Bhavnagar તા.3
ભાવનગર જિલ્લાના તલગાજરડા માં એક ખુલ્લી પડતર જાહેર જગ્યામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ને જુગારના સાહિત્ય અને રૂ. 10,250/- ની રોકડ રકમના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા પાસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ને પોલીસે રૂ.20250 ની રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લીધા હતા.પોલીસના હાથે પકડાયેલા આરોપીઓમાં સજાદઅલી ઉર્ફે ડોન મહમદઅલી મીઠાણી (ઉ.વ.35, ધંધો-ડ્રાઇવિંગ, રહે. જાફરી સ્કુલની પાછળ, શાન્તીબાગ, ઘોળામામાના ધક્કા પાસે, મહુવા જિ.ભાવનગર), આબીદભાઇ હુસેનભાઇ શેખડા (ઉ.વ.42, ધંધો-વેપાર, રહે. ખાટકીવાડ, જાફરી સ્કુલની પાસે, મહુવા, જી.ભાવનગર), જીગો બારૈયા (રહે. ભાદ્રોડના ઝાપે, વાલ્મીકી વાસ, મહુવા જી. ભાવનગર), અલીભાઇ હરીયાણી (રહે. ભાદ્રોડના ઝાપે, એ.બી.સી.ડી. પહેલા, મહુવા જી.ભાવનગર), દડીયો (રહે. ભાદ્રોડના ઝાપે, વાલ્મીકી વાસ, મહુવા જિ.ભાવનગર) અને હનીફભાઇ હુસૈનભાઇ કાળવાતર (ધંધો-પાનનો ગલ્લો, રહે. ભાદ્રોડના ઝાપે, બરફના કારખાના પાસે, મહુવા જિ.ભાવનગર)નો સમાવેશ થાય છે.

