Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય
    • Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા
    • રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!
    • સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી
    • સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!
    • બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી
    • ગૃહિણીઓ @ ફક્ત ગૃહિણીઓ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માતાઓ:સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
    • Morbi માળિયાના હરીપર નજીક રોડ સાઈડમાં રાખેલી એસટી બસ સાથે ટ્રક અથડાતા બે મહિલાને ઈજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સરકારની મોટી જાહેરાતઃ ૨૦૩૦ સુધી Gujarat ના શહેરો ’વાયર-ફ્રી’ બનશે
    ગુજરાત

    સરકારની મોટી જાહેરાતઃ ૨૦૩૦ સુધી Gujarat ના શહેરો ’વાયર-ફ્રી’ બનશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 3, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રથમ તબક્કામાં રાજ્યની ૧૭ મહાનગરપાલિકાઓ અને અન્ય શહેરી વિસ્તારોને આ યોજનામાં આવરી લેવામાં આવશે

    Gandhinagar,તા.૩

    રાજ્ય કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો અને સરકારની ભાવિ યોજનાઓ અંગે માહિતી આપી હતી. તેમણે પૂર્વ મંત્રી અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ રાજ્યમાં વાયર-ફ્રી સિટી પ્રોજેક્ટ, પ્રાકૃતિક ખેતી અભિયાન અને બાજરી ખરીદી મુદ્દે સરકારના વલણ અંગે પણ વિગતવાર માહિતી આપી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, પૂર્વ મંત્રી યોગેશ પટેલે રાવપુરા અને માંજલપુર વિસ્તારના ધારાસભ્ય તરીકે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. પાયાની સુવિધાઓ માટે તેમણે સતત લડત આપી હતી. તેમના નિધનથી જાહેર જીવનમાં એક ખાલીપો સર્જાયો હોવાનું પણ તેમણે જણાવ્યું.

    રાજ્ય સરકારે ગુજરાતના શહેરી વિસ્તારોને વધુ સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે વર્ષ ૨૦૩૦ સુધી તબક્કાવાર રીતે ‘વાયર-ફ્રી સિટી’ બનાવવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ તબક્કામાં રાજ્યની ૧૭ મહાનગરપાલિકાઓ અને અન્ય શહેરી વિસ્તારોને આ યોજનામાં આવરી લેવામાં આવશે. હાઈ ટેન્શન અને લો ટેન્શન વીજ કેબલ ઉપરાંત વિવિધ નેટવર્ક કેબલોને પણ ભૂગર્ભમાં લઈ જવામાં આવશે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી જનજીવન વધુ સુરક્ષિત બનશે અને અવરોધ વિનાનો વીજ પુરવઠો મળી શકશે. આ ઉપરાંત ઊર્જા ક્ષેત્રમાં ગુજરાતને વધુ એક સિદ્ધિ મળી છે. રૂફટોપ સોલાર ઊર્જાના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી બદલ વર્ષ ૨૦૨૬ના રાષ્ટ્રીય સ્તરના પુરસ્કાર માટે ગુજરાતની પસંદગી કરવામાં આવી હોવાનું પણ વાઘાણીએ જણાવ્યું.

    તેમણે જણાવ્યું કે, કૃષિ ક્ષેત્રમાં રાજ્ય સરકારે ‘ખેતી બચાવો અભિયાન’ને જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો છે. રાસાયણિક ખાતરોના વધતા ઉપયોગને કારણે જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા પર થતી અસરને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવામાં આવશે. આગામી સમયમાં પાંચ લાખ ખેડૂતોને આ અભિયાન સાથે જોડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ ફેલાવવા માટે રાજ્યભરમાં સેમિનાર, વર્કશોપ અને અન્ય કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રી સહિત જિલ્લાના અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આ અભિયાન સાથે જોડાશે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે લાંબા ગાળાની આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવશે.

    બાજરી ખરીદી મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવેલા વિરોધ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે આ મુદ્દે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે. ખેડૂતોનું રજિસ્ટ્રેશન અપેક્ષા કરતાં વધુ હોવાથી કેન્દ્ર સરકાર સમક્ષ વધુ કોટા ફાળવવાની રજૂઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ખરીદી કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે સંવેદનશીલ છે અને તેમના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

    રાજ્ય સરકાર દ્વારા બાજરી ખરીદી માટે નવી મર્યાદા લાગુ કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. સરકારે રાતોરાત પરિપત્ર જાહેર કરીને ૨ જૂનથી ખેડૂતદીઠ માત્ર ૧૦૦ મણ બાજરીની જ ખરીદી કરવાનો નિર્ણય અમલમાં મૂક્યો છે. અગાઉ બાજરી ખરીદી માટે આવી કોઈ મર્યાદા ન હતી, જેના કારણે ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે. સરકારના નવા નિયમ મુજબ હવે દરેક ખેડૂત પાસેથી મહત્તમ ૧૦૦ મણ બાજરીની જ ખરીદી કરવામાં આવશે. ખેડૂતોનું કહેવું છે કે આ નિર્ણયથી ખાસ કરીને વધુ ઉત્પાદન કરનારા ખેડૂતોને સીધી અસર થશે. મોટા પાયે બાજરીનું વાવેતર કરનારા ખેડૂતો માટે પોતાની સંપૂર્ણ ઉપજનું વેચાણ કરવું મુશ્કેલ બની શકે છે. આ નિર્ણય સામે ભારતીય કિસાન સંઘે વિરોધ નોંધાવ્યો છે.

    કિસાન સંઘનું કહેવું છે કે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર અને તેમની સાથે કોઈ ચર્ચા કર્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંઘે સરકાર સમક્ષ રજૂઆત કરીને ખેડૂતદીઠ ૧૦૦ મણ બાજરી ખરીદીની મર્યાદા પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હાલ ખેડૂતોની રજૂઆત બાદ સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. સરકાર મર્યાદામાં કોઈ ફેરફાર કરે છે કે નહીં અને ખેડૂતોની માંગને કેટલું મહત્વ આપે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026
    મોરબી

    Morbi માળિયાના હરીપર નજીક રોડ સાઈડમાં રાખેલી એસટી બસ સાથે ટ્રક અથડાતા બે મહિલાને ઈજા

    June 15, 2026
    મોરબી

    Morbi માળિયાના વીરવિદરકા ગામ નજીકથી દેશી બંદુક સાથે એક ઝડપાયો

    June 15, 2026
    રાજકોટ

    Western Railwayના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ રાજકોટ ઓખા રેલવે સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ કર્યું

    June 15, 2026
    જામનગર

    Jamnagarમાં પરિવાર પર હુમલો પાવડા-પથ્થરથી માર મારતા પાંચને ઇજા

    June 15, 2026
    જામનગર

    Jamnagar નજીક સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ટ્રકનું ટાયર ફાટતાં મજૂર યુવાનનું કરુણ મોત

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026

    સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી

    June 15, 2026

    સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!

    June 15, 2026

    બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.