Gujarat,તા.૨૫
રાજ્યભરમાં લોકો ગાત્રો ધ્રૂજવતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે, એક સપ્તાહ કરતાં વધુ સમયથી રાજ્યમાં ઉત્તર-પશ્ચિમી પવનોને કારણે લઘુત્તમ તાપમાનમાં ૪-૫ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ રહ્યો છે, જ્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર, તાપમાનની તીવ્રતા નજીકના ભવિષ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે અને શહેરવાસીઓને ઠંડી સાથે સંઘર્ષ કરવો પડશે. આવી સ્થિતિ ઉભી થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ જો તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું તાપમાન ૭.૫ ડિગ્રી અને રાજકોટ મહાનગરોમાં સૌથી ઠંડુ શહેર બન્યું છે, રાજકોટમાં લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૪.૨ ડિગ્રી ૧૩ ડિગ્રી નોંધાયું હતું. , વડોદરા ૧૪ ડિગ્રી, સુરત ૧૫.૪ ડિગ્રી, કેશોદ ૧૦.૧ ડિગ્રી, અમરેલી ૧૧.૮ ડિગ્રી, સુરેન્દ્રનગર ૧૨.૨ ડિગ્રી, ભાવનગર ૧૩.૫ ડિગ્રી.
હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઈને એક મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી ૩ દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે ૨૬થી ૨૯ ડિસેમ્બર ત્રણ દિવસ સુધી અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે તેવી આગાહી કરી છે.
ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી શકે છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં પણ વરસાદની શક્યતા છે. આ તરફ નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ રાજસ્થાનથી પવન ફૂંકાતા અસર દેખાઈ છે.
બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. પંચમહાલ સહિત વલસાડ સુધી વરસાદ પડી શકે છે. ૨૫થી ૨૮ ડિસેમ્બર સુધી પશ્ચિમિ વિક્ષેપ રહેશે જેના પગલે વરસાદ પડી શકે છે. ત્યાર સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પશ્ચિમિ વિક્ષેપ ગયા બાદ આકરી ઠંડી પડી શકે છે. ઉતરાયણ પછી હવામાનમાં વધારે પલટો આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાયું છે. તે આગામી બે દિવસમાં વધુ સ્પષ્ટ થશે. આ પછી, તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તમિલનાડુ કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે. તમિલનાડુના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાંથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.
ભારતીય હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટાભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન વધુ નોંધાય તેવી શક્યતા છે. ઠંડીના મોજાના દિવસો ઓછા રહેશે ઉત્તર પશ્ચિમ, મધ્ય અને ઉત્તરપૂર્વ ભારતમાં ઓછા શીત લહેરના દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે. ઉત્તરથી દક્ષિણ તરફ તીવ્ર ઠંડીનું મોજું ફૂંકાઈ રહ્યું છે. હિમાચલમાં હિમવર્ષાના કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતુ આગામી ડિસેમ્બરના દિવસો વધુ ડરામણા હશે તેવો અંદાજ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.

