ફિલ્મ રૂપાથી કમબેક પહેલાં સુનિતા સાથેના સંબંધો અંગે અભિનેતા Govindaએ આપ્યો મોટો જવાબ
Mumbai, તા.૨૬
લગ્નના ૩૯ વર્ષ પછી ડિવોર્સની અફવાઓ પર ગોવિંદાએ મૌન તોડયું, વાંચો શું કહ્યું?. બોલિવૂડના ‘હીરો નંબર ૧’ ગોવિંદા ૭ વર્ષ પછી ફિલ્મ ‘રૂપા’ દ્વારા મોટા પડદા પર કમબેક કરવા જઈ રહ્યા છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં તેઓ પોતાની અંગત જિંદગીને લઈને ભારે ચર્ચામાં છે. Govinda અને તેમની પત્ની સુનિતા આહુજા વચ્ચેના સંબંધો ચર્ચાસ્પદ બની રહ્યા છે.બોલિવૂડના ‘હીરો નંબર ૧’ ગોવિંદા ૭ વર્ષ પછી ફિલ્મ ‘રૂપા’ દ્વારા મોટા પડદા પર કમબેક કરવા જઈ રહ્યા છે.
ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં તેઓ પોતાની અંગત જિંદગીને લઈને ભારે ચર્ચામાં છે. ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા વચ્ચેના સંબંધો ચર્ચાસ્પદ બની રહ્યા છે. તાજેતરમાં જ સુનિતાએ કોર્ટમાંથી પોતાનો ડિવોર્સ કેસ પાછો ખેંચી લીધો હતો. તેણે એવું પણ કહ્યું હતું કે જો તેઓ ડિવોર્સ કેસ પાછો ના ખેંચત, તો ગોવિંદા બીજા લગ્ન કરી લેત. હવે ગોવિંદાએ આ પારિવારિક વિવાદ પર ખુલીને વાત કરી હતી. પત્ની સુનિતા સાથેના પોતાના સંબંધો અંગે વાત કરતા ગોવિંદાએ કહ્યું- “હું મહિલાઓને પૂછું છું… હું તેને શા માટે સમજાવું? મને ખબર છે કે તે જે કંઈ કરી રહી છે તે બાળકોના કલ્યાણ માટે કરી રહી છે.
સુનિતા મારો પહેલો પ્રેમ છે. જ્યારે મારી માતાનું અવસાન થયું, ત્યારે સુનિતાએ મારી પાસે સ્વતંત્રતા માંગી હતી, જે મેં સ્વીકારી હતી. તે પોતાની જિંદગી જે રીતે જીવવા માંગે છે તે રીતે જીવી રહી છે. મારા માટે તે ‘કમિંગ પ્લેસ’ છે. મારો ઘરનો દરવાજો હંમેશાં સુનિતા માટે ખુલ્લો છે અને હું તેને મારો જ એક ભાગ માનું છું.”જ્યારે ગોવિંદાને તેમના અને સુનિતાના સંબંધોની કાનૂની સ્થિતિ અંગે સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેણે ગંભીરતાથી જવાબ આપ્યો કે, “ના-ના, અમે હિન્દુ માણસ છીએ. અમારે ત્યાં ડિવોર્સ શબ્દ જ નથી. તલાક શબ્દ નથી. એનો તો સવાલ જ ઊભો થતો નથી.”ગોવિંદા પર એક્સ્ટ્રા મેરિટલ અફેરના આરોપો અંગે પૂછવામાં આવતાં તેણે કહ્યું કે, “મારી સામે ૪-૪ મિસ યુનિવર્સ જેવી અભિનેત્રીઓ આવી, પરંતુ હું ક્યારેય તેમની સાથે યોગ્ય રીતે મળી શક્યો નહીં. અફસોસ છે કે મેં એવું કેમ ન કર્યું. જો આજે મોકો મળે તો હું આજે દાવ લગાવી દઉં.”ઉલ્લેખનીય છે કે, અભિનેતા ગોવિંદા અને સુનિતા આહુજા બોલિવૂડના ફેવરિટ કપલ માનવામાં આવે છે. બંનેના લગ્નને લગભગ ૩૯ વર્ષ થઈ ચૂક્યા છે. ગોવિંદા અને સુનિતા એક પુત્ર યશ અને પુત્રી ટીનાના માતા-પિતા છે. લાંબા સમય પછી જ્યારે આ હેપી કપલના લગ્નજીવનમાં અણબનાવના અહેવાલો આવ્યા ત્યારે ફેન્સ ચોંકી ગયા હતા. પરંતુ હવે ગોવિંદાએ સ્પષ્ટ કરી દીધું છે કે ગમે તે થાય, તેઓ અને સુનિતા ક્યારેય અલગ થવાના નથી.

