Gandhinagar,તા.14
ગુજરાતમાં ઈઝ-ઓફ ડુઈંગ-ઓલ- તમામ ક્ષેત્રો માટે સરળીકરણ-વિવિધ કાનુનોની જટીલતા દુર કરી સમાનતા લાવવા તથા રેડ-ટેપ જેવી સ્થિતિ ટાળવા ગુજરાત સરકાર હવે વિધાનસભાના આગામી સત્રમાં એક સર્વગ્રાહી ઓમ્નિબસ ખરડો લાવવા તૈયારી કરી રહી છે જે દેશભરમાં પ્રથમ હશે.
જેમાં સરકારના નિયંત્રણોને હળવા કે દુર કરી જયાં સૌથી વધુ ફરિયાદો આવતી હોય તે કાનુનની સર્વગ્રાહી સમીક્ષા અને સરળીકરણ અને ઈઝ ઓફ ડુઈંગ બીસનેસમાં જે કઈ વિધ્નો છે તે આ એક જ મેગા-કાનુનથી દુર થઈ જશે તેવા સંકેત છે. ગુજરાત આગામી વર્ષે વાઈબ્રન્ટ સમીટ યોજી રહ્યું છે તથા રાજયમાં હવે નવા-ટેકનોલોજી તથા ઉત્પાદન- સર્વિસ હબ બને તેવા ઉદ્યોગો લાવવામાં આવી રહ્યા છે.
તે સંદર્ભમાં આ કાનુની-વહીવટી સરળીકરણ પ્રક્રિયા વધુ મજબૂત થશે તેવા સંકેત છે. સરકારના 8થી10 સપ્ટેમ્બર વચ્ચે યોજાઈ રહેલા વિધાનસભાના સત્રમાં હાલના પાંચ રાજય સરકારના કાનુનો તથા વહીવટીતંત્રને સાંકળતા નિયમોને તેમાં આવરી લેશે.
જેમાં શહેરી, સલામતી, કામદાર સંબંધી નિયમો, લઘુ તથા નાના ઉદ્યોગોને આવરી લેતા એમએસએમઈ ક્ષેત્ર, મેડીકલ રેગ્યુલેશન તથા લોકોને અપાતી સેવામાં તે એક જ કાનુન હેઠળ આવરી લેવાશે. કેન્દ્ર સરકારે આ કવાયત હાથ ધરી છે.
દેશમાં બહુ જુના પુરાણા હાલ કોઈ તાર્કીક મહત્વ નહી ધરાવતા કાનૂન રદ કરી રહી છે. ગુજરાતમાં પણ તે કવાયત હાથ ધરાઈ છે. જયાં વ્યાપાર-ઉદ્યોગ અને રોજબરોજના જીવન સંબંધી નિયમો કાનુનોને આવરી લેવાશે.
જેમાં સરકાર હાલ જે શહેરી વિકાસ મંત્રાલય હેઠળ છે તે ગુજરાત ફાયર સેફટી એકટ, કામદાર-રોજગાર મંત્રાલય હેઠળના શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ એકટ ઉદ્યોગ વિભાગ હેઠળના ગુજરાત માઈક્રો, સ્મોલ મિડિયમ એન્ટરપ્રાઈઝ એકટમાં સુધારા આવશે.
આ ઉપરાંત આરોગ્ય તથા કુટુંબ કલ્યાણ હેઠળના ગુજરાત મેડીકલ કાઉન્સીલ એકટ તથા સામાન્ય વહીવટ વિભાગ હેઠળના જાહેર સેવામાં નાગરિકોના અધિકાર સંબંધી કાનુન તથા અન્ય બે કાનુનો પણ સુધારાશે.
આમ આ સુધારાથી રાજયના કાનુનો વચ્ચે જે વિરોધાભાસી કે તેવી સ્થિતિ હોય તેના બદલે એકબીજા સાથે સંકલન-સંતુલન સાધે તેવી જોગવાઈ હશે તો કાનુની-નિયમોનો જે બોજો પડે છે તે પણ દુર કરી સમગ્ર પ્રક્રિયા સરળ બનશે તથા એકંદર ઈઝ ઓફ લિવિંગ સક્ષમ બનશે.

