Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar જન્મ-મરણનાં દાખલામાં સુધારાનું પોર્ટલ ઠપ્પ

    July 18, 2026

    Surendranagar પાટડીના ઝીંઝુવાડા ગામે યુવાન ઉપર છરીથી જીવલેણ હુમલો

    July 18, 2026

    Surendranagar ઇશ્વરીયા ગામે ડિગ્રી વગર કલીનીક ચલાવતો બોગસ તબીબને ઝડપી લેવાયો

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar જન્મ-મરણનાં દાખલામાં સુધારાનું પોર્ટલ ઠપ્પ
    • Surendranagar પાટડીના ઝીંઝુવાડા ગામે યુવાન ઉપર છરીથી જીવલેણ હુમલો
    • Surendranagar ઇશ્વરીયા ગામે ડિગ્રી વગર કલીનીક ચલાવતો બોગસ તબીબને ઝડપી લેવાયો
    • Surendranagar ખેત ઓજારો-ઇલે મોટરની ચોરી કરનાર શાતિર ત્રિપુટી ઝડપાઇ
    • Surendaranagar વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી,વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો
    • Junagadh કેશોદ-માંગરોળ હાઇવેમાં કાર-બાઇક વચ્ચે ટક્કર: બાઇક સવારનું મોત
    • Junagadh ટ્રેન હડફેટે અજાણી મહિલાનું મોત
    • Junagadh નેશનલ હાઈવે પરના દબાણો અને ગેરકાયદે ધાબા તાત્કાલિક હટાવવા કલેકટરનો આદેશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Harshad મંદિર પરિસરના વિકાસનો પ્રારંભ: 8 કરોડના ખર્ચે કામ શરૂ કરતી સરકાર
    જામનગર

    Harshad મંદિર પરિસરના વિકાસનો પ્રારંભ: 8 કરોડના ખર્ચે કામ શરૂ કરતી સરકાર

    Vikram RavalBy Vikram RavalMarch 24, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar, તા. 24
    કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) ખાતે આશરે રૂ. આઠ કરોડથી વધુ રકમ ખર્ચે “હર્ષદ માતા મંદિર પરિસર” વિકાસ કામગીરીના ફેઝ- 1 નું ગઈકાલે રવિવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

    કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખાત મુહૂર્ત કરતા જણાવ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણ અને રાજા વિક્રમાદિત્યના કુળદેવી શ્રી હરસિદ્ધિ માતાના મંદિરે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. સરકારના પ્રવાસન વિભાગની સ્વદેશ દર્શન સ્કીમ અંતર્ગત મંદિર પરિસરનો બે ફેઝમાં વિકાસ કરવામાં આવશે. આ માટે રૂપિયા 25 કરોડની ફાળવણી થઈ છે. ત્યારે આજરોજ “હર્ષદ માતા મંદિર પરિસર” ફેઝ-1 નું રૂ .8 કરોડથી વધુ રકમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

    જે પ્રારંભિક તબક્કો છે જેને હજુ પણ વધારે વિકાસ કરવાનું અને યાત્રાળુઓને ઉત્તમ સુવિધાઓ મળે તે માટેનું આયોજન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. પ્રકૃતિ અને સંસ્કૃતિના સંરક્ષણ થકી પ્રગતિના અભિગમને રાજ્ય સરકાર મક્કમતા સાથે આગળ ધપાવી રહી છે.

    વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં પ્રવાસન સ્થળે માળખાકીય સુવિધાઓ સુદ્રઢ બનતા દેશ વિદેશથી પ્રવાસીઓ પધારી રહ્યા છે. છેલ્લા થોડા વર્ષોમાં ધાર્મિક પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ઘસારો ઉતરોત્તર વધી રહ્યો છે. પ્રવાસન ક્ષેત્રની વાત આવે એમ આપણો દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ ક્યાંય પાછળ રહે તેમ નથી.

    ભગવાન દ્વારકાધીશની આ ભૂમિમાં આવેલ દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર મંદિર, બેટ દ્વારકા મંદિર, હરસિદ્ધિ માતા મંદિર, હરસિદ્ધિ વન, બરડો ડુંગર સહિત અનેક પ્રવાસન સ્થળો પ્રવાસીઓના માનીતા ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે ઉભરી આવ્યા છે.

    રાજ્ય સરકાર દ્વારા દરિયાકાંઠાના પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથથી દ્વારકા સુધીમાં વચ્ચે આવતા પ્રવાસન સ્થળોને ટુરિસ્ટ સર્કીટ તરીકે વિકસાવી સ્થાનિક ક્ષેત્રે રોજગારીની વિપુલ તકોનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પાસે વિશાળ દરિયાકાંઠો હોવાથી એડવેન્ચર ટુરિઝમની પણ વિપુલ સંભાવનાઓ રહેલી છે.

    ઉપરાંત, પવન અને સૌર ઉર્જા જેવા રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ દ્વારકા જિલ્લામાં અનેક તકો રહેલી છે જે દિશામાં સરકાર તથા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ પ્રવાસીઓ માટે માળખાકીય સુવિધાઓમાં વધારો કરવામાં આવતા સ્થાનિકોને પણ રોજગારી મળી છે.

    આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આર.એમ. તન્નાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર તથા રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોના પરિણમે પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી છે. સરકાર દ્વારા આપણી સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવા માટે સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવાસન સ્થળો વિકાસ કરી સર્વગ્રાહી વિકાસની નેમ ને ખરા અર્થમાં સાર્થક કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસન સ્થળો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. ત્યારે આપણી એક જવાબદાર નાગરિક તરીકે ફરજ છે કે પર્યાવરણીય તેમજ સ્વચ્છતાની દ્રષ્ટિએ તેની જાળવણી કરવી જોઈએ.

    આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન રાજ્ય પ્રવાસન નિગમના પ્રોજકેટ મેનેજર અજિત જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર આર.એચ. સુવા, તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમાર, પી.એસ.જાડેજા, રણમલભાઈ માડમ, દેવાતભાઈ ગોજીયા, સગાભાઈ રાવલીયા વિગેરે સાથે હર્ષદ માતા મંદિરના પૂજારીઓ, સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

    સમગ્ર મંદિર પરિસરના વિકાસ માટે ફેઝ-1 અંતર્ગત વિવિધ પ્રાથમિક સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. જેમાં ટેક્સી, કાર અને ટુ-વ્હિલર પાર્કિંગ, ટોયલેટ બ્લોક, રાહદારીઓની શેરી, નાના બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા અને વડીલોને બેસવા માટે ગઝેબો, બીચ શેક સહિત અન્ય સુવિધાઓ વિકસાવાશે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: લાલપુર ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી, આરોગ્ય કર્મચારી પર હુમલો; જાનથી મારી નાખવાની ધમકી

    July 15, 2026
    જામનગર

    Jamnagarના ચન્દ્રાગા ગામના ત્રણ મંદિરોમાં તસ્કરોનો તરખાટ, રૂ. ૩.૧૦ લાખના સોના-પંચધાતુના છત્તર અને ઘંટની ચોરી

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વાહનનું હોર્ન વગાડવા મામલે મહિલાઓ પર હુમલો, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વ્યાજખોરોના ત્રાસથી બ્રાસ સ્ક્રેપના વેપારીએ આત્મહત્યા કરી

    July 15, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

    July 14, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખડખંભાળિયા ડેમમાં ન્હાવા ઉતરેલા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar જન્મ-મરણનાં દાખલામાં સુધારાનું પોર્ટલ ઠપ્પ

    July 18, 2026

    Surendranagar પાટડીના ઝીંઝુવાડા ગામે યુવાન ઉપર છરીથી જીવલેણ હુમલો

    July 18, 2026

    Surendranagar ઇશ્વરીયા ગામે ડિગ્રી વગર કલીનીક ચલાવતો બોગસ તબીબને ઝડપી લેવાયો

    July 18, 2026

    Surendranagar ખેત ઓજારો-ઇલે મોટરની ચોરી કરનાર શાતિર ત્રિપુટી ઝડપાઇ

    July 18, 2026

    Surendaranagar વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી,વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો

    July 18, 2026

    Junagadh કેશોદ-માંગરોળ હાઇવેમાં કાર-બાઇક વચ્ચે ટક્કર: બાઇક સવારનું મોત

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar જન્મ-મરણનાં દાખલામાં સુધારાનું પોર્ટલ ઠપ્પ

    July 18, 2026

    Surendranagar પાટડીના ઝીંઝુવાડા ગામે યુવાન ઉપર છરીથી જીવલેણ હુમલો

    July 18, 2026

    Surendranagar ઇશ્વરીયા ગામે ડિગ્રી વગર કલીનીક ચલાવતો બોગસ તબીબને ઝડપી લેવાયો

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.