New Delhi,તા.12
T20 વર્લ્ડ કપ 2026ની 18મી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનો સામનો નામિબિયા સામે થશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં છેલ્લે વર્ષ 2022માં ઈંગ્લેન્ડ સામે હારી હતી, ત્યારબાદ ટીમે સતત 9 મેચ જીતી છે. ચાલુ વર્લ્ડ કપમાં ભારતે તેની પ્રથમ મેચ USA સામે જીતી હતી, જ્યારે નામિબિયા તેની પ્રથમ મેચ હારી ગયું છે. આ મેચના પ્રીવ્યુ અને મહત્વની બાબતો પર નજર કરીએ.
ભારત અને નામિબિયા વચ્ચે અત્યાર સુધી માત્ર એક જ T20 મેચ વર્ષ 2021માં રમાઈ હતી. તે મેચમાં ભારતનો 9 વિકેટે વિજય થયો હતો. નામિબિયાએ 132/8 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે માત્ર 1 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.નામિબિયા સામેની મેચ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ઓપનર અભિષેક શર્મા પેટના ઈન્ફેક્શનને કારણે આ મેચમાંથી બહાર રહી શકે છે. તેની જગ્યાએ સંજુ સેમસનને તક મળી શકે છે, જ્યારે જસપ્રીત બુમરાહની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી નક્કી માનવામાં આવે છે.સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.

