Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026

    Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ

    July 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય
    • Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!
    • Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ
    • 11 જુલાઈનું પંચાંગ
    • 11 જુલાઈનું રાશિફળ
    • ત્રીજા પ્રશ્ન ઉપનિષદનો પ્રશ્ન પંચ પ્રાણના સ્વરૂપ ને કંઈ રીતે સમજાવે છે?
    • શું આ વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટો અંતિમ સંસ્કાર હોઈ શકે છે?
    • ખેતરથી વૈશ્વિક બજાર સુધી: શું નવી સરકારી ડુંગળીના ભાવ ભારતને કૃષિ મહાસત્તા બનાવવા તરફ નિર્ણાયક પગલું છે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Gujarat ની રાજનીતિમાં બે દિગ્ગજ શંકરસિંહ અને ભરતસિંહ કમબેક કરશે
    અમદાવાદ

    Gujarat ની રાજનીતિમાં બે દિગ્ગજ શંકરસિંહ અને ભરતસિંહ કમબેક કરશે

    Vikram RavalBy Vikram RavalNovember 22, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૨

    ગુજરાતમાં હાલ ન તો વિધાનસભાની ચૂંટણી આવવાની છે, ન તો લોકસભાની. છતાં ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ થઈ છે. આવતીકાલે વાવ વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ આવવાનું છે. આ વચ્ચે મોટી ખબર આવી છે. ગુજરાતના રાજકારણના બે જૂના જોગી ફરીથી એક્વિટ થયા છે. ગુજરાતના રાજકારણમાં જેમના માટે ભૂતપૂર્વ લખાય છે તેવા શંકરસિંહ વાધેલા અને ભરતસિંહ સોલંકી રિ-એન્ટ્રી કરી રહ્યાં છે. જે ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના સંકેત આપી રહ્યાં છે.

    શંકરસિંહ વાઘેલા માટે કહીએ તો તેઓ ક્યારેય રાજકારણમાંથી નિવૃત્ત થયા નથી તેવું કહી શકાય. તેઓ રાજકારણના લાંબી રેસના ઘોડા છે. ત્યારે તેમણે પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે. તેમણે પોતાની નવી પાર્ટીનું નામ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી રાખ્યું છે. આ માટે ચૂંટણી ચિન્હ ભાલો ફાળવવામાં આવ્યું છે. થોડા સમય પહેલા તેમની અમિત શાહ સાથેની મુલાકાતે પણ રાજકીય ચર્ચા શરૂ કરી હતી.

    શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર પર એક નજર કરીએ તો, ૧૯૯૬ માં ભાજપમાંથી અલગ થયા બાદ શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી હતી, બાદમાં તેનું કૉંગ્રેસમાં વિલિનીકરણ કરી દીધું હતું. કૉંગ્રેસથી અલગ થયા બાદ તેઓ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ‘જનવિકલ્પ’ સાથે જોડાયા હતા. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં વાઘેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. ફેબ્રુઆરી-૨૦૨૧માં ગુજરાતમાં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી પહેલાં તેમણે કૉંગ્રેસમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આમ, તેમણે રાજકારણમાં અનેક ગુંલાટો મારી છે.

    મહિલાઓ સાથેના વિવાદ બાદ ભરતસિંહ સોલંકીનો રાજકીય વનવાસ કન્ફર્મ ગણાતો હતો. તેઓ ગુજરાત અને કોંગ્રેસના રાજકારણથી લગભગ બે વર્ષથી રિટાયર્ડ જેવા રહ્યાં. જોકે, હવે તેમનો રાજકીય વનવાસ પૂરો થયો હોય તેવું લાગી રહ્યું છે. ભરતસિંહ સોલંકીએ કમબેક કરવાનો પ્લાન બનાવી દીધો છે, એ પણ મોટાપાયે. ભરતસિંહ સોલંકી ૨૦ હજાર લોકો ભેગા કરશે. જોકે, ભરતસિંહ સોલંકની એન્ટ્રીથી કોંગ્રેસમાં ફરી ઊથલપાથલ થઈ શકે છે.

    ભરતસિંહ સોલંકી ખુદ એક કાર્યક્રમ કરીને કમબેક કરી રહ્યાં છે. આ કમબેક સાદગીભર્યું નહિ, પરંતું ભવ્ય હશે. આ માટે અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા સોલા-ભાડજમાં બેબીલોનની બાજુમાં નિસર્ગ ફાર્મમાં બપોરે ૪ઃ૩૦ વાગ્યે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. ૨૬ નવેમ્બરે ભરતસિંહનો જન્મદિવસ છે. આ દિવસે તેઓ ૭૧મા વર્ષમાં પ્રવેશ કરશે. આમંત્રણપત્રિકામાં ભરતસિંહ સોલંકીને જનયોદ્ધા ગણાવાયા છે. એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉજવણી સંઘર્ષ, સાહસ અને સિદ્ધિની. ઉજવણી હંમેશાં હસતી અને સૌનાં હૃદયમાં વસતી વ્યક્તિની. ઉજવણી સૌ માટે લડતી, સૌ સાથે ભળતી અને સૌને ગમતી વ્યક્તિની. ઉજવણી જનયોદ્ધાના જન્મદિવસની અને યોદ્ધાના કમબેકની. આ સાથે જ જનયોદ્ધા ભરતસિંહ સાથે ગુજરાત કરશે કમબેક.

    Bharatsinh comeback Shankarsinh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઘુમામાં વૃદ્ધાના પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી એક કરોડની લોન લઇ લીધી

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabad માં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ ઉદ્ઘાટન કર્યું

    July 10, 2026
    અમદાવાદ

    `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી

    July 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ

    July 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026

    Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ

    July 10, 2026

    11 જુલાઈનું પંચાંગ

    July 10, 2026

    11 જુલાઈનું રાશિફળ

    July 10, 2026

    ત્રીજા પ્રશ્ન ઉપનિષદનો પ્રશ્ન પંચ પ્રાણના સ્વરૂપ ને કંઈ રીતે સમજાવે છે?

    July 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026

    Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ

    July 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.