Surat, તા.૯
સુરતના કેમિકલ માફિયાઓમાં ફફડાટ ફેલાય તેવું એક્શન જીપીસીબી દ્વારા લેવામાં આવ્યું છે. બે ટેન્કરોને જપ્ત કર્યા બાદ બહાર આવેલા ઝેરી કેમિકલ નિકાલની ગેરરીતી મામલે જીપીસીબીએ ૪ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરી છે. જીપીસીબીએ બે દિવસ પહેલા કેલ્શિયમ કલોરાઇડ કેમિકલ સાથે બે ટેન્કર કબજે કર્યા હતા. તે સંદર્ભે જીઆઈડીસીમાં આવેલી ઓપીજકેમ પ્રાઇવેટ લિમિટેડ અને પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઓમ ક્લોરાઈડ કંપનીને ક્લોઝર આપવાની કાર્યવાહી કરી છે. આ ઉપરાંત સુરતમાં જ્યાં સીધું પાલિકાની ગટર લાઈનમાં કેમિકલ ઠાલવવામાં આવતું હતું, તે પાંડેસરા-બમરોલી એન્ટરપ્રાઈઝ અને માં એન્ટરપ્રાઈઝને કલોઝર આપવાની સાથે ૨૫-૨૫ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
કેમિકલ માફિયા દહેજ, અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીમાંથી નિકળતા ઝેરી કેમિકલને સુરતની પાંડેસરા જીઆઇડીસીમાં લાવી ત્યાં સુરત મહાનગર પાલિકાની ગટરમાં ઠાલવતા હતા. કેમિકલ માફિયાઓ દ્વારા આચરવામાં આવી રહેલા કૌભાંડ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ગત ૫ જાન્યુઆરી મુજબ, જીપીસીબીને મળેલી બાતમીનાં આધારે રાત્રિ દરમિયાન પાંડેસરા-બમરોલી જીઆઇડીસી ખાતે આવેલી ઉમા એન્ટરપ્રાઈઝ, અને ત્યાં ગેરકાયદેસર રીતે વેસ્ટ કેલ્શિયમ કલોરાઈડ કેમિકલનો નિકાલ કરતા હોવાનું પકડી પાડવામાં આવ્યું હતુ.
આ પ્રકરણની તપાસમાં જાણવા મળ્યું હતુ કે એક ટેન્કર દહેજ ખ્તૈઙ્ઘષ્ઠ માં આવેલી ઓપીજકેમ અને ઓમ ક્લોરાઈડ કંપનીનાં વેસ્ટ કેલ્શિયમ કલોરાઈડ કેમિકલનો નિકાલ કરવા માટે ટેન્કર સુરત પહોંચ્યા હતા.
સમગ્ર પ્રકરણમાં જીપીસીબીએ કડક કાર્યવાહી કરતા પાંડેસરા-બમરોલી જીઆઇડીસી ખાતે આવેલી ઉમા એન્ટરપ્રાઈઝ અને માં એન્ટરપ્રાઈઝએ ઝેરી કેમિકલ નિકાલ માટેનું પ્લેટફોર્મ પુરુ પાડવાનું કાર્ય કર્યુ હતું. તેમજ જાહેરમાં પ્રદુષણ પણ ફેલાવ્યું હોવાથી બંને કંપનીઓને કલોઝર આપવાની સાથે ૨૫-૨૫ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. બમરોલી જીઆઇડીસીમાં સુરત મહાનગર પાલિકાની ગટરમાં ઝેરી કેમિકલ ખાલી કરવા પહોંચ્યા હતા.
જયારે દહેજ જીઆઈડીસીમાં આવેલી ઓપીજકેમ પ્રાઇવેટ લિમિટેડ અને પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઓમ કંપનીને ક્લોઝરને જીપીસીબી તરફથી તમામ એકમો સામે વોટર એક્ટ ૧૯૭૪ હેઠળ કલમ -૩૩-છ અંતર્ગત તાત્કાલિક અસરથી એકમની ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવાનું ફરમાન કરાયું છે. સાથે જ વીજળી અને પાણી પુરવઠો કાપી નાખવાનો આદેશ કરાયા છે.

