રાજકોટ, પોરબંદર અને દ્વારકાના અધિક કલેકટર બદલાયા
રાજકોટ ખાતે એ.કે.ગૌતમ, એચ.પી.પટેલને દ્વારકા ડીઆરડીમાં
Gandhinagar, તા.૨૯
રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મોડી સાંજે જીએસ કેડરના ૩૭ અધિકારીની સામુહિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ,પોરબંદરના અધિક કલેકટર અને પોરબંદરના ડીએસઓ તેમજ ટેકનીકલ એજ્યુકેશન કમિશનર કચેરીના જોઈન્ટ કમિશનર તરીકે એચ.એન.મલીકની બદલી કરવામાં આવી છે.
વધુ વિગતો મુજબ રાજ્યના વહીવટી વિભાગ દ્વારા લાંબા સમય બાદ બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં પોરબંદર ડીએસઓ એચ.પી.જોશીને દેવભૂમી દ્વારકા ડીઆરડીમાં, ગાંધીનગર મહાનગરપાલીકામાં ડેપ્યુટી ડાયરેકટર એસ.એન.મલેકને ટેકનીકલ એજ્યુકેશનમાં જોઈન્ટ કમિશનર તરીકે, મોડાસાના ડેપ્યુટી કલેકટર ડી.વી.પ્રજાપતિને ગાંધીનગર મનપાના ડેપ્યુટી કમિશનર તરીકે સામાન્ય વહીવટી વિભાગમાં ફરજ બજાવતા એમ.આર.બ્રહ્મભટ્ટને વડોદરા ખાતે, સી.વી.પટેલને અમદાવાદ, બી.બી.મોડીયાને સ્ટેમ્પ ડ્યુટી ગાંધીનગર, આર.સી.પટેલને સુરત, અંકીતા પરમારને ડીઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગર, એ.બી.રાદડીયા હાઈસેકન્ડરી બોર્ડ ગાંધીનગર , એન.એસ.ગુપ્તા પી.એમ.પોષણ યોજના ગાંધીનગર, એ.કે.ગૌતમને અધિક કલેકટર રાજકોટ, ડી.આઈ.ભગલાણી આદીવાસી વિકાસ ગાંધીનગર, એમ.આર.પ્રજાપતિ મેરીટાઈમ બોર્ડ ગાંધીનગર, એન.એમ.મોદનને પીએમજેવાય ગાંધીનગર, કે.એસ.ગઢવી ગાંધીનગર, અમદાવાદના એસ.કે.પટેલને સાયન્સ સીટી અમદાવાદ, ખેડા બી.કે.જોષી ઔદ્યોગીક વિકાસ ગાંધીનગર, નવસારીના કે.પી.જોષી મહાપાલીકા વડોદરા, રાજકોટના અધિક કલેકટર ચેતન ગાંધી સિવિલ સપ્લાય ગાંધીનગર, ગાંધીનગરના બી.આર.સાગરને અધિક કલેકટર અમદાવાદ, અરવલ્લીના જે.કે.જગોડને અધિક કલેકટર મહેસાણા, અમદાવાદના જે.બી.દેસાઈને અધિક કલેકટર ખેડા, ગાંધીનગરના પી.એમ.પંડયાને ડીઆરડી નવસારી, અમદાવાદના જે.બી.વાડેર, અધિક કલેકટર પોરબંદર, વડોદરાના એચ.પી.પ્રજાપતિ અધિક કલેકટર પાટણ, વડોદરાના એન.પી.પાટડીયા ગાંધીનગર, વડોદરાના બી.જે.ઝાલાને ગાંધીનગર, ગાંધીનગરના વી.એમ.રાજપૂતને મહાપાલીકા વડોદરા, ગાંધીનગરના આર.કે.કુશવા ગાંધીનગર, પાટણના ડી.એસ.પટેલને અધિક કલેકટર વડોદરા, નવસારીના વાય.બી.ઝાલાને અધિક કલેકટર નવસારી અને દ્વારકાના ડીઆરડીના આર.જે.જાડેજાને વહીવટી વિભાગમાં બદલીના હુકમો કરવામાં આવ્યા છે.

