Washington,તા.2
અમેરિકાના આયોવા રાજયના મસ્કટાઈનમાં સોમવારે એક ઘરેલુ વિવાદના કારણે ફાયરીંગની ઘટના બની હતી. આ ઘટનામાં 6 લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ હત્યા કરનાર બંદૂકધારીએ ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસે બંદૂકધારીની ઓળખ પર વર્ષીય સ્યાન વિલિસ મેકા ફાળેન્ડ તરીકે કરી છે. તેણે ત્રણ અલગ અલગ સ્થળો પર ફાયરીંગ કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ ઘરેલુ વિવાદના કારણે આ ઘટના બનદી હતી અને બદા પીડિત એક પરિવારના સભ્ય હતા. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોર શખ્સો પણ આપરાધિક રેકોર્ડ છે. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

