New Delhi તા.31
આવતીકાલે 1 જુનથી કેટલાક નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. આપના રોજના ખર્ચ, ક્રેડીટ કાર્ડનો ઉપયોગ અને બચત, પ્રોવિડન્ડ ફંડ સુધી બધા પર અસર કરશે. ક્રેડીટ કાર્ડમાં ઓટો ડેબિટ પેમેન્ટ ફેલ થયું તો તેમાં વધુ પેનલ્ટી આપવી પડશે.
1 જુનથી ક્રેડીટ કાર્ડને લઈને અનેક નિયમ બદલાઈ રહ્યા છે આ નિયમોની આપના ખર્ચ અને રિવોર્ડ પોઈન્ટ પર અસર પડશે. જો કોઈ ક્રેડીટ કાર્ડનું ઓટો ડેબિટ પેમેન્ટ કોઈપણ કારણે ફેલ થયું.
તો બેન્કો દ્વારા એ ક્રેડીટ કાર્ડ બે ટકા પેનલ્ટી વસુલવામાં આવશે. યુટીલીટી બીલ અને ઈન્ટરનેશનલ પેમેન્ટ પર વધારાનો ચાર્જ લાગુ પડી શકે છે.