હંસરાજ હંસે ૧૮ એપ્રિલ ૧૯૮૪ના રોજ રેશમ સાથે લગ્ન કર્યા, તેમને બે બાળકો છે,મોટા દીકરાનું નામ યુવરાજ હંસ અને નાના દીકરાનું નામ નવરાજ હંસ છે
Mumbai, તા.૪
ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ અને પ્રખ્યાત સૂફી ગાયક હંસરાજ હંસના પત્ની રેશમ કૌરનું નિધન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતી. તેમણે ૬૦ વર્ષની ઉંમરે જલંધરની ટાગોર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના પરિવારમાં તેમના પતિ અને બે પુત્રો – યુવરાજ હંસ અને નવરાજ હંસ છે. રેશમના ભાઈ પરમજીત સિંહે જણાવ્યું કે તેના અંતિમ સંસ્કાર આજે સફીપુર ગામમાં કરવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ, સૂફી ગાયક હંસરાજ હંસની પત્ની રેશમ કૌર જાલંધરની ટાગોર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. તેમને હૃદય સંબંધિત સમસ્યાઓ હતી. રેશમના ભાઈ પરમજીત સિંહે કહ્યું, ‘મારી બહેને બપોરે લગભગ ૨ વાગ્યે ટાગોર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.’ બહેનનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા ૫ દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. આ સમય દરમિયાન, હંસરાજ અને તેનો પુત્ર પરિવારના અન્ય સભ્યો સાથે જલંધરમાં હાજર હતા.હંસરાજ હંસે ૧૮ એપ્રિલ ૧૯૮૪ના રોજ રેશમ સાથે લગ્ન કર્યા. તેમને બે બાળકો છે. મોટા દીકરાનું નામ યુવરાજ હંસ અને નાના દીકરાનું નામ નવરાજ હંસ છે.ગાયક હોવા ઉપરાંત, હંસરાજ ભાજપમાંથી સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓ ૨૦૧૬ માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપે દિલ્હીથી હંસરાજ હંસને ટિકિટ આપી હતી, જેના પર તેઓ જીત્યા હતા. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે, હંસરાજને ભાજપે પંજાબના ફરીદકોટથી ટિકિટ આપી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.પદ્મશ્રીથી સન્માનિત હંસરાજ હંસના વર્ક ળન્ટ વિશે વાત કરીએ તો, તેમની પાસે ‘તેરા મેરા પ્યાર’, ‘તેરી ઈશ્ક મોહબ્બત’, ‘ઈક કુડી મેનુ રાંઝે સે ફકીર કર ગયી’ જેવા ગીતો છે. હંસરાજે ફિલ્મ ઉદ્યોગ માટે ગીતો પણ ગાયા છે. તેમણે બોબી દેઓલ-રાની મુખર્જી અભિનીત ફિલ્મ ‘બિચ્છુ’, ‘જોડી નંબર ૧’, ‘નાયક’, ‘બ્લેક એન્ડ વ્હાઇટ’, ‘પટિયાલા હાઉસ’ તેમજ કાર્તિક આર્યનની ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’માં ગીતો ગાયા છે