Mumbai,તા.11
મુંબઇના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે જાણીતાં દયા નાયકના જીવન પર આધારીત ‘પોલીસ કંપની’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે હર્ષવર્ધન રાણેની પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મનું ડિરેક્શન રામ ગોપાલ વર્મા કરી રહ્યો છે.
રામ ગોપાલ વર્માની અગાઉ મુંબઇની અંધારી આલમ કેન્દ્રિત ફિલ્મો ‘કંપની’ અને ‘ડી કંપની’ બાદ હવે ‘પોલીસ કંપની’ ફિલ્મ આવશે.જો કે આ ફિલ્મને અગાઉની બંને ફિલ્મો સાથે કોઇ સીધો સંબંધ નથી. રસપ્રદ બાબત એ છે કે બે દાયકા અગાઉ ૨૦૦૪માં આવેલી રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘અબ તક છપ્પન’ દયા નાયકની કારકિર્દીથી પ્રેરિત હતી. જેમાં નાના પાટેકરે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટના ત્રીજા અઠવાડિયાથી શરૂ થઇ જશે.ફિલ્મમાં મેંગ્લોરના નાનકડાં ગામમાં જન્મેલાં દયા નાયક મુંબઇ પોલીસમાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે કેવી રીતે સંગઠિત ગુનાખોરીને ડામવામાં સફળ થયા તેની કહાની રજૂ કરવામાં આવશે.

