Washington,તા.09
પશ્ચિમ એશિયામાં યુદ્ધનાં કાળા વાદળો અમુક અંશે વિખેરાઈ ગયાં છે. એવામાં એ સમજવું જરૂરી છે કે આખરે આ યુદ્ધમાં કયા દેશને કેટલું નુકસાન થયું અને આનાથી કોઈને કંઈ હાંસલ થયું કે નહીં…
ઈરાનને કેટલું નુકસાન થયું
– સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈ સહિત અનેક ટોચના નેતાઓ અને સૈન્ય કમાન્ડરો માર્યા ગયા.
– ઈરાન અને લેબનાન મળીને 3500 થી વધુના મોત, 30 હજારથી વધુ લોકો ઘાયલ થયા.
– નૌકાદળ અને વાયુસેનાને ભારે નુકસાન થયું. મિસાઇલ અને ડ્રોન ક્ષમતા ઘટી.
– ઈરાનના તેલ અને ગેસ ક્ષેત્રોમાં બોમ્બમારો થવાથી ભારે નુકસાન થયું.
– હુમલાઓથી ઉર્જા પ્લાન્ટ્સને મોટું નુકસાન, બુશેહર ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં રેડિયેશનનું જોખમ વધ્યું.
ઈરાનને જંગમાં શું હાંસલ થયું
– ઈસ્લામિક શાસન અકબંધ રહ્યું, સુપ્રીમ લીડર ખામેનેઈના મૃત્યુ બાદ તેમનાં પુત્રને જવાબદારી મળી.
– સ્ટેટ ઓફ હોર્મુઝ પર પકડ મજબૂત થવાની સાથે હવે તેનાથી આવક વધારવાનો વિકલ્પ મળ્યો.
– તેલ નિકાસને લઈને ઈરાન પર લાગેલાં પ્રતિબંધો હટ્યા, વાટાઘાટોમાં સહમતી થયા બાદ આ કાયમ માટે હટશે.
– પશ્ચિમ એશિયામાં મોટી શક્તિ તરીકે સ્થાપિત થયું, યુએઈ અને સાઉદી અરેબિયા માટે ઝટકો.
– પરમાણુ કાર્યક્રમ અને મિસાઇલ ક્ષમતા હજુ પણ અકબંધ.
શું અમેરિકાને કંઈ મળ્યું
– યુદ્ધમાં 80.4 બિલિયન ડોલર ખર્ચવા પડ્યાં.
– અનેક યુદ્ધ વિમાનો, ટ્રાન્સપોર્ટ અને ટેન્કર વિમાનો ગુમાવવા પડ્યાં.
– 13 અમેરિકન સૈનિકોના મોત, 200 થી વધુ ઘાયલ થયાં.
– પશ્ચિમ એશિયાઈ દેશોમાં સૈન્ય બેઝ અને અનેક દૂતાવાસો તબાહ થયાં.
– અમેરિકન એર ડિફેન્સ પ્રોગ્રામને મોટો ઝટકો લાગ્યો. આની અસર અમેરિકાનાં હથિયાર બજાર પર પડવી નક્કી છે.
– ન તો સત્તા પરિવર્તન કરાવવામાં સફળતા મળી, ન તો ઈરાનના પરમાણુ કાર્યક્રમને ખતમ કરાવી શક્યું.
– કાચા તેલના બજાર પર પકડ અને ડોલરનું મહત્વ ઘટ્યું.

