(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૩૦ઃ
Morbi ફડસર ગામના ચોકમાં વ્યાજે આપેલ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ૪૫ વર્ષીય આધેડની ફરિયાદને આધારે પોલીસે એક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
રાજકોટ શહેરના Morbi રોડ પર રહેતા ભગવાનભાઈ નાગાજણભાઈ બાળા (ઉ.વ.૪૫) નામના રીક્ષા ડ્રાઈવરે આરોપી દેવજી કાળુબાઈ બાળા રહે ફડસર તા. મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ભગવાનભાઈએ આરોપી પાસેથી રૂ ૪ લાખ પાંચ ટકાના વ્યાજે લીધા હતા મૂળ વતન ફડસર ગામે સાડા આઠ વીઘા જમીન છે જે આઠેક વર્ષ પહેલા વાવવા માટે આપી હતી જમીન પાડોશમાં રહેતા દેવજીભાઈ બાળાને વાવવા આપી હતી દરમિયાન જમીન વાવવા આપેલ તે દેવજીભાઈ પાસેથી રૂ ૪ લાખ ઉછીના લીધા હતા અને દર માસે રૂ ૨૦ હજાર વ્યાજ આપવું પડશે તેમ કહ્યું હતું અને દર મહીને વીસ હજાર લેખે વ્યાજ આપતા હતા
ગત તા. ૨૭ ના રોજ દેવજીભાઈએ ફોન કરી ફડસર ગામે બોલાવ્યો જેથી રાજકોટથી ફડસર ગામ ગયો હતો જ્યાં દેવજીભાઈએ ગામના ચોકમાં આવી તને આપેલ રૂ ૪ લાખ અને ચાર મહિનાનું વ્યાજ મને આપી દે કહેતા હાલ ધંધો સરખો ચાલતો નથી અને ચાર મહિનાથી વ્યાજ આપેલ નથી પૈસા આવશે એટલે આપી દઈશ તેમ કહેતા ચાર લાખ અને ચાર મહિનાનું વ્યાજ અત્યારે જ આપી દે કહીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

