Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    યુદ્ધ થાય કે ન થાય, હોર્મુઝ સ્ટ્રેટ અંગે અમારી નીતિઓ બદલાશે નહીં, Iran

    October 26, 2026

    India વિરુદ્ધ ન્યુઝીલેન્ડઃ કિવી મુખ્ય કોચ વોલ્ટરને શ્રેણીમાં વાપસીની આશા, કહે છે, “અમે તકો ગુમાવી દીધી.”

    October 26, 2026

    Pollard મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ બન્યા પછી એસએ૨૦ માં જોબર્ગ સુપર કિંગ્સ માટે રમવાનો ઇનકાર કર્યો

    October 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • યુદ્ધ થાય કે ન થાય, હોર્મુઝ સ્ટ્રેટ અંગે અમારી નીતિઓ બદલાશે નહીં, Iran
    • India વિરુદ્ધ ન્યુઝીલેન્ડઃ કિવી મુખ્ય કોચ વોલ્ટરને શ્રેણીમાં વાપસીની આશા, કહે છે, “અમે તકો ગુમાવી દીધી.”
    • Pollard મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ બન્યા પછી એસએ૨૦ માં જોબર્ગ સુપર કિંગ્સ માટે રમવાનો ઇનકાર કર્યો
    • Arjun Sarjaની પુત્રી અંજના અર્જુને ખ્રિસ્તી સાથે લગ્ન કર્યા, લગ્ન સમારોહ હિન્દુ-ખ્રિસ્તી વિધિ અનુસાર કરવામાં આવ્યો
    • Randerમા મજાક બની જીવલેણ,મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી રિક્ષાચાલકની હત્યા કરી
    • Rajkotમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીનો આપઘાત, ૧૫ વર્ષનો દીકરો નોંધારો
    • Rajkotમાં પાવર કેપ્સુલના નામે છેતરપિંડી, અશ્લીલ ક્લિપ્સ મોકલી યુવાનોને ફસાવતા, પોલીસે ૧૦ને દબોચ્યા
    • કોકરોચ, બેડબગ, “ટુકડે-ટુકડે” ગેંગ અને બેભાન નક્સલવાદીઓ જેવા દુષ્ટતાઓ કોરોનાવાયરસની જેમ ફેલાઈ રહ્યા છે, Suvendu Adhikari
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»અભિનેતા Prabhasની ફૌઝીની રિલીઝ ડેટ જાહેર થઈ
    મનોરંજન

    અભિનેતા Prabhasની ફૌઝીની રિલીઝ ડેટ જાહેર થઈ

    Vikram RavalBy Vikram RavalOctober 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૨૬

    સાઉથના સુપરસ્ટાર Prabhasના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. દિગ્દર્શક હનુ રાઘવપુડીની ઐતિહાસિક એક્શન ફિલ્મ ‘ફૌઝી’ની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. ફિલ્મના નિર્માતાઓએ પ્રભાસના જન્મદિવસ નિમિત્તે ફિલ્મનું રોમાંચક ટીઝર રજૂ કરીને જાહેરાત કરી છે કે ‘ફૌઝી’ ૧૯ માર્ચ, ૨૦૨૭ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. અગાઉ આ ફિલ્મ ૩ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની હતી.ફિલ્મના ટીઝરમાં પ્રભાસ એક ભારતીય જાસૂસ અને સૈનિક ‘ફૌઝી’ની ભૂમિકામાં જોવા મળે છે. વાર્તાની પૃષ્ઠભૂમિ બીજા વિશ્વયુદ્ધના સમયગાળાની છે.

    ટીઝરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલર વચ્ચે બર્લિનમાં થયેલી મુલાકાતનું નાટયાત્મક ચિત્રણ કરવામાં આવ્યું છે. ટીઝરમાં બોઝ બ્રિટિશ શાસન સામે ભારતની લડાઈમાં જર્મનીની મદદ માગતા જોવા મળે છે. જોકે, હિટલર ભારતની ગુલામી અને બ્રિટન સામેની લડાઈ જીતવાની શક્યતા અંગે અપમાનજનક ટિપ્પણી કરે છે. તેના જવાબમાં બોઝ ભારતની ક્ષમતા અને ભારતીયોની બુદ્ધિનો ઉલ્લેખ કરીને સ્પષ્ટ કરે છે કે તેઓ જર્મનીની મદદ મળે કે ન મળે, ભારતને આઝાદ કરાવશે.ટીઝરમાં બોઝ પ્રભાસના પાત્ર ‘ફૌઝી’નો ઉલ્લેખ એક કુશળ સૈનિક, વ્યૂહરચનાકાર અને જાસૂસ તરીકે કરે છે.

    વાર્તા અનુસાર, ફૌઝીની ગુપ્ત કામગીરીને કારણે બ્રિટન પાસેથી સિંગાપોર મેળવવામાં જાપાનને મદદ મળી હતી. ફિલ્મમાં ફૌઝીએ ભગવદ્‌ ગીતાથી પ્રેરિત એક અત્યંત જટિલ ગુપ્ત કોડ તૈયાર કર્યો હોવાનો પણ ઉલ્લેખ છે. ટીઝરમાં આ કોડને જર્મનીના પ્રખ્યાત ‘એનિગ્મા’ કોડ કરતાં પણ વધુ મુશ્કેલ ગણાવવામાં આવ્યો છે. ફૌઝીની સાચી ઓળખ ગુપ્ત રહે છે અને બ્રિટિશરો તેને આ નામથી ઓળખે છે, એવો વાર્તાનો સંકેત આપવામાં આવ્યો છે.દિગ્દર્શક હનુ રાઘવપુડીએ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે ફિલ્મમાં સંસ્કૃતના શ્લોકોનો ઉપયોગ વાર્તાને ગંભીરતા અને દાર્શનિક આધાર આપવા માટે કરવામાં આવ્યો છે.

    જોકે, ‘ફૌઝી’ પૌરાણિક ફિલ્મ નથી. ભગવદ્‌ ગીતામાંથી દાર્શનિક પ્રેરણા લઈને બ્રિટિશ શાસનના સમયગાળાની માનવીય લાગણીઓ, રાજકીય સંઘર્ષ અને દેશભક્તિને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ‘સીતા રામમ’ જેવી ફિલ્મ માટે જાણીતા હનુ રાઘવપુડી આ ફિલ્મને ભવ્ય દૃશ્યો અને લાગણીસભર વાર્તા સાથે તૈયાર કરી રહ્યા છે. ‘બાહુબલી’ બાદ પ્રભાસ ફરી એક મોટા પાયાના ઐતિહાસિક ડ્રામામાં જોવા મળશે.ફિલ્મમાં પ્રભાસની સાથે ઇમાનવી મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. ઉપરાંત અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, ભાનુ ચંદર અને જયાપ્રદા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યાં છે. ફિલ્મનું સંગીત વિશાલ ચંદ્રશેખરે આપ્યું છે, જેમણે અગાઉ હનુ રાઘવપુડીની ફિલ્મ ‘સીતા રામમ’માં પણ સંગીત આપ્યું હતું. સિનેમેટોગ્રાફીની જવાબદારી સુદીપ ચેટર્જીએ સંભાળી છે, જ્યારે ગીતોના શબ્દો કૃષ્ણકાંતે લખ્યા છે. ‘ફૌઝી’ની જાહેરાત થઈ ત્યારથી જ પ્રભાસના ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા છે. હવે ટીઝરમાં રજૂ થયેલી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને જાસૂસીની વાર્તાએ ફિલ્મ પ્રત્યેની અપેક્ષાઓ વધુ વધારી છે.

    Prabhas
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleબોલિવૂડ સ્ટાર્સ પર ફાયરિંગથી Rohit Shettyએ બિગ બોસમાં રોષ વ્યક્ત કર્યો
    Next Article Pm Modiના પિતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગેનો વિરોધ,પટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Arjun Sarjaની પુત્રી અંજના અર્જુને ખ્રિસ્તી સાથે લગ્ન કર્યા, લગ્ન સમારોહ હિન્દુ-ખ્રિસ્તી વિધિ અનુસાર કરવામાં આવ્યો

    October 26, 2026
    મનોરંજન

    બોલિવૂડ સ્ટાર્સ પર ફાયરિંગથી Rohit Shettyએ બિગ બોસમાં રોષ વ્યક્ત કર્યો

    October 26, 2026
    મનોરંજન

    Ramayanaના નવા ગીત મંગલ રંગે મોહ્યાં ચાહકો

    October 26, 2026
    મનોરંજન

    Sara Gurpalને મળી જાનથી મારી નાખવાની ધમકીઓ

    October 26, 2026
    મનોરંજન

    ૩૯ વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા અંગે Govindaએ કર્યો ખુલાસો

    October 26, 2026
    મનોરંજન

    ૩૦ વર્ષ કામ પાછળ દોડ્યો, પરિવારને સમય ન આપી શક્યોઃ Aamir Khan

    October 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,750
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹190,710
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-10-2026 20:15
    Categories
    Latest News

    યુદ્ધ થાય કે ન થાય, હોર્મુઝ સ્ટ્રેટ અંગે અમારી નીતિઓ બદલાશે નહીં, Iran

    October 26, 2026

    India વિરુદ્ધ ન્યુઝીલેન્ડઃ કિવી મુખ્ય કોચ વોલ્ટરને શ્રેણીમાં વાપસીની આશા, કહે છે, “અમે તકો ગુમાવી દીધી.”

    October 26, 2026

    Pollard મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ બન્યા પછી એસએ૨૦ માં જોબર્ગ સુપર કિંગ્સ માટે રમવાનો ઇનકાર કર્યો

    October 26, 2026

    Arjun Sarjaની પુત્રી અંજના અર્જુને ખ્રિસ્તી સાથે લગ્ન કર્યા, લગ્ન સમારોહ હિન્દુ-ખ્રિસ્તી વિધિ અનુસાર કરવામાં આવ્યો

    October 26, 2026

    Randerમા મજાક બની જીવલેણ,મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી રિક્ષાચાલકની હત્યા કરી

    October 26, 2026

    Rajkotમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીનો આપઘાત, ૧૫ વર્ષનો દીકરો નોંધારો

    October 26, 2026
    Search
    Main News

    Amit Shah પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં રાહુલ ગાંધી માનહાનિના કેસમાં નિર્દોષ જાહેર

    October 26, 2026

    Pm Modiના પિતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગેનો વિરોધ,પટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

    October 26, 2026

    Jio Platforms IPO એ રચ્યો ઈતિહાસ: દુનિયાની સૌથી મોટી ભાગીદારી, ભારતનો સૌથી મોટો IPO

    October 23, 2026

    PHP2Shell ખામી: 10 વર્ષ જૂની 2 ભૂલોથી દુનિયાની 70% વેબસાઇટ્સ જોખમમાં, તરત અપડેટ કરો

    October 23, 2026

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    યુદ્ધ થાય કે ન થાય, હોર્મુઝ સ્ટ્રેટ અંગે અમારી નીતિઓ બદલાશે નહીં, Iran

    October 26, 2026

    India વિરુદ્ધ ન્યુઝીલેન્ડઃ કિવી મુખ્ય કોચ વોલ્ટરને શ્રેણીમાં વાપસીની આશા, કહે છે, “અમે તકો ગુમાવી દીધી.”

    October 26, 2026

    Pollard મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ બન્યા પછી એસએ૨૦ માં જોબર્ગ સુપર કિંગ્સ માટે રમવાનો ઇનકાર કર્યો

    October 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.