Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    ક્રેડિટ કાર્ડ બંધ કરવાના નામે સિલાઈના કારીગર સાથે ૯૪ હજારનું fraud

    October 6, 2026

    Navratriના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો

    October 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ
    • ક્રેડિટ કાર્ડ બંધ કરવાના નામે સિલાઈના કારીગર સાથે ૯૪ હજારનું fraud
    • Navratriના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો
    • New Delhi કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ!
    • સારા ફોર્મમાં હોવા છતાં અગાઉથી સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓના કારણે યુવા બેટરને તક માટે રાહ જોવી પડશે
    • Saudi Arabiaની રક્ષા કરવા તૂર્કીયે-પાકિસ્તાનની સેના મેદાને
    • Gen-Zને મતદાનથી દૂર રાખવા ફોર્મ ૬માં ગેરકાયદે સુધારા કરાયા: વિપક્ષ
    • Switzerlandનું ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ, ૧૦ લાખ નોકરીનુ સર્જન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Hockey World Cup માં ભારતે પાકિસ્તાનને બહાર ફેંક્યું : 16 વર્ષે નવો ઇતિહાસ
    ખેલ જગત

    Hockey World Cup માં ભારતે પાકિસ્તાનને બહાર ફેંક્યું : 16 વર્ષે નવો ઇતિહાસ

    Vikram RavalBy Vikram RavalAugust 21, 2026Updated:September 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા, 20
    નીધરલેન્ડ્સના એમસ્ટેલવીનમાં રમાઈ રહેલાં FIH હોકી વર્લ્ડ કપમાં ભારતીય પુરુષ હોકી ટીમે પાકિસ્તાનને 5-3 થી હરાવીને ટૂર્નામેન્ટના આગામી રાઉન્ડમાં પ્રભાવશાળી રીતે પ્રવેશ કરી લીધો છે. ભારતે સમગ્ર મેચ દરમિયાન શાનદાર તાલમેલ અને આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું.

    આ મહત્વપૂર્ણ વિજય સાથે ભારતે વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામેનો પોતાનો સૌથી મોટો વિજય પણ નોંધાવ્યો છે, જ્યારે બીજી તરફ આ શરમજનક પરાજયના કારણે પાકિસ્તાનની ટીમ માટે ટૂર્નામેન્ટની આગળની સફર આ તબક્કે જ પૂર્ણ થઈ ગઈ છે અને તેઓ બહાર થઈ ગયા છે.

    મેચના પ્રથમ મિનિટથી જ ભારતીય ટીમે પાકિસ્તાનનાં ડિફેન્સ પર ભારે દબાણ બનાવીને મેચ પર પોતાની પકડ મજબૂત બનાવી લીધી હતી. મેચની પાંચમી જ મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો હતો, જેના પર કેપ્ટન હરમનપ્રીત સિંહે પોતાનાં પરિચિત અંદાજમાં ડ્રેગ ફ્લિક દ્વારા બોલને નેટમાં મોકલીને ભારતનું ખાતું ખોલ્યું હતું.

    ત્યાર બાદ 11મી મિનિટે મનદીપ સિંહ અને અભિષેક વચ્ચેનાં અદ્ભુત તાલમેલથી અભિષેકે શાનદાર ફીલ્ડ ગોલ કરીને ભારતને 2-0 ની પ્રારંભિક લીડ અપાવી હતી. બીજા ક્વાર્ટરમાં પણ આક્રમણ જાળવી રાખીને 21મી મિનિટે હરમનપ્રીતે વ્યક્તિગત બીજો અને ટીમ માટે ત્રીજો ગોલ નોંધાવ્યો હતો. જોકે, 22મી મિનિટે પાકિસ્તાનના હનાન શાહિદે વળતો પ્રહાર કરીને ભારત સામે પોતાનું પ્રથમ ગોલ ખાતું ખોલ્યું હતું.

    બીજા ક્વાર્ટરના અંતિમ મિનિટોમાં બંને ટીમો વચ્ચે બરાબરીનો રોમાંચ જોવા મળ્યો હતો, જેમાં 24મી મિનિટે અભિષેકે અદ્ભુત 3ઉ સ્કિલ્સ અને દિલધડક ડ્રિબલિંગ સાથે પોતાનો બીજો ફીલ્ડ ગોલ કરીને સ્કોર 4-1 કરી દીધો હતો. પરંતુ તે જ મિનિટે પાકિસ્તાન તરફથી સુફિયાન ખાને પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને સ્કોર 4-2 કર્યો, જેથી હાફ-ટાઇમ સુધી ભારતે 4-2 ની મજબૂત સરસાઈ જાળવી રાખી હતી.

    હાફ-ટાઇમ પછી ત્રીજા ક્વાર્ટરમાં (34મી મિનિટે) સુખજીત સિંહ પર થયેલા ફાઉલના કારણે ભારતને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો હતો, જેને હાર્દિક સિંહે સરળતાથી ગોલમાં ફેરવીને સ્કોર 5-2 કરી દીધો હતો. ચોથા ક્વાર્ટરમાં 46મી મિનિટે પાકિસ્તાનનાં હનાન શાહિદે ગોલ કરીને સ્કોર 5-3 કર્યો હતો, પરંતુ ભારતીય ડિફેન્સે આખરી સમય સુધી પાકિસ્તાની આક્રમણને નિષ્ફળ બનાવીને જીત સુનિશ્ચિત કરી હતી.

    FIH હોકી વર્લ્ડ કપ જેવા મોટા મંચ પર આ બંને પરંપરાગત હરીફ ટીમો 16 વર્ષના લાંબા સમયગાળા બાદ (છેલ્લે 2010 નવી દિલ્હી વર્લ્ડ કપ પછી) પ્રથમ વખત સામસામે આવી હતી. 2014 અને 2023ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્વોલિફાય કરી શક્યું નહોતું, જ્યારે 2018માં બંને વચ્ચે મેચ થઈ ન હતી. આ ઐતિહાસિક મુકાબલામાં ભારતે 5-3 થી જીત મેળવીને વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામેનો પોતાનો સૌથી સર્વશ્રેષ્ઠ સ્કોર નોંધાવ્યો છે અને 16 વર્ષ બાદ પણ પોતાનો વિજયી સિલસિલો બરોબર જાળવી રાખ્યો છે.

    ગ્રુપ-ડીમાંથી બીજા રાઉન્ડમાં ક્વોલિફિકેશન
    આ મહત્વપૂર્ણ વિજય સાથે ભારતીય ટીમે કુલ 6 પોઈન્ટ મેળવીને પોતાના ગ્રુપ-ડીમાંથી ઇંગ્લેન્ડ બાદ બીજા ક્રમે રહીને આગળનાં રાઉન્ડ (ક્વોર્ટર-ફાઇનલ/બીજા તબક્કા) માટે ક્વોલિફાય કરી લીધું છે. ભારતે ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચમાં વેલ્સને 3-1 થી પરાજય આપ્યો હતો, જોકે બીજી મેચમાં ઇંગ્લેન્ડ સામે 2-4 થી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારત બીજા રાઉન્ડમાં નીધરલેન્ડ્સ અને આર્જેન્ટિના અથવા ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમો સામે આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.

    ભારતીય ટીમ 10 વર્ષથી પાકિસ્તાન સામે એક પણ મેચ હારી નથી
    ભારતીય પુરુષ હોકી ટીમનો આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન સામે દબદબો અભૂતપૂર્વ રહ્યો છે અને ભારતીય ટીમ છેલ્લાં 10 વર્ષથી પાકિસ્તાન સામે અજેય રહી છે. વર્ષ 2016ના સાઉથ એશિયન ગેમ્સની ફાઇનલ મેચ બાદ બંને દેશો વચ્ચે રમાયેલી કુલ 20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી ભારતે 18 મેચોમાં વિજય મેળવ્યો છે,

    જ્યારે 2 મેચો ડ્રો પરિણમી છે. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનની ટીમ ભારતને એકપણ મેચમાં હરાવવામાં સફળ રહી નથી, જે ભારતીય હોકીના વર્ચસ્વને સ્પષ્ટપણે દર્શાવે છે.

    Hockey World Cup India knocks out Pakistan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDuleep Trophy ફાઇનલ હવે બેંગલુરૂના બદલે ચેન્નઈમાં રમાશે ; દર્શકોને સ્ટેડિયમમાં મળશે પ્રવેશ
    Next Article ICC Rankings: હેરી બ્રુક ચોથી વખત ટેસ્ટ નંબર 1 બેટ્સમેન બન્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    સારા ફોર્મમાં હોવા છતાં અગાઉથી સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓના કારણે યુવા બેટરને તક માટે રાહ જોવી પડશે

    October 6, 2026
    ખેલ જગત

    ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ જાફર માને છે, Tilak Varma વનડેમાં નંબર ૩ પર વિરાટ કોહલીનું સ્થાન લેશે

    October 5, 2026
    ખેલ જગત

    Aryavir Sehwagને દિલ્હી અંડર-૧૯ ટીમનો કેપ્ટન બનાવાયો

    October 5, 2026
    ખેલ જગત

    રોહિત-કોહલી નહીં, ૩ મેચ વિનર ખેલાડી વગર World Cup જીતવો અશક્ય

    October 5, 2026
    ખેલ જગત

    Rohit Sharmaએ સદી પૂરી કર્યા પછી પોતાની નવી ઉજવણી શૈલી જાહેર કરી, જેમાં તે કોને લક્ષ્ય બનાવી રહ્યો છે તે જાહેર કર્યું

    October 1, 2026
    ખેલ જગત

    Shubman Gillએ ઐતિહાસિક ઇનિંગ રમીને ધોનીનો ૨૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,730
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,500
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹214,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-10-2026 16:06
    Categories
    Latest News

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    ક્રેડિટ કાર્ડ બંધ કરવાના નામે સિલાઈના કારીગર સાથે ૯૪ હજારનું fraud

    October 6, 2026

    Navratriના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો

    October 6, 2026

    New Delhi કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ!

    October 6, 2026

    સારા ફોર્મમાં હોવા છતાં અગાઉથી સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓના કારણે યુવા બેટરને તક માટે રાહ જોવી પડશે

    October 6, 2026

    Saudi Arabiaની રક્ષા કરવા તૂર્કીયે-પાકિસ્તાનની સેના મેદાને

    October 6, 2026
    Search
    Main News

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    ક્રેડિટ કાર્ડ બંધ કરવાના નામે સિલાઈના કારીગર સાથે ૯૪ હજારનું fraud

    October 6, 2026

    Navratriના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો

    October 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.