બંને મિત્રોને ન્યારા ગામે આરોપીએ આંતરી માર માર્યો
Harpalsinh Jadeja,Rajkot,તા.19
રાજકોટમાં રહેતા અને ન્યારા ગામે રહેતા મિત્રના ઘરેથી પરત ફરતા બે યુવાન પર ખંભાળા નજીક કાર અને બાઇક લઈ ધસી આવેલા 6 શખ્સો એ લોખંડમાં પાઇપ વડે હુમલો કરતા ફરિયાદીના મિત્રને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ઘટનાની જાણ થતા પડધરી પોલીસે 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી રાજકોટ શહેરમાં નાના મૌવામાં રહેતાં પૃથ્વી હેમંતભાઈ પરમાર જી.જે.03 એમ એ 3689 બાઈક લઈ પોતાના મિત્ર સમીર નિરુભાઈ ગોહેલ સાથે લઈ ગત રાત્રે ન્યારા રહેતા પોતાનાં મિત્રના ઘરે પોતાનું ચાર્જર લેવા ગયેલ અને પરત ફર્યા ત્યારે બજરંગ પાન પાસે થી પસાર થતા ન્યારા રહેતા આરોપી અરવિંદ ઉર્ફે આર્યન કેશુભાઈ વઘેરા, આર્યન વિનોદભાઈ વઘેરા, કેશુભાઈ વઘેરા, અમિત અરજણ વઘેરા,અનિલ અરજણ વઘેરા, અરજણ વઘેરા ત્યાં ઊભા હોય અને બંને મિત્રોને જોઈ અને તમામ આરોપી સ્વિફ્ટ કાર અને એક ઍક્સેસ બાઇક લઈને પીછો કરતા બાઇક ને ખંભાળા ગામ તરફ ભાગી ગયેલ ખંભાળા રોડ પર મેલડી માના મંદિર પાસે પહોચતા આરોપીએ બંને મિત્રોને રસ્તામાં આંતરી અને બંને મિત્રો પર 6 શખ્સો લોખંડ પાઇપ વડે તૂટી તૂટી પડેલ અને બંને મિત્રો ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થયેલ બાદ ફરિયાદી પૃથ્વીને મુંઢ ઇજા થયેલ અને મિત્ર સમીર ને વધુ ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવેલ હતા આ અંગે ફરિયાદી જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા ન્યારા ગામે મારામારી ના બનાવમાં ફરિયાદી પૃથ્વી વિરુદ્ધ ગુનો નોંધાયેલ જેમાં ફરિયાદ નિર્દોષ હોવાથી રાજકોટ પોલીસ ને ફરિયાદ કરતા ફરિયાદ ખાર રાખી આરોપીએ હુમલો કર્યાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે આ અગે પડધરી પોલીસે 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોધી પીએસઆઈ અગ્રાવત વધુ તપાસ ચલાવી આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

