Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mumbai and Gujarat માં એકસાથે ૨૦ સ્થળોએ EDના દરોડાથી અંડરવર્લ્ડમાં ફફડાટ

    June 2, 2026

    Morbi ના મ્યુનીસીપલ કમિશ્નર, વાંકાનેરના પ્રાંત અધિકારી સહીત ત્રણ અધિકારીની અન્ય જીલ્લામાં બદલી

    June 2, 2026

    Amreli જિલ્લાના વડીયામાં શ્વાનોનો આતંક, ૨૦ દિવસમાં ૨ બાળકોના મોત નિપજયાં

    June 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mumbai and Gujarat માં એકસાથે ૨૦ સ્થળોએ EDના દરોડાથી અંડરવર્લ્ડમાં ફફડાટ
    • Morbi ના મ્યુનીસીપલ કમિશ્નર, વાંકાનેરના પ્રાંત અધિકારી સહીત ત્રણ અધિકારીની અન્ય જીલ્લામાં બદલી
    • Amreli જિલ્લાના વડીયામાં શ્વાનોનો આતંક, ૨૦ દિવસમાં ૨ બાળકોના મોત નિપજયાં
    • તંત્રી લેખ…પરીક્ષાઓ અવિશ્વાસમાં ડૂબી રહી છે
    • Dahod માં ભારે પવન અને વાવાઝોડુ, સાઈન બોર્ડ પડતાં ૩નાં મોત થયાં
    • ગુજરાત કેડરના IPS Rajiv Ranjan Bhagatને એસપીજીમાં એડીજી તરીકે પ્રમોશન
    • Ahmedabad માં નરોડા પોલીસે ૧૪ કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, આરોપી સાજીદ શેખની ધરપકડ
    • Devbhoomi Dwarka માં નકલી અને એક્સપાયર્ડ કૃષિ દવાઓના વેપાર સામે એસઓજીની મોટી કાર્યવાહી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»‘ગુજરાત ટાઇટન્સ સાથે અન્યાય થયો!’ – Sunil Gavaskar આયોજકો પર ભડક્યા
    ખેલ જગત

    ‘ગુજરાત ટાઇટન્સ સાથે અન્યાય થયો!’ – Sunil Gavaskar આયોજકો પર ભડક્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.02

    ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની હાઈ-વોલ્ટેજ ફાઇનલ મેચ પૂર્વે એક મોટો વિવાદ સામે આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓપનર અને કમેન્ટેટર સુનિલ ગાવસ્કરે આઈપીએલ મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ સાથે અન્યાય થયો છે અને આ મહા મુકાબલાને એક દિવસ માટે મુલતવી રાખવો જોઈતો હતો. ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની જીત થઈ હતી, પરંતુ GT સાથે અન્યાય થયો હતો. ગાવસ્કરના મતે, ફાઇનલ મેચને રવિવારના બદલે સોમવારે રાખેલા ‘રિઝર્વ ડે’ પર રમાડવી જોઈતી હતી જેથી બંને ટીમોને સમાન તક મળી શકે.

    ગુજરાત ટાઇટન્સે શુક્રવારે રમાયેલી ક્વોલિફાયર-2 મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઇનલમાં ભવ્ય પ્રવેશ કર્યો હતો. આ મેચ બાદ ટીમને ચંદીગઢથી અમદાવાદ આવવાનું હતું. જો કે, ઉત્તર-પશ્ચિમ ભારતમાં અચાનક બદલાયેલા હવામાન અને ભારે વરસાદના કારણે શનિવારે બપોરે તેમની ચાર્ટર્ડ ફ્લાઇટ સમયસર ઉડાન ભરી શકી નહોતી. લાંબા વિલંબ બાદ ગુજરાતની ટીમ શનિવારે મોડી રાત્રે લગભગ 10:45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી અને હોટેલ પહોંચતા સુધીમાં તો અડધી રાત થઈ ગઈ હતી.

    આ પ્રવાસના કારણે હાર્ડ-હીટિંગ ફાઇનલ મેચ પહેલાં ગુજરાતના ખેલાડીઓને આરામ કરવા, રિકવરી મેળવવા અને પ્રેક્ટિસ કરવા માટે 24 કલાક કરતાં પણ ઓછો સમય મળ્યો હતો.બીજી તરફ RCBની ટીમ ક્વોલિફાયર-1માં જીત મેળવીને મંગળવારથી જ અમદાવાદમાં ડેરો જમાવીને બેઠી હતી. પરિણામે, ડિફેન્ડિંગ ચેમ્પિયન બેંગલુરુના ખેલાડીઓને ફાઇનલ મેચની પૂર્વ તૈયારી કરવા અને શારીરિક-માનસિક થાક ઉતારવા માટે પૂરા પાંચ દિવસનો પૂરતો સમય મળ્યો હતો.એક ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન સુનિલ ગાવસ્કરે આઈપીએલના આ આયોજન સામે તીખા સવાલો કરતા કહ્યું કે “આમાં કોઈ શંકા નથી કે ખેલાડીઓને પૂરતા આરામની જરૂર હોય છે. જ્યારે તમને ખબર જ ન હોય કે તમારી ફ્લાઇટ ક્યારે ટેક-ઓફ કરશે, ત્યારે ખેલાડીઓમાં એક પ્રકારની બેચેની અને ચિંતાનો માહોલ સર્જાય છે. મુસાફરીના આ વિલંબથી માત્ર શારીરિક થાક જ નથી લાગતો, પણ તમે માનસિક રીતે પણ થાકેલા હોઉં છો. જ્યારે આપણી પાસે પહેલેથી જ ‘રિઝર્વ ડે’નો વિકલ્પ ઉપલબ્ધ હતો, ત્યારે આવી કટોકટીની સ્થિતિમાં ફાઇનલ મેચને સોમવાર પર શિફ્ટ કરવી જોઈતી હતી, જેથી ગુજરાતની ટીમ સાથે ન્યાય થઈ શકે.”ટોસ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે પણ સ્વીકાર્યું હતું કે, ક્વોલિફાયર-1 બાદ તેમની ટીમને આરામ અને તૈયારી માટે ઘણો સારો સમય મળ્યો હતો, જે ચોક્કસપણે એક વધારાનો ફાયદો છે. જોકે, તેમણે ઉમેર્યું કે ફાઇનલમાં બંને ટીમો મજબૂત હોવાથી રમત પર જ પરિણામનો આધાર રહેશે. આ મેચમાં બેંગલુરુએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે તેઓ પણ ટોસ જીતત તો બેટિંગ જ પસંદ કરત.

    Gujarat Titans Sunil Gavaskar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    IPL 2026 માં કયા પાંચ યુવા ખેલાડીઓએ ધૂમ મચાવી, એકને ટીમ ઈન્ડિયામાં કોલ-અપ મળી ચૂક્યો છે

    June 2, 2026
    ખેલ જગત

    Test matches માં ગુલાબી બોલને ICCની મંજૂરી : ડ્રિંકસ બ્રેકમાં કોચને મેદાન પર જવાની છૂટ

    June 2, 2026
    ખેલ જગત

    IPL ટાઈટલ જીત્યા બાદ RCBના દિગ્ગજ ખેલાડી પર લાગ્યો પ્રતિબંધ, મેચ ફી પણ કાપી લેવાઈ

    June 2, 2026
    ખેલ જગત

    કૃણાલ IPL ચેમ્પિયન બન્યો છતાં Hardik Pandya કેમ મૌન?

    June 2, 2026
    ખેલ જગત

    IPL ટ્રોફી પર સંસ્કૃત શ્લોક ‘યત્ર પ્રતિભા અવસર પ્રાપ્નોતિ :’ વૈભવએ મેદાન પર સાકાર કર્યો

    June 2, 2026
    ખેલ જગત

    Vaibhav Suryavanshi ને સર્વોચ્ચ સ્તરે લઈ જવા BCCIનો સંકેત

    June 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Mumbai and Gujarat માં એકસાથે ૨૦ સ્થળોએ EDના દરોડાથી અંડરવર્લ્ડમાં ફફડાટ

    June 2, 2026

    Morbi ના મ્યુનીસીપલ કમિશ્નર, વાંકાનેરના પ્રાંત અધિકારી સહીત ત્રણ અધિકારીની અન્ય જીલ્લામાં બદલી

    June 2, 2026

    Amreli જિલ્લાના વડીયામાં શ્વાનોનો આતંક, ૨૦ દિવસમાં ૨ બાળકોના મોત નિપજયાં

    June 2, 2026

    તંત્રી લેખ…પરીક્ષાઓ અવિશ્વાસમાં ડૂબી રહી છે

    June 2, 2026

    Dahod માં ભારે પવન અને વાવાઝોડુ, સાઈન બોર્ડ પડતાં ૩નાં મોત થયાં

    June 2, 2026

    ગુજરાત કેડરના IPS Rajiv Ranjan Bhagatને એસપીજીમાં એડીજી તરીકે પ્રમોશન

    June 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mumbai and Gujarat માં એકસાથે ૨૦ સ્થળોએ EDના દરોડાથી અંડરવર્લ્ડમાં ફફડાટ

    June 2, 2026

    Morbi ના મ્યુનીસીપલ કમિશ્નર, વાંકાનેરના પ્રાંત અધિકારી સહીત ત્રણ અધિકારીની અન્ય જીલ્લામાં બદલી

    June 2, 2026

    Amreli જિલ્લાના વડીયામાં શ્વાનોનો આતંક, ૨૦ દિવસમાં ૨ બાળકોના મોત નિપજયાં

    June 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.