Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    NEET Cut-Off 213 માર્કસના અત્યાર સુધીના રેકોર્ડસ્તરે

    July 18, 2026

    જંતર-મંતર ખાતે અનશન પર બેઠેલા CJP નેતા Abhijeet Deepke પર મહિલાએ શાહી ફેંકી

    July 18, 2026

    Surendranagar જન્મ-મરણનાં દાખલામાં સુધારાનું પોર્ટલ ઠપ્પ

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • NEET Cut-Off 213 માર્કસના અત્યાર સુધીના રેકોર્ડસ્તરે
    • જંતર-મંતર ખાતે અનશન પર બેઠેલા CJP નેતા Abhijeet Deepke પર મહિલાએ શાહી ફેંકી
    • Surendranagar જન્મ-મરણનાં દાખલામાં સુધારાનું પોર્ટલ ઠપ્પ
    • Surendranagar પાટડીના ઝીંઝુવાડા ગામે યુવાન ઉપર છરીથી જીવલેણ હુમલો
    • Surendranagar ઇશ્વરીયા ગામે ડિગ્રી વગર કલીનીક ચલાવતો બોગસ તબીબને ઝડપી લેવાયો
    • Surendranagar ખેત ઓજારો-ઇલે મોટરની ચોરી કરનાર શાતિર ત્રિપુટી ઝડપાઇ
    • Surendaranagar વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી,વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો
    • Junagadh કેશોદ-માંગરોળ હાઇવેમાં કાર-બાઇક વચ્ચે ટક્કર: બાઇક સવારનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને ગુજરાત સુપર લીગની સિઝન 2ની ઘોષણા કરી
    જામનગર

    ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને ગુજરાત સુપર લીગની સિઝન 2ની ઘોષણા કરી

    Vikram RavalBy Vikram RavalApril 26, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jamnagar,તા.26
    અમદાવાદ, 25 એપ્રિલ, 2025: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે આગામી 1લી મેથી 13મી મે, 2025 દરમિયાન ગુજરાત સુપર લીગ (GSL)ની બીજી સિઝનના આયોજનની ઘોષણા કરતા આનંદ અનુભવે છે. આ ચેમ્પિયનશીપની આરંભિક સિઝનની ભવ્ય સફળતા બાદ, GSFAને આ વર્ષની લીગમાં દર્શકોના ઉત્સાહ અને ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાત્મકતાના વધુ ઊંચા સ્તરની અપેક્ષા છે, જેનાથી આપણા રાજ્યમાં ફૂટબોલના વિકાસને વધુ વેગ મળશે.
    આજે આયોજિત એક સત્તાવાર કાર્યક્રમમાં GSFAના પ્રમુખ શ્રી પરિમલ નથવાણીએ GSL સિઝન 2 માં ભાગ લેનારી છ ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોનું સન્માન કર્યું હતું.  આ કાર્યક્રમ દરમિયાન, શ્રી નથવાણી દ્વારા સત્તાવાર GSL ટ્રોફી અને ટીમ જર્સીનું પણ અનાવરણ કરાયું હતું.
    GSL ટાઇટલ માટે સ્પર્ધા કરનારી છ ફ્રેન્ચાઇઝી ટીમો આ મુજબ છે:
    • અમદાવાદ એવેન્જર્સ (સાહિલ પટેલ અને શાલિન પટેલ)
    • ગાંધીનગર જાયન્ટ્સ (પ્રશાંત સંઘવી અને અનન્યા સંઘવી))
    • કર્ણાવતી નાઈટ્સ (અદ્વૈતા પટેલ અને યશ શાહ)
    • સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ (કુશલ પટેલ)
    • સુરત સ્ટ્રાઇકર્સ (અલકેશ પટેલ)
    • વડોદરા વોરિયર્સ (કમલેશ ગોહિલ)
    ઉપસ્થિતોને સંબોધન કરતા શ્રી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “ગુજરાત સુપર લીગ તેની બીજી સિઝનમાં પ્રવેશી રહી છે અને તેના સાક્ષી બનવું એ મારા માટે ખૂબ આનંદની વાત છે. હું ગુજરાતમાં ફ્રેન્ચાઇઝ આધારિત ફૂટબોલના વિકાસમાં પોતાની સમર્પણભાવના અને રોકાણને જાળવી રાખવા બદલ તમામ ટીમ માલિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. વધુમાં, હું ખેલાડીઓ, કોચ, પ્રાયોજકો, સહયોગીઓ અને મીડિયા સહિત તમામ હિતધારકોના મહત્વપૂર્ણ યોગદાનને પણ બિરદાવું છું, કારણ કે GSL પ્રારંભિક સિઝનને સફળ બનાવવાનું તેમના સહયોગ વિના શક્ય નહોતું. એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે ગુજરાતમાં ફૂટબોલની રમત હાલ તેની લોકપ્રિયતા અને વિકાસના એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહી છે.”
    GSFA ના માનદ સચિવ શ્રી મૂળરાજસિંહ ચૂડાસમાએ GSLની બીજી સિઝનમાં તેની મેચોને મજબૂત પ્રતિસાદ સાંપડવા માટે આશાવાદ વ્યક્ત કર્યો અને લીગના ભાવિ વિસ્તરણ અને કદમાં અભિવૃદ્ધિ માટે તેમની મહેચ્છાઓ વ્યક્ત કરી હતી. યોગાનુયોગે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) અને ગુજરાત ટૂરિઝમ તરફથી પણ GSFAને સતત મજબૂત સમર્થન મળતું રહ્યું છે.
    GSL સિઝન 2માં રાજ્યની બહારના ખેલાડીઓ કે જેઓ અગાઉ I-લીગ અને સંતોષ ટ્રોફી જેવી ટોચની રાષ્ટ્રીય-સ્તરની ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે તેઓનો સમાવેશ કરાતા હવે તેમાં સ્પર્ધાત્મકતાનું વધુ ઊંચુ સ્તર જોવા મળશે. GSLની સાથે દર્શકોના યુવા વર્ગને જોડવા તેમજ તેની અપીલને વ્યાપક બનાવવા માટેની વ્યૂહાત્મક પહેલના ભાગરૂપે, GSFAએ નક્કી કર્યું છે કે 18 વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓને તેમના માતાપિતા સાથે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.ગુજરાત સુપર લીગ સિઝન 2ની ઉદ્દઘાટન મેચ આગામી 1 મે, 2025ના રોજ સાંજે 7:00 વાગ્યાથી ટ્રાન્સસ્ટેડિયા ખાતે શરૂ થશે.
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: લાલપુર ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી, આરોગ્ય કર્મચારી પર હુમલો; જાનથી મારી નાખવાની ધમકી

    July 15, 2026
    જામનગર

    Jamnagarના ચન્દ્રાગા ગામના ત્રણ મંદિરોમાં તસ્કરોનો તરખાટ, રૂ. ૩.૧૦ લાખના સોના-પંચધાતુના છત્તર અને ઘંટની ચોરી

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વાહનનું હોર્ન વગાડવા મામલે મહિલાઓ પર હુમલો, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વ્યાજખોરોના ત્રાસથી બ્રાસ સ્ક્રેપના વેપારીએ આત્મહત્યા કરી

    July 15, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

    July 14, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખડખંભાળિયા ડેમમાં ન્હાવા ઉતરેલા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    NEET Cut-Off 213 માર્કસના અત્યાર સુધીના રેકોર્ડસ્તરે

    July 18, 2026

    જંતર-મંતર ખાતે અનશન પર બેઠેલા CJP નેતા Abhijeet Deepke પર મહિલાએ શાહી ફેંકી

    July 18, 2026

    Surendranagar જન્મ-મરણનાં દાખલામાં સુધારાનું પોર્ટલ ઠપ્પ

    July 18, 2026

    Surendranagar પાટડીના ઝીંઝુવાડા ગામે યુવાન ઉપર છરીથી જીવલેણ હુમલો

    July 18, 2026

    Surendranagar ઇશ્વરીયા ગામે ડિગ્રી વગર કલીનીક ચલાવતો બોગસ તબીબને ઝડપી લેવાયો

    July 18, 2026

    Surendranagar ખેત ઓજારો-ઇલે મોટરની ચોરી કરનાર શાતિર ત્રિપુટી ઝડપાઇ

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    NEET Cut-Off 213 માર્કસના અત્યાર સુધીના રેકોર્ડસ્તરે

    July 18, 2026

    જંતર-મંતર ખાતે અનશન પર બેઠેલા CJP નેતા Abhijeet Deepke પર મહિલાએ શાહી ફેંકી

    July 18, 2026

    Surendranagar જન્મ-મરણનાં દાખલામાં સુધારાનું પોર્ટલ ઠપ્પ

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.