Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi
    • “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ
    • 05 જૂનનું પંચાંગ
    • 05 જૂનનું રાશિફળ
    • PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા
    • Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે
    • Dwarka ના શંકરાચાર્યએ આયુર્વેદીક હોસ્પિટલની લીધી મુલાકાત
    • 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»૫૫૦ કિ.મી બોર્ડર રેન્જનું ઐતિહાસિક વિભાજન, નવી ’Banaskantha Range’ની સ્થાપના
    સૌરાષ્ટ્ર

    ૫૫૦ કિ.મી બોર્ડર રેન્જનું ઐતિહાસિક વિભાજન, નવી ’Banaskantha Range’ની સ્થાપના

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પાલનપુર,તા.૪

    ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષાને ધ્યાને રાખીને એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ગાંધીનગરની દરખાસ્તને મંજૂરી આપતાં સરકારે વર્ષો જૂની ’બોર્ડર રેન્જ’ (ભુજ-કચ્છ)નું વિભાજન કરીને નવીન ’Banaskantha Range’ ઊભી કરવાનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો છે. આ નવીન રેન્જનું મુખ્ય મથક પાલનપુર ખાતે રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, વહીવટી સુગમતા માટે મોરબી જિલ્લાને રાજકોટ રેન્જમાંથી હટાવીને બોર્ડર રેન્જમાં સમાવવામાં આવ્યો છે.

    વર્ષ ૧૯૯૫-૯૬માં તત્કાલીન રાજકોટ રેન્જનું વિભાજન કરીને બોર્ડર રેન્જની રચના કરવામાં આવી હતી. આ બોર્ડર રેન્જના તાબામાં પશ્ચિમ કચ્છ (ભુજ), પૂર્વ કચ્છ (ગાંધીધામ), પાટણ અને બનાસકાંઠા એમ ચાર વિશાળ જિલ્લાઓનો સમાવેશ થતો હતો. આ તમામ જિલ્લાઓ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જમીન સરહદ સાથે જોડાયેલા છે, જે અંતર્ગત ૪૦૬.૮૭ કિલોમીટરની આંતરરાષ્ટ્રીય જમીન સરહદ અને ૨૩૮ કિલોમીટરનો દરિયાઈ સરહદી વિસ્તાર આવે છે.

    ભૌગોલિક દ્રષ્ટિએ આ રેન્જનો વિસ્તાર અંદાજે ૫૫૦ કિલોમીટર જેટલો અત્યંત વિશાળ હોવાથી છેવાડાના પોલીસ સ્ટેશનો પર સઘન દેખરેખ રાખવી અને કાયદો-વ્યવસ્થાનું નિરીક્ષણ કરવું ખૂબ જ મુશ્કેલ બનતું હતું. વળી, તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવનિર્મિત ’વાવ-થરાદ’ જિલ્લો કાર્યરત કરવામાં આવ્યો છે. આ તમામ સુરક્ષાલક્ષી અને વહીવટી પાસાઓને ધ્યાનમાં રાખતા નવી રેન્જની રચના કરવી અનિવાર્ય બની હતી.

    રાજકોટ રેન્જ હેઠળ આવતો મોરબી જિલ્લો ભૌગોલિક રીતે કચ્છ જિલ્લાને અડીને આવેલો છે. આથી વહીવટી સંકલન વધુ સરળ બને તે હેતુથી મોરબી જિલ્લાને રાજકોટ રેન્જમાંથી મુક્ત કરી હવે ’બોર્ડર રેન્જ’માં સમાવવામાં આવ્યો છે. સરહદી કચ્છ જિલ્લો બોર્ડર રેન્જની રચના પૂર્વે રાજકોટ રેન્જમાં સમાવિષ્ટ હતો. ત્યાર બાદ વર્ષ ૧૯૯૫-૯૬માં રાજકોટ રેન્જનું વિભાજન કરી બોર્ડર રેન્જની રચના કરવામાં આવેલ. જેમાં રાજકોટ રેન્જમાં (૧) રાજકોટ ગ્રામ્ય. (૨) જામનગર, (૩) દેવભૂમિ દ્વારકા, (૪) સુરેન્દ્રનગર અને (૫) મોરબી જિલ્લાનો સમાવેશ થયેલ. રાજકોટ રેન્જ હેઠળનો મોરબી જિલ્લો કચ્છ જિલ્લાને અડીને આવેલ હોવાથી મોરબી જિલ્લાને બોર્ડર રેન્જમાં સમાવેશ કરવો અનિવાર્ય છે.

    વર્ષ ૧૯૯૫માં બોર્ડર રેન્જ શરૂ કરવામાં આવેલ તે સમયે પાકિસ્તાનની સરહદના જીલ્લાઓ કચ્છ, બનાસકાંઠા તથા પાટણનો સમાવેશ કરવામાં આવેલ હતો. ત્યારબાદ કામગીરીના ભારણના કારણોસર કચ્છ જિલ્લાનું પોલીસ વિભાગ પુરતું વિભાજન કરવામાં આવ્યું. જેમાં બોર્ડર રેન્જ હેઠળ (૧) પશ્ચિમ કચ્છ ભુજ (૨) પૂર્વ કચ્છ ગાંધીધામ (૩) પાટણ (૪) બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે. જે તમામ જીલ્લાની બોર્ડર પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય જમીન સરહદથી જોડાયેલ છે.

    વહીવટી પુનર્ગઠનથી ખાસ કરીને સરહદી વિસ્તારોમાં પોલીસિંગ વધુ મજબૂત બનશે. બનાસકાંઠા, પાટણ અને નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાઓ માટે નવી રેન્જ બનવાથી સ્થાનિક સ્તરે ગુના નિયંત્રણ, આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સીધી અને વધુ અસરકારક દેખરેખ રાખી શકશે.

    Banaskantha NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Dwarka ના શંકરાચાર્યએ આયુર્વેદીક હોસ્પિટલની લીધી મુલાકાત

    June 4, 2026
    સૌરાષ્ટ્ર

    બારડોલી પાસે અકસ્માતમાં મહારાષ્ટ્રના ૭ યાત્રિકોના મરણથી Moraribapu દ્વારા સંવેદના સહાય

    June 4, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar માં મધરાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે ઝાપટું વરસ્યું

    June 3, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar માંથી ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતો શખ્સ ઝડપાયો

    June 3, 2026
    સૌરાષ્ટ્ર

    માણાવદર માં Smart meter લગાવવાની કામગીરી તેજ

    June 2, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar માં મેગા સાયબર સ્કેમ, ૧૩૪ બેંક ખાતાઓમાંથી ૨૧ કરોડના ટ્રાન્ઝેક્શન

    June 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026

    05 જૂનનું રાશિફળ

    June 4, 2026

    PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા

    June 4, 2026

    Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે

    June 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.