહોંચતા નથી તે વચ્ચે ફ્રાન્સએ એક મહત્વના પગલામાં અમેરિકામાં રાખવામાં આવેલું પોતાનું સોનુ પેરીસમાં શીફટ કર્યું છે.
હાલમાં જ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રો વચ્ચે તડાફડી થઇ હતી અને ટ્રમ્પે મેક્રો માટે અનેક ખોટા શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો તે વચ્ચે હવે ફ્રાન્સમાં પગલું મહત્વનું ગણાય છે.
ફ્રાન્સની સેન્ટ્રલ બેંક બેંક ઓફ ફ્રાન્સ દ્વારા આ સોનુ પાછુ લાવવામાં લાંબો વિવાદ સર્જાય તેવી ધારણા હોવાથી ફ્રાન્સે તેમ કરવાના બદલે 129 ટન સોનુ આંતરરાષ્ટ્રીય બજારમાં વેંચી નાખ્યું હતું. જ્યારે સોનાની કિંમત અત્યંત ઉંચી હતી ત્યારે ફ્રાન્સે ચાલાકીપૂર્વક આ સોનુ વેંચીને એક સાથે બે હેતુ પાર પાડ્યા હતા.
સર્વ પ્રથમ સોનુ પરત લાવવા માટેનો ખર્ચ બચાવી લીધો અને બીજી તરફ ઉંચી કિંમતે સોનુ વેચીને નફો પણ કરી લીધો હતો. આમ ફ્રાન્સે 12.8 બીલીયન યુરોનો નફો પણ કર્યો છે. ફ્રાન્સે અલગ-અલગ 26 વ્યવહારોમાં આ સોનુ વેંચ્યું હતું અને તેણે વેંચેલું સોનુ ફ્રાન્સના કુલ સોના ભંડારના ફક્ત પાંચ ટકા હોવાનું મનાઇ છે.
ફ્રાન્સ પાસે હવે 20437 ટન સોનુ પડ્યું છે. અને તે પુરેપુરું ફ્રાન્સમાં જ મોજુદ છે. જો કે ફ્રાન્સની સેન્ટ્રલ બેન્કના ગર્વનરે સ્પષ્ટ કર્યું છે કે કોઇ રાજકીય કારણોસર નહીં પરંતુ સોનાને અપગ્રેડ કરવા માટેનું આ પગલું હતું.
બીજી તરફ જર્મનીમાં પણ હવે માંગ ઉઠી છે કે ટ્રમ્પના સમયમાં અમેરિકા ભરોસાપાત્ર રહ્યું નથી અને તેથી અમેરિકામાં આપણા દેશનું સોનું હોવું જોઇએ નહીં અને આગામી સમયમાં તે પણ પરત મેળવી લે તેવા સંકેત છે.

