Girgarhda,તા.16
ગીરગઢડાનાં ધોકડવા ગામે એસ એન વિદ્યાલય ખાતે પરંપરાગત નવરાત્રી મહોત્સવનું આયોજન થયું જેમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેમાં માતાજીની આરતી સાથે ગરબાની શરૂઆત કરી અને 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓએ અલગ અલગ લાઠીદાવ અને તલવાર પેચ રજૂ કર્યા.
સાથે સાથે મેનેજિંગ ટ્રસ્ટી મયુરભાઇ કલસરિયાએ ગરબો એટલે શું ?અને નવરાત્રી શા માટે ઉજવવામાં આવે?? તેની પૌરાણિક માહિતી ઊંડાણ પૂર્વક આપી અને પરંપરાગત પહેરવેશ અને શ્રેષ્ઠ ગરબા રમતા તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા.
તેમાં પરપરાંગત ડ્રેસમાં પ્રથમ તૃતિય દ્વિતીય આવનાર વિધાર્થીઓ તેમજ બાળભવનથી ધોરણ 4 અને ધોરણ 5 થી 8 એમ કુલ 36 બાળકોને પ્રોત્સાહિત ઈનામો વિતરણ કરાયાં હતાં.

