Surendaranagar,તા.12
હાલમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં હિન્દીનું પેપર યોજવામાં આવ્યું હતું જેમાં એક પણ કોપી કેસની ઘટના નથી બની પરંતુ ત્રણ જેટલા એડિશનલ વિદ્યાર્થીઓ દ્વારા હિન્દીનું પેપર આપવામાં આવ્યું છે કુલ 5454 જેટલા વિદ્યાર્થીઓ હિન્દીનું પેપર આપી રહ્યા છે ત્યારે બીજી તરફ પરીક્ષા જ્યારે આપવા આવ્યા ત્યારે 5365 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા સામાન્ય પ્રવાહમાં હિન્દીનું પેપર આપવામાં આવ્યું છે અને 89 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે.
બીજી તરફ વિજ્ઞાન પ્રવાહમાં કોમ્પ્યુટરનું પેપર યોજવામાં આવ્યું હતું જેમાં એડિશનલ વિદ્યાર્થી તરીકે એક વિદ્યાર્થી દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી 359 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન પ્રવાહમાં કોમ્પ્યુટરની પરીક્ષા આપવામાં આવી રહી છે.
તે પૈકી એક વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા અને 358 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા કોમ્પ્યુટરની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આપવામાં આવી છે એક પણ કોપીકેસની ઘટના નથી બની ત્યારે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે બોર્ડની પરીક્ષા પૂર્ણતા તરફ આગળ વધી રહી છે.

