Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah
    • જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે
    • Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો
    • કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો
    • Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી
    • ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા
    • હવામાં ૩૦૦ ફુટ નીચે ઉતરી જનારી ફ્લાઇટના મુખ્ય પાયલટે ગાંજો પીધો હતો : રિપોર્ટ
    • Noida International Airport માં થોડાક જ વરસાદમાં પાણી ભરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»મિલકત નામે કરાવવા દાદા-દાદી પર પુત્રવધૂ અને પૌત્રીઓનો અત્યાચાર, તેલ-પાણી ઢોળી જાનથી મારી નાખવાનો પ્રયાસ
    રાજકોટ

    મિલકત નામે કરાવવા દાદા-દાદી પર પુત્રવધૂ અને પૌત્રીઓનો અત્યાચાર, તેલ-પાણી ઢોળી જાનથી મારી નાખવાનો પ્રયાસ

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૧૨

    રાજકોટના કાલાવડ રોડ વિસ્તારમાં વૃદ્ધ દંપતીને મિલકતમાં ભાગ આપવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. પુત્રના અવસાન બાદ પુત્રવધૂ અને બે પૌત્રી દ્વારા મિલકતમાં ભાગ માગવામાં આવતો હતો અને ભાગ નહીં આપે તો ઘરમાં અકસ્માત સર્જી મારી નાખવાની ધમકી અપાતી હોવાનો ૭૪ વર્ષીય વૃદ્ધાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. બનાવમાં વૃદ્ધ સસરાને હીંચકેથી નીચે પાડી દેવા તથા રસોડામાં તેલ અને પાણી ઢોળી લપસાવી દેવાના પ્રયાસો કર્યાની વિગતો સામે આવી છે.

    કાલાવડ રોડ પર આવેલી ભગીરથી લીલા સોસાયટીમાં રહેતા પુષ્પાબેન પ્રવીણચંદ્ર જોશીએ પોતાની પુત્રવધૂ કિન્નરીબેન તથા પૌત્રીઓ પંછી અને ભવ્યા સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બે વર્ષ પહેલાં પુત્ર સંજયભાઈનું અવસાન થયું હતું. ત્યારબાદ કિન્નરીબેન અને તેની બે દીકરી દ્વારા ૮૬ વર્ષના અશક્ત પ્રવીણચંદ્ર તથા પુષ્પાબેનને મિલકતમાં ભાગ આપવા માટે દબાણ કરવામાં આવતું હતું.

    ફરિયાદી પુષ્પાબેન જોષીએ જણાવ્યું હતું કે, રસોડામાં તેલ અને પાણી ઢોળી દેવામાં આવતું હતું. જેથી વૃદ્ધ દંપતી લપસી પડે અને ઇજા થાય અથવા જાન જોખમમાં મુકાય તેવી સ્થિતિ ઊભી થતી હતી. આ ઉપરાંત ૮૬ વર્ષના અશક્ત પ્રવીણચંદ્ર હીંચકે બેઠા હતા ત્યારે એક પૌત્રીએ હીંચકાની ગતિ અચાનક વધારી તેમને નીચે પાડી દેવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. પુષ્પબેને વધુમાં જણાવ્યું હતું કે, મારા પુત્રના અવસાન બાદ ખોટી રીતે અમને હેરાન કરવામાં આવે છે. ઘરમાં પણ તાળા મારી જતા રહે છે. ઘરમાં જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. અંતે પુષ્પાબેનની ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

    તા.૨૦ જુલાઈના રોજ ત્રણેય મહિલાઓ વૃદ્ધ દંપતીના ડ્રોઇંગ રૂમમાં આવી હતી. આ દરમિયાન મિલકતમાં ભાગ આપવા બાબતે માગણી કરી હતી. જો મિલકતમાં ભાગ નહીં આપે તો ઘરમાં અકસ્માત સર્જી બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત વૃદ્ધદંપતી ઘરની બહાર હોય ત્યારે તેમના બેડરૂમમાં પ્રવેશ કરી સામાનની તપાસ કરવામાં આવતી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

    ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખી અજાણ્યા લોકોને ઘરમાં પ્રવેશવા દેવામાં આવતા હતા. વૃદ્ધ પ્રવિણચંદ્ર જોષીએ જણાવ્યું હતું કે, મારા પુત્રના અવસાન બાદ હેરાન કરે છે. હું બ્લડ પ્રેસરનો દર્દી છું. થોડી વાર હિંચકે બેસવા જાવ તો મારી પૌત્રી પંછી આવી ફૂલ સ્પીડમાં હિંચકો હલાવે અને નીચે પછાડી દેવાનો પ્રયાસ કરે છે. પુત્રવધુ કિન્નરી અને પૌત્રી પંછી અને ભવ્યા અવાર નવાર હેરાન કરે છે. જેથી મારી તબિયત પણ ખરાબ થઈ જાય છે. મિલકતમાં અમારો ભાગ આપી દો કહી ધમકીઓ આપે છે.

    પારિવારિક ઝઘડો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. પુત્રવધુ કિન્નરીબેનનો સંપર્ક કરવામાં આવતા જવાબ વકીલ આપશે અને કોર્ટ કેસ ચાલી રહ્યો છે તેવો જવાબ આપ્યો હતો. આ મામલે હવે પોલીસ તપાસ શરૂ થઈ છે. પોલીસ તપાસમાં પારિવારિક ઝઘડાનો કઈ રીતે ઉકેલ આવે છે તે જોવું રહ્યું.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleChhota Udepur રૂ.૧૦૦ કરોડના વિકાસ ફંડ મુદ્દે ભાજપમાં જ બળવો! રૂ.૮૦ કરોડના કામો અંગે નેતાઓએ સવાલ ઉઠાવ્યા
    Next Article Rajkot: ૩ લાખના બદલામાં પરિણીતા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા!
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ૩ લાખના બદલામાં પરિણીતા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા!

    August 12, 2026
    રાજકોટ

    દાનાપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝનની બે ટ્રેનો ડાયવર્ટ કરેલા માર્ગ પર દોડશે

    August 12, 2026
    રાજકોટ

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026
    રાજકોટ

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપ માલિક પર હુમલો

    August 11, 2026
    રાજકોટ

    Rajkot: દુકાનદારો વચ્ચે થયેલી મારા-મારીમાં વેપારીને એક વર્ષની સજા

    August 11, 2026
    રાજકોટ

    Rajkot: બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે ૫૦થી વધુ સફળ રોબોટિક સર્જરી

    August 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,960
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,960
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-08-2026 00:19
    Categories
    Latest News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Search
    Main News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.